gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે | Kargi…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે | Kargi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kargil Vijay Diwas 2025 : 26મી જુલાઈ કારગિલ વિજય દિવસ ભારતના ઇતિહાસનો એક ગૌરવશાળી દિવસ છે. આ દિવસે 1999ના કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ યુદ્ધમાં સેંકડો ભારતીય સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. જેમાં ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના વીર સપૂત, શહીદ ભલાભાઈ અખમભાઈ બારીયા પણ સામેલ હતા.

દેશદાઝ અને બલિદાનની ગાથા

શહીદ ભલાભાઈ બારીયાનો જન્મ પંચમહાલના ખટકપુર ગામમાં પિતા અખમભાઈ અને માતા ઝીણીબહેનના ઘરે થયો હતો. તેમણે ગામની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ નાંદરવા ગામની હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું. બાળપણથી જ તેમનામાં દેશભક્તિની પ્રબળ ભાવના હતી, જેના કારણે તેમણે ભારતીય સેનામાં જોડાઈ દેશસેવા કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. તમામ કસોટીઓ પાર કરી, તેમણે ’12 મહાર રેજિમેન્ટ’માં જોડાયા.

કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે 2 - image

વર્ષ 1999માં જ્યારે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કારગિલ વિસ્તાર પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો અને યુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે ભલાભાઈ પણ આ મહાયુદ્ધનો હિસ્સો બન્યા. કારગિલમાં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે સામસામે ગોળીબાર અને મોર્ટારનો મારો ચાલુ હતો. દુશ્મનોને માત આપવા ભલાભાઈ અડીખમ અને અડગ રહ્યા. તેઓ દુશ્મનોના બંકરો પર ગોળીબાર કરીને જડબાતોડ જવાબ આપી રહ્યા હતા, ત્યારે દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વીંધી ગઈ. દેશ માટે લડતાં લડતાં તેઓ વીરગતિ પામ્યા. શહીદી બાદ ભલાભાઈના પાર્થિવદેહને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમના માદરેવતન ખટકપુર ગામે લાવીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

પરિવાર અને ગામનું ગૌરવ

આજે પણ ખટકપુર ગામમાં રહેતો તેમનો પરિવાર શહીદ ભલાભાઈને યાદ કરે છે. તેમના નાના ભાઈ બળવંતભાઈ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. જ્યારે તેમના માતા-પિતા અવસાન પામ્યા છે. તેમનો એક ભાઈ ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે. શહીદ ભલાભાઈના પત્ની કોકિલાબહેન હાલ તેમના પિયરમાં રહે છે.

કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે 3 - image

શહીદ ભલાભાઈના બલિદાનને સન્માનિત કરવા માટે ખટકપુર ગામમાં આવેલી સરકારી શાળાને “બી.એ. બારીયા પ્રાથમિક શાળા” નામ આપવામાં આવ્યું છે. શાળાના કમ્પાઉન્ડમાં આવેલી તેમની ખાંભી પર અંકિત “જબ તક સુરજ ચાંદ રહેગા ભલાભાઈ તેરા નામ રહેગા” પંક્તિઓ તેમના અમર બલિદાનની યાદ અપાવે છે. સૂર્યોદય માજી સૈનિક મહામંડળ રાજકોટ તરફથી પણ તેમના પરિવારને પ્રમાણપત્ર મળ્યું હોવાનું જાણવા મળે છે.

કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે 4 - image

આ પણ વાંચો: VIDEO: ‘છોટીકાશી’ જામનગરમાં મહાકાલ સ્વરૂપ: પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે ભસ્મ આરતીનો મહિમા!

શહીદ ભલાભાઈ બારીયાનું બલિદાન એ વાતનો પુરાવો છે કે આપણા સૈનિકો દેશની રક્ષા માટે કેવા અતુલ્ય સાહસ અને સમર્પણ દર્શાવે છે. કારગિલ વિજય દિવસ પર, આવા વીર જવાનોના બલિદાનને યાદ કરીએ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સીમાડા ચાર રસ્તા હવેથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોકથી ઓળખાશે.
GUJARAT

સીમાડા ચાર રસ્તા હવેથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોકથી ઓળખાશે.

April 3, 2026
ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…
GUJARAT

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

April 3, 2026
જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate…
GUJARAT

જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate…

April 3, 2026
Next Post
ક્રેડિટકાર્ડ મારફત લોન અપાવવાના બહાને બે સગા ભાઈ સાથે 16.41 લાખની ઠગાઈ કરી | Two brothers were cheat…

ક્રેડિટકાર્ડ મારફત લોન અપાવવાના બહાને બે સગા ભાઈ સાથે 16.41 લાખની ઠગાઈ કરી | Two brothers were cheat...

સરકારના આદેશની અવગણના : નડિયાદ મનપાએ બાંધકામનો નકશો મંજૂર કર્યો | Ignoring government orders: Nadiad…

સરકારના આદેશની અવગણના : નડિયાદ મનપાએ બાંધકામનો નકશો મંજૂર કર્યો | Ignoring government orders: Nadiad...

મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ | Karamsad name missing from banner put up t…

મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ | Karamsad name missing from banner put up t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન, જુઓ રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી | …

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન, જુઓ રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી | …

2 months ago
મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યાં | 13 …

મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યાં | 13 …

5 months ago
કલોલ શહેરના દંપતિનું ડીએનએ મેચ થતાં પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયાં | Bodies of Kalol city couple ha…

કલોલ શહેરના દંપતિનું ડીએનએ મેચ થતાં પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયાં | Bodies of Kalol city couple ha…

8 months ago
ભારતમાં ભળી ગયેલા બ્રિટિશ પત્રકાર પદ્મભૂષણ માર્ક ટુલીનું 90 વર્ષે નિધન | Padma Bhushan Mark Tully a …

ભારતમાં ભળી ગયેલા બ્રિટિશ પત્રકાર પદ્મભૂષણ માર્ક ટુલીનું 90 વર્ષે નિધન | Padma Bhushan Mark Tully a …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News