gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાંદખેડામાં છૂટાછેડા બાદ મૈત્રી કરારમાં રહેતી 25 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ ફર…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
ચાંદખેડામાં છૂટાછેડા બાદ મૈત્રી કરારમાં રહેતી 25 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ ફર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chandkheda Crime: ચાંદખેડામાં છૂટાછેડા લીધા બાદ પોતાના જ પતિ સાથે મૈત્રી કરારમાં રહેતી એક 25 વર્ષીય યુવતીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અહીં યુવતીએ ત્રાસથી કંટાળીને ફ્લેટના ધાબા પરથી કૂદીને આપઘાત કરી લીધો છે. આ મામલે મૃતકના પિતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તેના પૂર્વ પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ મહેસાણામાં કરુણ ઘટના : 13 વર્ષનો વિદ્યાર્થી ફૂટબોલ રમતા રમતા ઢળી પડ્યો, હાર્ટએટેકને કારણે મૃત્યુની આશંકા

મૃતક યુવતીએ લગ્નના 10 મહિનામાં જ છૂટાછેડા લીધા હતા

મળતી માહિતી મુજબ, મૃતક યુવતીના પિતા તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. પોલીસ ફરિયાદ મુજબ, તેમની દીકરીએ વર્ષ 2020માં પરિવારની મરજી વિરુદ્ધ જ ચાંદખેડામાં રહેતા ટીપેન્દ્ર પિયજા નામના યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ જ્યારે તે સાસરીમાં રહેતી હતી, ત્યારે તેના પતિ ટીપેન્દ્ર, સાસુ હિરલ અને દિયર જૈમીન તેને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ ત્રાસથી કંટાળીને મૈત્રીએ લગ્નના માત્ર 10 મહિનામાં જ છૂટાછેડા લઈ લીધા હતા અને તે પોતાના પિતાના ઘરે પરત આવી ગઈ હતી. આ છૂટાછેડાના માત્ર બે મહિના બાદ જ ફરીથી ટીપેન્દ્ર સાથે ભાગી ગઈ હતી. જોકે, કાયદેસર રીતે છૂટાછેડા લીધેલા હોવાથી બંને મૈત્રી કરાર કરીને પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા. આ સંબંધ દરમિયાન તેમને એક બાળક પણ છે.

દીકરો લઈ લઈશું કહીને રૂપિયા માટે સાસરી પક્ષના ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ

મૃતક યુવતીના પિતાએ પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે, દીકરી ફરીથી સાસરીમાં રહેવા લાગ્યા પછી પણ ત્રાસ ઓછો થયો નહોતો. સાસુ હિરલ અને પતિ ટીપેન્દ્ર મૈત્રીને વારંવાર ટોર્ચર કરતા હતા. સાસુ હિરલ તેને ધમકાવતી હતી કે, જો તું અમારા કહ્યા પ્રમાણે નહીં કરે તો અમે તારા દીકરાને તારી પાસેથી છીનવી લઈશું અને તને ઘરમાંથી કાઢી મૂકીશું. આ ઉપરાંત, દીકરીને તેના પિતાના ઘરેથી રૂપિયા લઈ આવવા માટે સતત દબાણ કરતા હતા અને ધાકધમકી આપતા હતા.

આ પણ વાંચોઃ પાલનપુરમાં હિટ એન્ડ રન: ઓવરટેકની લ્હાય કારચાલકે ત્રણ રાહદારીઓને ફંગોળ્યા, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

યુવતીએ કંટાળીને ધાબેથી કૂદીને કર્યો આપઘાત

આ સતત ત્રાસથી કંટાળીને યુવતી 11 નવેમ્બરના રોજ તેના પિતાના ઘરે રહેવા જતી રહી હતી. તેણે પિતાને જણાવ્યું હતું કે તેના પતિ ટીપેન્દ્ર સિંગાપુર, મલેશિયા અને બેંગકોક ખાતે ગયા છે. જોકે, 21 નવેમ્બરે મૈત્રીએ તેના પિતાને જાણ કરી કે તેના પતિ ઘરે પાછા આવી ગયા છે, અને જો તે નહીં જાય તો તે ઝઘડો કરશે. આથી મૈત્રી 21 નવેમ્બરની રાત્રે સાસરીમાં પરત જતી રહી હતી. બીજા જ દિવસે, એટલે કે 22 નવેમ્બરના રોજ, મૈત્રીએ ફ્લેટના ધાબેથી કૂદીને આત્મહત્યા કરી હતી, જેમાં તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. મૈત્રીના પરિવારે આ મામલે પતિ ટીપેન્દ્ર, સાસુ હિરલ અને દિયર જૈમીન સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા પોલીસે આ ગંભીર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
‘ભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક 10 લાખ મેળવો…’, કેન્દ્રીય મંત્રીનો ગામના લોકોને વાયદો! | Uni…

'ભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક 10 લાખ મેળવો...', કેન્દ્રીય મંત્રીનો ગામના લોકોને વાયદો! | Uni...

ગુજરાતની હવા બની ‘ઝેરી’: અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો | gujarat air pollu…

ગુજરાતની હવા બની 'ઝેરી': અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો | gujarat air pollu...

ભારતીય સમાજને જોઈએ છે બલિનો બકરોઃ ક્રિકેટથી લઈને પોલિટિક્સ સુધી, ભારતીયોનું હીરો વર્શીપિંગ અને સ્કેપ…

ભારતીય સમાજને જોઈએ છે બલિનો બકરોઃ ક્રિકેટથી લઈને પોલિટિક્સ સુધી, ભારતીયોનું હીરો વર્શીપિંગ અને સ્કેપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રાના ગોપાલગઢની સીમમાંથી ગેરકયાદેસર માટી ખનન ઝડપાયું | Illegal soil mining caught on the outs…

ધ્રાંગધ્રાના ગોપાલગઢની સીમમાંથી ગેરકયાદેસર માટી ખનન ઝડપાયું | Illegal soil mining caught on the outs…

8 months ago
ઠાસરાના પ્રાંત અધિકારીએ બેઠક બોલાવી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા | Thasra provincial officer cal…

ઠાસરાના પ્રાંત અધિકારીએ બેઠક બોલાવી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા | Thasra provincial officer cal…

1 year ago
કારેલીબાગમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા | Five gamblers caught gambling in Karelibaug

કારેલીબાગમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા | Five gamblers caught gambling in Karelibaug

1 year ago
અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા | 14 ships arrived in Alang on their last voyage in Ap…

અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા | 14 ships arrived in Alang on their last voyage in Ap…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News