gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી બે લાખના આસમાને : સોનું 1,37,000ની નવી સપાટીએ | Silver reaches Rs 2 lakh mark: Gold hits new h…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in Business
0 0
0
ચાંદી બે લાખના આસમાને : સોનું 1,37,000ની નવી સપાટીએ | Silver reaches Rs 2 lakh mark: Gold hits new h…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વાયદા બજારમાં ચાંદી ઉછળીને રૂ.બે લાખની  સપાટી કુદાવી દીધી

– વિશ્વ બજારમાં સોનું ઔંસના 4300 ડોલર તથા ચાંદી 64 ડોલર કુદાવી ગયા : મુંબઈમાં  રૂ. 1,95,000નો નવો રેકોર્ડ રચાયો

અમદાવાદ, મુંબઈ : વૈશ્વિક સ્તરની ગતિવિધીઓ તેમજ કિંમતી ધાતુઓના વૈશ્વિક ભાવોમાં જોવા મળેલ ઉછાળા પાછળ આજે મુંબઇ તેમજ અમદાવાદ સોના ચાંદી બજારમાં તેજીનો નવો વિક્રમ રચાયો હતો. આજે મુંબઇ બજારમાં ચાંદી રૂ. ૧,૯૫,૦૦૦ની સપાટીએ પહોંચી હતી તો બીજી તરફ     અમદાવાદ બજારમાં ચાંદી રૂ. ૧,૯૦,૦૦૦ની ટોચે પહોંચી હતી. બીજી તરફ કોમોડિટી વાયદા બજારમાં આજે ચાંદીનો ભાવ રૂ. ૨,૦૦,૦૦૦ની સપાટી કૂદાવીને નવો વિક્રમ રચાયો હતો.

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસ (અંદાજે ૨૮ ગ્રામ)ના ૪૧૯૭થી વધી ૪૨૦૦ ડોલર પાર કર્યા પછી ભાવ વધુ ઉછળી ઉંચામાં ૪૩૦૦ ડોલર પણ પાર કરી ઉંચામાં ભાવ ૪૩૩૯નો નવો રેકોર્ડ બનાવી ૪૩૩૪ ડોલર રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં વ્યાજ દર ઘટતાં તથા ડોલર ઈન્ડેક્સ દબાણ હેઠળ આવતાં વૈશ્વિક સોનામાં ફંડોનું એક્ટીવ બાઈંગ જોવા મળ્યું હતું. સોનાના વૈશ્વિક ભાવ ૨૦૨૬ના નવા વર્ષમાં ઔંસના ૪૯૦૦ ડોલર થવાની શક્યતા ગોલ્ડમેન સેક દ્વારા બતાવાઈ હતી. 

આ અહેવાલો પાછળ મુંબઈ ઝવેરી બજારમાં આજે  ચાંદીના ભાવમાં આગઝરતી રેકોર્ડ તેજી ઝડપી ગતિએ આગળ વધતાં ભાવ નવા ઉછાળા વચ્ચે નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા.  સોનામાં પણ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો તથા ભાવ વધી નવો રેકોર્ડ બતાવતા જોવા મળ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૬૦૦૦ વધી રૂ.૧ લાખ ૯૦ હજારની નવી ટોચે પર પહોંચ્યા હતા. હવે નજર બે લાખના ભાવ પર રહી હતી. 

અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ પાંચ દિવસમાં રૂ.૧૬ હજાર વધી જતાં ખેલાડીઓ અવાક બની ગયા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૨૦૦નો તીવ્ર ઉછાળો બતાવી ભાવ ઉંચામાં રૂ.૧ લાખ ૩૭ હજારની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ બે દિવસમાં પાંચ હજાર ઉછળ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં આજે ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૧૯૫૧૮૦ રહ્યા હતા.  જ્યારે મુંબઈ સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૨૧૭૯ તથા ૯૯૯ના રૂ.૧૩૨૭૧૦ રહ્યા હતા.  જ્યારે મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ  આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

હાજર બજારની સાથોસાથ કોમોડિટી વાયદા બજારમાં આજે ચાંદીના માર્ચ વાયદાના ભાવ ઉછળી ઉંચામાં રૂ.બે લાખની સપાટી કુદાવી રૂ.૨૦૦૩૬૨ બોલાઈ જતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. જ્યારે સોનાનો ફેબુ્રઆરી વાયદો રૂ. ૨,૪૩૨ ઊછળીને રૂ. ૧,૩૪,૯૦૧ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ વધુ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને તેના પગલે દેશના સોના-ચાંદી બજારોમાં ભાવ રોજેરોજ નવા ઉંચા મથાળાઓ બતાવતા જોવા મળ્યા હતા. 

વૈશ્વિક ચાંદીના ભાવ આજે ઔંશના વધુ ઉછળી ઉંચામાં ૬૪ ડોલર વટાવી ૬૪.૫૭ થઈ ૬૪.૩૫થી ૬૪.૩૬ ડોલ ર રહ્યા હતા. દરમિયાન, પ્લેટીનમના ભાવ ઔંશના વધી ૧૭૩૬ થઈ ૧૭૩૧થી ૧૭૩૨ ડોલર રહ્યા હતા  જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના વધી ૧૫૨૬ થઈ ૧૫૧૯થી ૧૫૨૦ ડોલર રહ્યા હતા. ચાંદી માર્ચ વાયદો ઘરઆંગણે મોડી સાંજે ઉંચામાં રૂ.બે લાખ ૧૪૦૦ આસપાસ બોલાઈ રહ્યો હતો. ચાંદીમાં આ વર્ષે ઔદ્યોગિક માગ વધતાં તથા સપ્લાય ડેફીસીટ  રહેતાં વધતા ભાવોએ રોકાણકારો તથા સટ્ટોડિયાઓ પણ એક્ટીવ બન્યા હોવાનું બજારના જાણકારો  જણાવી રહ્યા હતા.

માઈક્રોસોફટના સ્બચૅ કરતાં ચાંદીનું માર્કેટકેપ ઉંચું

ચાંદીના ભાવ ઉછળતાં માઈક્રોસોફટના માર્કેટ કેપ કરતા ચાંદીનું માર્કેટ કેપ વધી જવા પામ્યું છે. ચાંદીના ભાવ આ  વર્ષે આશરે ૧૨૦ ટકા વધ્યા છે. આના પગલે ચાંદીનું માર્કેટ કેપ વધી આશરે ૩.૬૦ ટ્રીલીયન ડોલરે પહોંચ્યું છે. જ્યારે માઈક્રોસોફટનું માર્કેટ કેપીટલાઈઝેશન ૩.૫૯  ટ્રીલીયન ડોલર નોંધાયું છે. એમેઝોનનું માર્કેટ કેપ ૨.૪૬ ટ્રીલીયન ડોલર તથા આલ્ફાબેટ-ગુગલનું  માર્કેટ કેપ ૩.૮૦ ટ્રીલીયન ડોલર રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ઇન્ટર્નશિપ અંગે સ્થળની વ્યવસ્થા માટે યુનિ.-કોલેજનો સહકાર જરૂરી | University college cooperation is r…

ઇન્ટર્નશિપ અંગે સ્થળની વ્યવસ્થા માટે યુનિ.-કોલેજનો સહકાર જરૂરી | University college cooperation is r...

નાણાંકીય વ્યવહારમાં ક્રિપ્ટોનો વપરાશ કરતા ટોચના દસ દેશોમાં ભારતનો પણ સમાવેશ | India is also among th…

નાણાંકીય વ્યવહારમાં ક્રિપ્ટોનો વપરાશ કરતા ટોચના દસ દેશોમાં ભારતનો પણ સમાવેશ | India is also among th...

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને જેકપોટ, 330%નું બમ્પર વળતર | Sovereign Gold Bond investors hit jac…

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને જેકપોટ, 330%નું બમ્પર વળતર | Sovereign Gold Bond investors hit jac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદમાં ઝઘડાની અદાવતમાં એક શખ્સ પર હુમલો કરાયો | A man was attacked in the midst of a dispute in Ana…

આણંદમાં ઝઘડાની અદાવતમાં એક શખ્સ પર હુમલો કરાયો | A man was attacked in the midst of a dispute in Ana…

4 months ago
સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : દિલ્હી હાઇકોર્ટ | ED misused its power agains…

સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : દિલ્હી હાઇકોર્ટ | ED misused its power agains…

2 weeks ago
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો

સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો

1 year ago
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News