gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે’, વડોદરા ભાજપના 5 ધારાસભ્યોનો સામૂહિક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને રજૂ…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
‘અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે’, વડોદરા ભાજપના 5 ધારાસભ્યોનો સામૂહિક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને રજૂ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: અધિકારી રાજ ચાલી રહ્યું છે તેવા દાવાઓ ઘણા થયા પણ હવે ભાજપના જ 5  ધારાસભ્યોએ હકીકત જણાવી સરકાર અને અધિકારી બંનેના કાન મરડ્યા છે. વડોદરા જિલ્લાના પાંચ ભાજપ ધારાસભ્યો કેતન ઈનામદાર, અક્ષય પટેલ, શૈલેષ સોટ્ટા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અધિકારીઓના અણધડ વહીવટ સામે બળાપો ઠાલવ્યો છે.

કોનું કામ નથી કરતાં પ્રજાનું કે નેતાઓનું?

વડોદરા જિલ્લાના ડભોઈના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના અક્ષય પટેલ અને પાદરાના ચૈતન્યસિંહ ઝાલાએ સામૂહિક રીતે એક પત્ર લખી મુખ્યમંત્રીને જિલ્લાની વાસ્તવિક સ્થિતિની ચિતાર બતાવ્યો છે. બીજી તરફ એવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે અધિકારીઓ કોનું કામ નથી કરતાં પ્રજાનું કે નેતાઓનું?

ધારાસભ્યોએ રોષ ઠાલવતાં લખ્યું છે કે, ‘હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાંથી કરાવવું એ જાણે એક યુદ્ધ લડવા જેવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થયા છે. અધિકારીઓ (કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશ્નર તથા અન્ય વગેરે) પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના સચિવો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવે છે, સરકારને હકીકતોથી દૂર રાખવામાં આવે છે.’

‘અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે’

‘પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર પોતાને જ સરકાર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલ કાર્યો કરવામાં આવતા નથી, ઉપરથી અધિકારીઓ દ્વારા પ્રજાને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ માંગી? આ પ્રમાણેની ખરાબ માનસિકતાએ સુચારુ રૂપથી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નથી.’

'અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે', વડોદરા ભાજપના 5 ધારાસભ્યોનો સામૂહિક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને રજૂઆત 2 - image

‘કડક પગલાં લેવામાં આવે’

‘વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ અગાઉ પણ આ પ્રમાણેની મૌખિક રજૂઆત કરી હતી અને હવે વિનંતી કરી રહ્યા છે કે ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલ પ્રજાના કામોને પ્રાધાન્યતા આપી- પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે સાથે જ જરૂરી સામે કડક પગલાં લેવામાં આવે’

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે ગંદુ પાણી: કોંગ્રેસના નેતાઓએ પ્રદૂષિત પાણી મુદ્દે મેયર બંગલૉ પહોંચીને કર્યો હલ્લાબોલ

સ્થાનિક ચૂંટણી પહેલા બળવાના સૂર, ભાજપને ચિંતા

વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લાના સરકારી અધિકારીઓ કામો કરતા નથી તે અંગેની સામૂહિક ફરિયાદ કરતાં ભાજપમાં ભાંજગડ શરુ થઈ છે. આગામી દિવસોમાં જ્યારે કોર્પોરેશનનો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે ધારાસભ્યોનો આ બળવા સૂર ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Yash Creates Box-Office History with Three Consecutive ₹100 Crore-Plus Openers: KGF 2, Toxic and Ram…
GUJARAT

Yash Creates Box-Office History with Three Consecutive ₹100 Crore-Plus Openers: KGF 2, Toxic and Ram…

November 7, 2026
Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…
GUJARAT

Ram Kamal Mukherjee wins Best Director at the 11th International Indian Film Festival of Toronto for…

November 6, 2026
AuraCam Partners with Preetika Rao for a Digital Campaign
GUJARAT

AuraCam Partners with Preetika Rao for a Digital Campaign

November 5, 2026
Next Post
જ્યાં ટ્રાફિક પોલીસ દેખાય ત્યાંથી લોકો દૂર ભાગે છે, ત્યાં આજે જામનગર ટ્રાફિક પોલીસ પાસે ઉમટી પડ્યા વ…

જ્યાં ટ્રાફિક પોલીસ દેખાય ત્યાંથી લોકો દૂર ભાગે છે, ત્યાં આજે જામનગર ટ્રાફિક પોલીસ પાસે ઉમટી પડ્યા વ...

ટ્રમ્પના કારણે શેરબજાર કડડભૂસ! 500 ટકા ટેરિફની ધમકી બાદ સેન્સેક્સમાં 780 પોઇન્ટનો કડાકો | India–US T…

ટ્રમ્પના કારણે શેરબજાર કડડભૂસ! 500 ટકા ટેરિફની ધમકી બાદ સેન્સેક્સમાં 780 પોઇન્ટનો કડાકો | India–US T...

જામનગરના લાલપુરમાં સેવક ભરુડિયામાં ચાલતી ઘોડી પાસાની ક્લબ પર એલસીબી ત્રાટકી : 24 આરોપી પકડાયા | LCB …

જામનગરના લાલપુરમાં સેવક ભરુડિયામાં ચાલતી ઘોડી પાસાની ક્લબ પર એલસીબી ત્રાટકી : 24 આરોપી પકડાયા | LCB ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-લાલપુર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ | Driver dies after bike slips on Jamnagar Lal…

જામનગર-લાલપુર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ | Driver dies after bike slips on Jamnagar Lal…

9 months ago
બંગાળની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા 4000 ઇવીએમ બળીને ખાખ થઇ ગયા | 4000 EVMs used in Bengal elections…

બંગાળની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા 4000 ઇવીએમ બળીને ખાખ થઇ ગયા | 4000 EVMs used in Bengal elections…

5 months ago
સિંહ સદન, જગન્નાથ મંદિર, શ્રી રામ આશ્રમની નકલી વેબસાઈટ બનાવી | Fake websites of Singh Sadan Jagannat…

સિંહ સદન, જગન્નાથ મંદિર, શ્રી રામ આશ્રમની નકલી વેબસાઈટ બનાવી | Fake websites of Singh Sadan Jagannat…

11 months ago
આસામમાં એનડીએને બે તૃતિયાંશ બહુમતી મળી: ગોગોઈનો પરાજય | NDA gets two thirds majority in Assam: Gogoi…

આસામમાં એનડીએને બે તૃતિયાંશ બહુમતી મળી: ગોગોઈનો પરાજય | NDA gets two thirds majority in Assam: Gogoi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News