gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી યલો ઍલર્ટ, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી | Ahmedabad Heat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Heatwave Alert: ઉનાળાના આકરા મિજાજ વચ્ચે અમદાવાદમાં હવે કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં આજથી સતત સાત દિવસ માટે ગરમીનું ‘યલો ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ સપ્તાહના અંત સુધીમાં શહેરનું તાપમાન વધીને 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે અમદાવાદીઓએ આકરી ગરમીનો સામનો કરવો પડશે.

76 વિસ્તારો ‘હોટસ્પોટ’ જાહેર

IMDના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સેટેલાઇટ ડેટા અને આધુનિક ટૅક્નોલૉજીની મદદથી શહેરના કુલ 76 વિસ્તારોને ‘હીટ હોટસ્પોટ્સ’ તરીકે જાહેર કર્યા છે. પૂર્વ અમદાવાદમાં લાંભા વૉર્ડમાં સૌથી વધુ 12 હોટસ્પોટ્સ નોંધાયા છે. આ ઉપરાંત વટવા, રામોલ, વસ્ત્રાલ અને રાણીપ જેવા વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને બપોરે 12થી સાંજના 5 વાગ્યા દરમિયાન ગરમીનો પારો આસમાને પહોંચશે.

ચૂંટણીના માહોલ વચ્ચે ગરમીનો ડબલ ડોઝ

રાજ્યમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આગામી 26 એપ્રિલે મતદાનના દિવસે પણ ગરમી 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા મતદારો અને કાર્યકરોને લૂથી બચવા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

તંત્રની ગાઇડલાઇન: શું કરવું અને શું ન કરવું?

AMCના  હેલ્થ ડિપાર્ટમેન્ટે નાગરિકો માટે ખાસ ઍડ્વાઇઝરી જાહેર કરી છે:

સાવચેતી: બપોરે 12થી 4 દરમિયાન કામ વગર બહાર નીકળવાનું ટાળવું. હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને બહાર જતી વખતે છત્રી, ટોપી કે રૂમાલનો ઉપયોગ કરવો.

હાઇડ્રેશન: તરસ ન લાગે તો પણ પૂરતા પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત કે નાળિયેર પાણી પીતા રહેવું.

ખોરાક: વાસી ખોરાક અને વધુ પડતા પ્રોટીનયુક્ત આહારથી બચવું. ચા-કોફી અને સોડાનું પ્રમાણ ઘટાડવું.

વિશેષ કાળજી: નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોની ખાસ સંભાળ રાખવી.

જો માથામાં દુખાવો, ચક્કર આવવા કે ઉબકા જેવા લક્ષણો જણાય, તો તાત્કાલિક નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે હૉસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે. 

રાજકોટ 41.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

સમગ્ર રાજ્યમાં ઉનાળાની આકરી ગરમીના સંકેતો મળી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. મંગળવારે(21 એપ્રિલ, 2026) રાજકોટ 41.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આ ઉપરાંત, અમરેલીમાં પણ તાપમાન 40.9 ડિગ્રી સુધી પહોંચતા લોકો ગરમીથી અકળાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ’!

અન્ય શહેરોની વાત કરીએ તો, વડોદરા અને ડીસામાં 39.6 ડિગ્રી, જ્યારે ભુજમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું છે, જેમાં વેરાવળમાં 31.3 ડિગ્રી અને દ્વારકામાં 30.5 ડિગ્રી તાપમાન રહેતા લોકોને રાહત મળી હતી. રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ જ શક્યતા ન હોવાથી અને સૂકા પવનો ફૂંકાવાને કારણે ગરમી અને શુષ્ક વાતાવરણનું જોર આગામી દિવસોમાં હજુ વધશે તેવી સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી

અલંગ પોલીસ દ્વારા જુગાર અને પ્રોહબીશન રેડ કરવામાં આવી

આવતા મહિને ચાર દેશોની મુલાકાતે જશે PM મોદી, યુરોપ સાથે સંબંધો કરશે મજબૂત | PM Modi’s Europe Visit 20…

આવતા મહિને ચાર દેશોની મુલાકાતે જશે PM મોદી, યુરોપ સાથે સંબંધો કરશે મજબૂત | PM Modi’s Europe Visit 20...

VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગ…

VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય વાયુસેનાના વિમાન પર ચાલુ ઉડાને ‘સાયબર એટેક’, જાણો ‘GPS સ્પૂફિંગ’ શું છે | Indian air force pl…

ભારતીય વાયુસેનાના વિમાન પર ચાલુ ઉડાને ‘સાયબર એટેક’, જાણો ‘GPS સ્પૂફિંગ’ શું છે | Indian air force pl…

1 year ago
વડોદરામાં નશામાં ધુત પોલીસકર્મી ઝડપાયો, દારુબંધીના કાયદાના ઉડાવ્યા ધજાગરા | gujarat prohibition law …

વડોદરામાં નશામાં ધુત પોલીસકર્મી ઝડપાયો, દારુબંધીના કાયદાના ઉડાવ્યા ધજાગરા | gujarat prohibition law …

10 months ago
સરગાસણમાં મેટલકામ કરાયા પછી રોડ ઉપર ડામર કાર્પેટ જ કરાઇ નહીં | After metal work was done in Sargasan…

સરગાસણમાં મેટલકામ કરાયા પછી રોડ ઉપર ડામર કાર્પેટ જ કરાઇ નહીં | After metal work was done in Sargasan…

7 months ago
જીવતા ખેડૂતને મૃત બતાવી વારસાઈ કરી જમીનનો બાનાખત કરી દેવાયો | A living farmer was declared dead and …

જીવતા ખેડૂતને મૃત બતાવી વારસાઈ કરી જમીનનો બાનાખત કરી દેવાયો | A living farmer was declared dead and …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News