gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓઈલના ગોડાઉનમાં મધરાતે ભીષણ આગ ઃ કરોડો રૃપિયાનો મુદ્દામાલ ખાખ | Massive fire breaks out in oil godow…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
ઓઈલના ગોડાઉનમાં મધરાતે ભીષણ આગ ઃ કરોડો રૃપિયાનો મુદ્દામાલ ખાખ | Massive fire breaks out in oil godow…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલોલના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં

મેજર કોલ જાહેર ઃ ૮ ફાયર ફાઈટરોએ ૨.૫ લાખ લિટર પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

ગાંધીનગર,
કલોલ :  કલોલ શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલી એક ઓઈલના
ગોડાઉનમાં ગત મધરાતે ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
હતો. આગ એટલી વિકરાળ હતી કે તંત્ર દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો
હતો. આ ભીષણ અગ્નિકાંડમાં ગોડાઉનમાં રાખેલો કરોડો રૃપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો
છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આ આગની ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે મધરાત્રિના સમયે
જ્યારે આખું શહેર નિદ્રાધીન હતું
,
ત્યારે કર્મયોગી સોસાયટીમાં આવેલા ઓઈલ અને ટાયરના ગોડાઉનમાંથી અચાનક આગની
જ્વાળાઓ ઉઠતી જોવા મળી હતી. ગોડાઉનમાં ઓઈલ અને ગ્રીસ જેવા જ્વલનશીલ પદાર્થો હોવાને
કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૃપ ધારણ કરી લીધું હતું. આકાશમાં ધુમાડાના
ગોટેગોટા અને ઊંચી જ્વાળાઓ જોઈ આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો
જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. આગની ગંભીરતાને જોતા કલોલ ફાયર બ્રિગેડ
દ્વારા તાત્કાલિક અન્ય કેન્દ્રોની મદદ લેવામાં આવી હતી. કલોલ
, કડી, ઇફકો, ઓએનજીસી અને
ગાંધીનગરથી કુલ ૮ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઓઈલની આગ હોવાથી પાણીની
સાથે સ્પેશિયલ ફાયર ફાઇટિંગ ફોમનો પણ મારો ચલાવવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર
દ્વારા સાવચેતીના ભાગરૃપે બાજુમાં આવેલી હોસ્પિટલ અને સોસાયટીના મકાનો ખાલી
કરાવવામાં આવ્યા હતા ત્યારે આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો.
જ્યારે સવસ રોડને અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો હતો. આ ઘટનાની જાણ થતા જ
મામલતદાર
, નગરપાલિકાના
ચીફ ઓફિસર અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસ કાફલાએ પણ ભીડને
નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા મોરચો સંભાળ્યો હતો. ગાંધીનગર ફાયર
ઓફિસરે જણાવ્યું હતું કે
,
રાત્રે ત્રણ વાગ્યે મેજર કોલની વરદી મળતા જ અમારી ટીમો રવાના થઈ હતી. અંદાજે
૨થી ૨.૫ લાખ લિટર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી છે
, જેનાથી આજુબાજુની
સોસાયટીઓને મોટી હોનારતથી બચાવી લેવાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ
, આ આગમાં
ગોડાઉનમાં રાખેલો ઓઈલ
, ગ્રીસ
અને ટાયરનો કરોડો રૃપિયાનો મુદ્દામાલ બળીને રાખ થઈ ગયો છે. હાલમાં આગ લાગવાનું
ચોક્કસ કારણ જાણી શકાયું નથી
,
પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સકટ હોવાની આશંકા સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.૧૦ નો વિદ્યાર્થી કોઇને કહ્યા વિના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો | A class 10 student left home with…
GUJARAT

ધો.૧૦ નો વિદ્યાર્થી કોઇને કહ્યા વિના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો | A class 10 student left home with…

March 20, 2026
કિમોથેરાપી લેતા લેતા તૈયારી કરી અને ગેટ પરીક્ષામાં 75મો ક્રમ મેળવ્યો | vadodara student prepared for…
GUJARAT

કિમોથેરાપી લેતા લેતા તૈયારી કરી અને ગેટ પરીક્ષામાં 75મો ક્રમ મેળવ્યો | vadodara student prepared for…

March 20, 2026
સેન્ટ્રલ યુનિ.માં પરવાનગી વગર ઈફતાર પાર્ટીના આયોજનથી વિવાદ | iftaar party in central university of g…
GUJARAT

સેન્ટ્રલ યુનિ.માં પરવાનગી વગર ઈફતાર પાર્ટીના આયોજનથી વિવાદ | iftaar party in central university of g…

March 20, 2026
Next Post
રોંગ સાઈડ કાર ચલાવી અકસ્માત સર્જનાર ચાલકને ત્રણ મહિનાની જેલ | Driver who caused accident by driving …

રોંગ સાઈડ કાર ચલાવી અકસ્માત સર્જનાર ચાલકને ત્રણ મહિનાની જેલ | Driver who caused accident by driving ...

ગલુડિયા રમાડતા કૂતરી ભસી, છોકરા ઉપાડવા આવ્યાની બુમો પાડતાં યુવકને માર્યો | Eú mwichen aramas mi kiri…

ગલુડિયા રમાડતા કૂતરી ભસી, છોકરા ઉપાડવા આવ્યાની બુમો પાડતાં યુવકને માર્યો | Eú mwichen aramas mi kiri...

MSUમાં 750 જેટલા હંગામી અધ્યાપકોની ભરતીમાં વિલંબ થવાની શક્યતા | possible delay in recruitment of tem…

MSUમાં 750 જેટલા હંગામી અધ્યાપકોની ભરતીમાં વિલંબ થવાની શક્યતા | possible delay in recruitment of tem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખરીફ પાક પેટે ખેડૂતોને ટેકાના ભાવથી 30 ટકા સુધી નીચા ભાવ મળ્યા | Farmers got prices up to 30 percent…

ખરીફ પાક પેટે ખેડૂતોને ટેકાના ભાવથી 30 ટકા સુધી નીચા ભાવ મળ્યા | Farmers got prices up to 30 percent…

2 months ago
ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં | rains Forecast in…

ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં | rains Forecast in…

5 months ago
નાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચરનાર જેઠની ધરપકડ | Brother in law arrested for raping younger broth…

નાના ભાઇની પત્ની સાથે દુષ્કર્મ આચરનાર જેઠની ધરપકડ | Brother in law arrested for raping younger broth…

8 months ago
ડોર ટુ ડોર માટે મટીરીયલ રિકવરી ફેસીલીટી શરૂ થઈ નથી | Material recovery facility for door to door has…

ડોર ટુ ડોર માટે મટીરીયલ રિકવરી ફેસીલીટી શરૂ થઈ નથી | Material recovery facility for door to door has…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News