gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

G METRO NEWS by G METRO NEWS
August 7, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
1
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં દારૂની મહેફિલો, ગેરકાયદે હથિયારો,, સ્ટંટ અને અસામાજિક તત્વોને ઝડપી પાડવા સાથે ગુનાહિત પવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ સંપૂર્ણ એક્શનમાં

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:
અમદાવાદમાં ગુનેગારો પર અંકુશ મેળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા અમદાવાદ પોલીસ કમિશનરે મિડનાઈટ એકશન પ્લાન તૈયાર કર્યો છે.જેમાં દરેક પોલીસ સ્ટેશનના 25 જેટલા પોલીસકર્મીઓ દરરોજ રાત્રે પેટ્રોલિંગ, નાકાબંધી અને કોમ્બિંગ કરીને ગુનેગારો તેમજ અસાધાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરશે.શહેરમાં કુલ 49 પોલીસ સ્ટેશન આવેલા છે. ખાસ કરીને સિંધુભવન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, સૌ.જી. રોડ, નિકોલ સહિત સમગ્ર શહેરમાં દારૂની મહેફિલો, ગેરકાયદે હથિયારો, હિસ્ટ્રીશીટરો, સ્ટંટ અને રેસિંગ કરતા નબીરાઓને ઝડપી પાડવા અને ગુનાહિત પવૃત્તિઓ પર અંકુશ મેળવવા સૌપથમવાર આ એક્શન પ્લાન અમલમાં મુકાયો છે.

દરરોજ રાત્રે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાનારા આ વિશેષ ઓપરેશન માટે શહેરના દરેક પોલીસ સ્ટેશનમાંથી 5 પોલીસ વાહનો અને અંદાજે 25 જેટલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે પોતે સિંધુભવન રોડ, એસ.જી. હાઇવે, સી.જી. રોડ અને એસ.પી. રિંગ રોડ જેવા પ્રમુખ માર્ગો પર ઓચિંતી મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી.

આ કામગીરીમાં એસઓજી ક્રાઈમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ જોડાઈ હતી. નિકોલ, અમરાઇવાડી, ગોમતીપુરમાં ક્રાઇમ બ્રાન્ચની 200 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે મેગા કોમ્બિગ ઓપરેશન હાથ ધર્યું હતું,જેમાં ડ્રગ્સ પેડલર્સ, બુટલેગરો અને હિસ્ટ્રીશીટરોના ઘરો પર રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન નાર્કોટિક્સનો 1, આર્મ્સ એક્ટનો 1, પ્રોહિબિશનના 9, વાહન ડિટેઇન 18 સહિત 25 ગુનેગારો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હોટસ્પોટમાં સૌથી વધારે પશ્ચિમ એરિયાનો સમાવેશ થયો છે.

જેમાં નાઈટ કલ્ચર માટે જાણીતા વિસ્તારો એવા કે, સિંધુભવન રોડ, એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર, સરખેજ અને વેજલપુર જેવા વિસ્તારો પ્રમુખ છે.ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા સાંપડી હતી. સિંધુભવન રોડ પર અશ્વ વિલા ચાર રસ્તા પાસે એક શંકાસ્પદ કિયા સેલ્ટોસ કારમાંથી મિખિલ મનોજભાઈ, શુભમ મુકેશભાઈ અને પાર્થ વિજયભાઈ નામના ત્રણ યુવકોને 4 બિયરના ટીન સાથે ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત, જમાલપુર ચાર રસ્તા પાસે ચેકિંગ દરમિયાન અટકાવવામાં આવેલી હ્યુન્ડાઈ i10 કારમાંથી અંદાજે 350 જેટલી કફ સિરપની બોટલો મળી આવતા પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ, દાણીલીમડાના ફૈઝલનગર બેરલ માર્કેટ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ ઓપરેશન શરૂ થયું હતું. દાણીલીમડામાં પોલીસનું કોમ્બિંગ શરૂ થતાં જ અસામાજિક તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી, જ્યાં પોલીસે સમગ્ર વિસ્તાર ઘેરીને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરી હતી. અમદાવાદ પોલીસનું કહેવું છે કે શાંતિ અને સલામતી જાળવવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારે રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ અને નાઇટ ડોમિનેશનની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી....

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં આજ…

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં આજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, …

એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, …

1 year ago
NDPS ના ગુનામાં સંડોવી દેવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી 2ની ધરપકડ કરતી અમદાવાદ વાડજ પોલીસ

NDPS ના ગુનામાં સંડોવી દેવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી 2ની ધરપકડ કરતી અમદાવાદ વાડજ પોલીસ

8 months ago
પશ્ચિમ બંગાળના બે જિલ્લામાં વીજળી પડી, 13 લોકોએ ગુમાવ્યો જીવ | 17 Killed In Lightning Strikes In Two…

પશ્ચિમ બંગાળના બે જિલ્લામાં વીજળી પડી, 13 લોકોએ ગુમાવ્યો જીવ | 17 Killed In Lightning Strikes In Two…

1 year ago
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો | uttarakhand chamol…

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો | uttarakhand chamol…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News