gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં પ્રદૂષણ સામે દેખાવો, અનેકની અટકાયત | Protests against pollution in Delhi many detained

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં પ્રદૂષણ સામે દેખાવો, અનેકની અટકાયત | Protests against pollution in Delhi many detained
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જીવ સામે જોખમ ઊભું કરતા પ્રશ્ને પ્રજા રસ્તા પર : કાયમી ઉકેલની માગ

– શિલા દીક્ષિતના સમયમાં ગ્રીન કેપિટલ ૩૯૧ એક્યુઆઇ સાથે દિલ્હી આજે દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ : દેખાવકારો

– દિલ્હી સરકાર સ્વચ્છ હવામાં શ્વાસ લેવાનો મૂળભૂત અધિકાર પૂરો પાડવામાં પણ નિષ્ફળ ગઈ હોવાનો દાવો

– દિલ્હીમાં રવિવારે સવારે એક્યુઆઈ ૩૯૧, સિઝનના સૌથી ખરાબ સ્તરે પહોંચ્યો, નેતાઓ માત્ર એકબીજા પર દોષ ઢોળી રહ્યા છે

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દાયકાથી હવાના પ્રદૂષણમાં અસહ્ય વધારો થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવી શકી નથી ત્યારે  રવિવારે સાંજે દિલ્હીમાં પ્રજા રસ્તા પર ઉતરી પડી હતી. પ્રદૂષણના મુદ્દે સેંકડો લોકો ઈન્ડિયા ગેટ પર ઉમટી પડયા હતા અને તેમણે રસ્તા જામ કરી દેખાવો કર્યા હતા તથા સૂત્રોચ્ચાર કર્યો હતો. પોલીસે દેખાવો કરી રહેલા સેંકડો લોકોની અટકાયત કરી હતી. દરમિયાન દિલ્હીમાં રવિવારે સવારે પણ હવાની ગુણવત્તા ‘અત્યંત ખરાબ’ કેટેગરીમાં હતી. દિલ્હીમાં રવિવારે હવાની ગુણવત્તા ૩૯૧ એક્યુઆઈ સાથે સિઝનના સૌથી ખરાબ સ્તરને સ્પર્શી ગઈ હતી.

ઈન્ડિયા ગેટ નજીક કર્તવ્ય પથ પર અચાનક જ એકત્ર થઈ ગયેલા સેંકડો દેખાવકારોએ દિલ્હીમાં હવા સ્વચ્છ કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા માગ કરી હતી. દેખાવકારોમાં અનેક માતાઓ તેમના સંતાનો સાથે આવી હતી. દરમિયાન દિલ્હીમાં રવિવારે તાપમાન ઘટીને ૧૧.૭ ડિગ્રી સે. નોંધાયું હતું, જે સામાન્ય રેન્જ કરતાં નીચું હતું. નીચા તાપમાનના પગલે દિલ્હી પર સ્મોગની ચાદર છવાઈ ગઈ હતી. પર્યાવરણવાદી ભાવરીન કંધારીએ કહ્યું કે, અમે પ્રદૂષણ મુદ્દે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પાસે મળવાનો સમય માગ્યો હતો, પરંતુ અમને મળવા દેવાતા નથી. અત્યારે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, પરંતુ ગ્રેપના ઉપાયો લાગુ કરાયા નથી. સરકાર તરફથી કોઈ સલાહ અપાઈ નથી. અત્યારે અહીં અનેક માતા-પિતા દેખાવોમાં જોડાયા છે, કારણ કે તેમના સંતાનો પ્રદૂષણની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. દરેક બાળકોના ફેફસાંને નુકસાન થઈ રહ્યું છે. લગભગ એક દાયકા જેટલા સમયથી તેઓ પ્રદૂષિત હવાનો ભોગ બની રહ્યા છે. 

અન્ય એક દેખાવકારે કહ્યું કે, સરકાર શ્વાસ લેવા માટે સ્વચ્છ હવાનો મૂળભૂત અધિકાર પૂરો પાડવામાં પણ નિષ્ફળ ગઈ છે. શિલા દીક્ષિતના સમયમાં દિલ્હી ગ્રીન કેપિટલ તરીકે ઓળખાતું હતું. આજે દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હીનો સમાવેશ થાય છે. નેતાઓ જવાબદારી લેવાના બદલે માત્ર એકબીજા પર દોષ ઢોળી રહ્યા છે.

એક દેખાવકારે કહ્યું કે, ખાનગી મોનિટર અનેક જગ્યાએ એક્યુઆઈ ૯૯૯ને પાર થઈ ગયો હોવાનું દર્શાવે છે. આવા સમયે અધિકારીઓ નક્કર કાર્યવાહી કરવાના બદલે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો બંધ કરાવી રહ્યા છે. લોકો માત્ર શ્વાસ લેવાનો અધિકાર માગી રહ્યા છે. છેલ્લા ૧૫ દિવસથી અમે લોકડાઉન કે શટડાઉન જેવું કશું જ સાંભળ્યું નથી. માત્ર ક્લાઉડ સીડિંગ અને ધ્યાન ભટકાવવાવાળી વાતો સાંભળી છે. આ સ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ છે.

દેખાવકારોએ આક્ષેપ કર્યો કે દિલ્હી પોલીસ તેમને દેખાવો કરવાની મંજૂરી આપી નથી રહી. તેમણે દિલ્હી પોલીસ મુર્દાબાદનો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. બીજીબાજુ ઈન્ડિયા ગેટ પર દેખાવકારોની વધતી ભીડ અને શાંતિ ભંગ થવાની આશંકાઓને જોતા પોલીસે આકરું વલણ અપનાવ્યું હતું. દિલ્હી પોલીસે અનેક દેખાવકારોની અટકાયત કરી હતી. 

નવી દિલ્હીના ડીસીપી દેવેશ કુમાર મહલાએ કહ્યું કે, ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી. કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે દેખાવકારોની અટકાયત કરાઈ છે. ેદિલ્હી પોલીસના એક અધિકારીએ કહ્યું કે માત્ર જંતર-મંતરને જ વિરોધ સ્થળ તરીકે નોમિનેટ કરાયું છે. યોગ્ય પ્રક્રિયાનું પાલન કરીને ત્યાં દેખાવોની મંજૂરી મેળવી શકાય છે.

દરમિયાન રવિવારે પણ દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘અત્યંત ખરાબ’ કેટેગરીમાં રહી હતી. દિલ્હીમાં એકંદર એક્યુઆઈ ૩૯૧ હતો તેમ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કહ્યું હતું. બોર્ડની સમીર એપના ડેટા મુજબ દિલ્હીમાં ૨૪ મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા ‘ગંભીર’ કેટેગરીમાં હતી જ્યારે ૧૧ સ્ટેશનો પર ૩૦૦થી ઉપરના એક્યુઆઈ સાથે હવાની ગુણવત્તા ‘અત્યંત ખરાબ’ સ્તર પર હતી.

– સુપ્રીમ કોર્ટ પોતાની મજાક ના બનાવે

નવી દિલ્હી: દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર પ્રદૂષણના વિરોધમાં થયેલા દેખાવોમાં પશુપ્રેમીઓ પણ જોડાઈ ગયા હતા. તેમણે રસ્તા પરથી રખડતા કૂતરાઓને હટાવવા અંગે સુપ્રીમ કોર્ટના નવા આદેશની આકરી ટીકા કરી હતી. એક દેખાવકારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પશુઓને હટાવવાની વાત કરી રહી છે, પરંતુ હકીકતમાં પ્રદૂષણ દૂર કરવા પર વાત થવી જોઈએ. દિલ્હીમાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. લોકોએ શ્વાસ લેવા માટે ઈન્હેલરનો આશરો લેવો પડી રહ્યો છે. સરકાર પાસે પ્રદૂષણ સહિત મહત્વના મુદ્દાઓનો કોઈ જવાબ નથી ત્યારે સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરાઓના મુદ્દે સુનાવણી થઈ રહી છે. દેખાવકારોએ રખડતા કૂતરાઓની સમસ્યા મુદ્દે વૈજ્ઞાાનિક અને તાર્કીક સમાધાન અપનાવવા માગ કરી હતી. તેમણે કહ્યું સુપ્રીમ કોર્ટ પોતાની મજાક ના બનાવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …
INDIA

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

April 1, 2026
Next Post
નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચિમકી | Threat of agitation if evening ST b…

નડિયાદથી આણંદની સાંજની એસટી બસ શરૂ નહીં કરાય તો આંદોલનની ચિમકી | Threat of agitation if evening ST b...

નડિયાદના ભુમેલમાં તમારો હક નથી કહી હુમલો કરી જમીન પચાવી પાડી | In Nadiad Bhumel people attacked and …

નડિયાદના ભુમેલમાં તમારો હક નથી કહી હુમલો કરી જમીન પચાવી પાડી | In Nadiad Bhumel people attacked and ...

નડિયાદમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદે દુકાનોનું બાંધકામ તંત્રએ અટકાવ્યું | The administration stopped …

નડિયાદમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદે દુકાનોનું બાંધકામ તંત્રએ અટકાવ્યું | The administration stopped ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

1 year ago
બિઝનેસમેનના અપહરણ કેસમાં જેલનો કર્મચારી હજી ફરાર | Jail employee still absconding in businessman’s k…

બિઝનેસમેનના અપહરણ કેસમાં જેલનો કર્મચારી હજી ફરાર | Jail employee still absconding in businessman’s k…

4 months ago
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા મામલે ભારતનું કડક વલણ, વિદેશ મંત્રાલયે કહ્યું- ‘તાત્કાલિક કડક કાર્યવા…

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા મામલે ભારતનું કડક વલણ, વિદેશ મંત્રાલયે કહ્યું- ‘તાત્કાલિક કડક કાર્યવા…

3 months ago
26/11 મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણાને પટિયાલા કોર્ટ લાવવાની તૈયારી, NIA આજે જ કરશે પૂછપરછ

26/11 મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણાને પટિયાલા કોર્ટ લાવવાની તૈયારી, NIA આજે જ કરશે પૂછપરછ

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News