gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દેશની એન્જિનિયરિંગ નિકાસમાં નોંધપાત્ર ઘટાડો | Significant decline in the country’s engineering expor…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in Business
0 0
0
દેશની એન્જિનિયરિંગ નિકાસમાં નોંધપાત્ર ઘટાડો | Significant decline in the country’s engineering expor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : પશ્ચિમ એશિયા યુદ્ધ અને શિપિંગ રૂટ બંધ થવાને કારણે ભારતની એન્જિનિયરિંગ ક્ષેત્રની નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના બજારમાં શિપમેન્ટમાં ૬૬.૮% અને સાઉદી અરેબિયામાં ૪૫%નો ઘટાડો થયો છે. માર્ચમાં યુએઈમાં એન્જિનિયરિંગ માલની નિકાસ ઘટીને ૨૩૭.૪ મિલિયન ડોલર થઈ ગઈ જે પાછલા વર્ષના સમાન સમયગાળામાં ૭૧૪.૮ મિલિયન ડોલર હતી. સાઉદી અરેબિયાની નિકાસ માર્ચ ૨૦૨૫ માં ૪૫૦.૫ મિલિયન ડોલર થી ઘટીને ૨૪૭.૭ મિલિયન ડોલર થઈ હતી.

યુએઈ વેપાર-ટ્રાન્સશિપમેન્ટ હબ હોવાથી, ઘણા ભારતીય નિકાસકારો યુરોપ, આફ્રિકા અને યુએસએ સાથે વધુ વેપાર માટે ત્યાં વેરહાઉસ ધરાવે છે. આ ક્ષેત્રમાં તાજેતરના ભૂ-રાજકીય સંઘર્ષોએ પણ આ વેરહાઉસ પ્રવૃત્તિઓને અસર કરી છે તેમ એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું હતું.

મુખ્ય પશ્ચિમ એશિયાઈ બજારોમાં ફટકો પડયો હોવા છતાં. આ મહિના દરમિયાન એકંદર એન્જિનિયરિંગ ક્ષેત્રની નિકાસ ૧.૧૩% વધીને ૧૦.૯૪ બિલિયન ડોલર થઈ હતી. ૨૦૨૫-૨૬ દરમિયાન એન્જિનિયરિંગ ક્ષેત્રની નિકાસ ૪.૮૬% વધીને ૧૨૨.૪૩ બિલિયન ડોલર થઈ હતી.

૨૦૨૫-૨૬ માં કુલ વેપારી નિકાસમાં આ ક્ષેત્રનો હિસ્સો ૨૭.૭૧% હતો. માર્ચ ૨૦૨૬માં આ હિસ્સો ૨૮.૧૧% થી પણ વધુ સારો હતો. આગળ જતાં, નિકાસ ગતિને ટકાવી રાખવા અને લાંબા ગાળાના નિકાસ લક્ષ્યો તરફ આગળ વધવા માટે ક્ષેત્રીય સ્થિતિસ્થાપકતા, બજાર વૈવિધ્યકરણ અને લક્ષિત નીતિગત હસ્તક્ષેપોનું સંયોજન મહત્વપૂર્ણ બની રહેશે.

સપ્ટેમ્બર અને જાન્યુઆરી દરમિયાન વધારાના ટેરિફ દબાણ હોવા છતાં, યુએસ ભારતીય એન્જિનિયરિંગ નિકાસ માટે સૌથી મોટું બજાર રહ્યું, જે ૫૦% જેટલું ઊંચું હતું. યુએસમાં નિકાસ ૨.૩% વધીને ૧૯.૬ બિલિયન ડોલર થઈ હતી.

અન્ય ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા બજારોમાં જર્મનીનો સમાવેશ થાય છે જ્યાં શિપમેન્ટ વાર્ષિક ધોરણે ૧૪.૬% વધીને ૪.૯૬ બિલિયન ડોલર, યુકે ૧૮.૨% વધીને ૪.૭૪ બિલિયન ડોલર, ચીન ૩૨.૪% વધીને ૩.૫૩ બિલિયન ડોલર અને કોરિયા ૧૬.૭% વધીને ૩.૦૩ બિલિયન ડોલર રહ્યા હતા. નેધરલેન્ડ્સ, વિયેતનામ, સ્પેન અને બેલ્જિયમ બજારો અન્ય ઉચ્ચ પ્રદર્શન બજારો હતા. 

લોખંડ અને સ્ટીલ અને તેમના ઉત્પાદનોની નિકાસ ૭% વધીને ૨૦.૬૭ અબજ ડોલર થઈ હતી. અન્ય ધાતુ ઉત્પાદનોની નિકાસ ૧૯% વધીને ૧૪.૧૯ અબજ ડોલર થઈ હતી. ઔદ્યોગિક મશીનરીની નિકાસ ૭% વધીને ૧૫.૩૬ અબજ ડોલર અને ઇલેક્ટ્રિકલ મશીનરીની નિકાસ ૭% વધીને ૧૫.૩ અબજ ડોલર થઈ.

ઓટો સેક્ટરની નિકાસ ૧૪.૩% વધીને ૨૬.૮ અબજ ડોલર થઈ હતી. એન્જિનિયરિંગ ક્ષેત્રની નિકાસમાં આ ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ હતો. ઓટો સેક્ટરમાં, મોટર વાહન અને કારની નિકાસ ૨૩% વધીને ૧૧.૦૮ અબજ ડોલર થઈ હતી. ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરની નિકાસ ૨૪% વધીને ૩.૯ અબજ ડોલર જ્યારે ઓટો કોમ્પોનન્ટ નિકાસ ૫% વધીને ૮.૫૬ અબજ ડોલર રહી હતી. ટાયરની નિકાસ ૪% વધીને ૩.૨૦ અબજ ડોલર જયારે બાંધકામ મશીનરીની નિકાસ ૨૦% વધીને $૩.૬ બિલિયન થઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …
Business

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …

June 10, 2026
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…
Business

MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

June 10, 2026
વાહનોના વેચાણમાં EVનો  હિસ્સો વધીને 11%
Business

વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 11%

June 10, 2026
Next Post
2026માં FIIની અત્યાર સુધી કેશમાં રૂપિયા 2,27,000 કરોડની વેચવાલી | FIIs have sold Rs 2 27 000 crore i…

2026માં FIIની અત્યાર સુધી કેશમાં રૂપિયા 2,27,000 કરોડની વેચવાલી | FIIs have sold Rs 2 27 000 crore i...

અમદાવાદ-ગોધરા વચ્ચે 120 કિ.મી. સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનશે, એક્સપ્રેસ વે સાથે કનેક્ટિવિટી વધશે …

અમદાવાદ-ગોધરા વચ્ચે 120 કિ.મી. સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનશે, એક્સપ્રેસ વે સાથે કનેક્ટિવિટી વધશે ...

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો… સમાચાર આવતાં જ બદલાયું ઘણું બધું ! ભારત માટે આવી 3 ગુડ ન્યૂઝ | Strait of H…

હોર્મુઝ જળમાર્ગ ખુલ્યો… સમાચાર આવતાં જ બદલાયું ઘણું બધું ! ભારત માટે આવી 3 ગુડ ન્યૂઝ | Strait of H…

2 months ago
“ગીરકેસરી” ઇકો ક્લબ,મોટાસુરકા પ્રા.શાળા દ્વારા કરુણા અભિયાનની અનોખી ઉજવણી કરવામાં આવી.

“ગીરકેસરી” ઇકો ક્લબ,મોટાસુરકા પ્રા.શાળા દ્વારા કરુણા અભિયાનની અનોખી ઉજવણી કરવામાં આવી.

5 months ago
ભારત અને યુએઇ વચ્ચે સંરક્ષણ, સ્પેસ, એનર્જી, રોકાણનાં ક્ષેત્રમાં કરાર | Agreements between India and …

ભારત અને યુએઇ વચ્ચે સંરક્ષણ, સ્પેસ, એનર્જી, રોકાણનાં ક્ષેત્રમાં કરાર | Agreements between India and …

5 months ago
જાહેરનામા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા પૂરતા નહીં, તેને લોકો સુધી પહોંચાડો : ગુજરાત હાઈકોર્ટનું ફરમાન | gu…

જાહેરનામા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા પૂરતા નહીં, તેને લોકો સુધી પહોંચાડો : ગુજરાત હાઈકોર્ટનું ફરમાન | gu…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News