gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડમાં સોની વેપારીની દુકાનમાંથી 5.94 લાખના દાગીનાની ચોરીના પ્રકરણમાં પકડાયેલા દંપત્તિના રિમાન્ડ પ…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
કાલાવડમાં સોની વેપારીની દુકાનમાંથી 5.94 લાખના દાગીનાની ચોરીના પ્રકરણમાં પકડાયેલા દંપત્તિના રિમાન્ડ પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં એક સોની વેપારીની દુકાને ગ્રાહકના સ્વાંગમાં રૂપિયા 5.94 લાખના ઘરેણા ભરેલો ડબ્બો ઉઠાવી જવાના પ્રકરણમાં પકડાયેલા અને રિમાન્ડ પર રહેલા દંપત્તિને ફરી અદાલત સમક્ષ રજૂ કર્યા બાદ જેલ હવાલે કરાયા છે, જ્યારે તેઓ પાસેથી ચોરાઉ સોનું ખરીદ કરનાર રાજકોટના એક વેપારીની અટકાયત કરી લઈ તેને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત મુખ્ય આરોપી મહિલાની શોધખોળ ચાલુ છે.

કાલાવડ ટાઉનમાં સ્વામિનારાયણ શેરીમાં રહેતા અને મેઇન બજારમાં મંગલમ જ્વેલર્સ નામની સોના ચાંદીના ઘરેણાંની દુકાન ધરાવતા જયેશકુમાર નવીનચંદ્ર ઝીંઝુવાડીયા નામના સોની વેપારીએ પોતાની દુકાનમાં ગ્રાહક તરીકે આવેલી એક મહિલા રૂપિયા 5.94 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાં પારદર્શક ડબ્બાની ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવી હતી.

આ પ્રકરણમાં પોલીસે રાજકોટના એક દંપતિ કિશન નટુભાઈ સોલંકી અને પૂજાબેન કિશનભાઇ સોલંકી ની અટકાયત કરી લીધી હતી. જેઓ પાસેથી ત્રણ તોલા સોનું એક લાખ ચાલીસ હજારની રોકડ રકમ 10,000 ના મોબાઈલ ફોન તેમજ એક રીક્ષા વગેરે કબજે કરી લીધા હતા. જે બંનેને અદાલત સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર લેવાયા હતા, જેની રીમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં ફરી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં બંનેને જેલ હવાલે કરી દેવા હુકમ થયો છે. જ્યારે આ પ્રકરણમાં આરોપીની માતા કિરણબેન સોલંકી કેટલાક ઘરેણા લઈને ફરાર થઈ ગઈ હોવાથી તેણીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

 આ ઉપરાંત કાલાવડ પોલીસ દ્વારા આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી, જેમાં આરોપીઓ દ્વારા સોનાના ઘરેણાની ચોરી કર્યા પછી રાજકોટમાં રહેતા રાજેશ રમેશભાઈ ભટ્ટી નામના એક સોની વેપારીને બિલ વગરનું સોનુ વેચી માર્યું હોવાથી તે સોનું ખરીદ કરનાર વેપારી રાજેશ રમેશભાઈ ભટ્ટીની કાલાવડ ટાઉન પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે, અને તેને કાલાવડ લઈ આવ્યા બાદ અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
જામનગર: શ્રાવણના બીજા સોમવારે શિવભક્તિનો મહિમા અપરંપાર, અનેક શિવાલયોમાં ભક્તોની ભીડ | Jamnagar Huge …

જામનગર: શ્રાવણના બીજા સોમવારે શિવભક્તિનો મહિમા અપરંપાર, અનેક શિવાલયોમાં ભક્તોની ભીડ | Jamnagar Huge ...

પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી | Dudhsagar…

પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી | Dudhsagar...

તહેવારો પહેલા લોનધારકોને મોટી રાહત મળવાની શક્યતા, RBIની મહત્ત્વપૂર્ણ બેઠક શરૂ | BJP leaders photos o…

તહેવારો પહેલા લોનધારકોને મોટી રાહત મળવાની શક્યતા, RBIની મહત્ત્વપૂર્ણ બેઠક શરૂ | BJP leaders photos o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાના દબાણમાં ચાબહાર પોર્ટ છોડશે ભારત? કોંગ્રેસના આરોપ બાદ વિદેશ મંત્રાલયે શું કહ્યું | Ministry…

અમેરિકાના દબાણમાં ચાબહાર પોર્ટ છોડશે ભારત? કોંગ્રેસના આરોપ બાદ વિદેશ મંત્રાલયે શું કહ્યું | Ministry…

6 months ago
વર્ષો જૂની પાણી-ગટરની સમસ્યાઓને ઉકેલવા રજૂઆત

વર્ષો જૂની પાણી-ગટરની સમસ્યાઓને ઉકેલવા રજૂઆત

2 months ago
ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ સાથે જ કેન્દ્ર સરકારની હેલ્થ સ્કીમનું રજિસ્ટ્રેશન મળી જશેે | pension issues

ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ સાથે જ કેન્દ્ર સરકારની હેલ્થ સ્કીમનું રજિસ્ટ્રેશન મળી જશેે | pension issues

8 months ago
VIDEO | પુષ્કર મેળો 2025: 15 કરોડનો ઘોડો, 600 કિલોની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ બન્યા મુખ્ય આક…

VIDEO | પુષ્કર મેળો 2025: 15 કરોડનો ઘોડો, 600 કિલોની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ બન્યા મુખ્ય આક…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News