gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળ, હવે મિનિટોમાં ખાતામાં આ…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in Business
0 0
0
નોકરિયાતો માટે કેન્દ્ર સરકારની મોટી ભેટ: UPI આધારિત PF ઉપાડનું ટેસ્ટિંગ સફળ, હવે મિનિટોમાં ખાતામાં આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UPI Based Withdrawal: કેન્દ્ર સરકાર દેશના કરોડો નોકરિયાત વર્ગ માટે પીએફમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયાને અત્યંત સરળ અને ઝડપી બનાવવા જઈ રહી છે. હવે EPF ખાતાધારકો UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) દ્વારા સીધા પોતાના પીએફના પૈસા ઉપાડી શકશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, સરકારે આ નવી ટેક્નોલોજી આધારિત સુવિધાનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ પૂર્ણ કરી લીધું છે. આથી હવે એનો ઉપયોગ દરેક નોકરિયાત વર્ગ કરી શકશે.

UPI PIN દ્વારા જ મિનિટોમાં થશે ટ્રાન્ઝેક્શન

કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, નવી સુવિધા હેઠળ EPFO સભ્યોને તેમના ખાતામાં ઉપલબ્ધ અને ઉપાડી શકાય તેટલું બેલેન્સ લાઈવ જોવા મળશે. ત્યારબાદ સભ્યો પોતાના બેંક ખાતા સાથે લિંક કરાયેલા UPI PINનો ઉપયોગ કરીને આ ટ્રાન્ઝેક્શન સેકન્ડોમાં પૂર્ણ કરી શકશે. આ રીતે ઉપાડેલી રકમ સીધી સભ્યના લિંક થયેલા બેંક ખાતામાં જમા થઈ જશે, જેનો ઉપયોગ તેઓ ડિજિટલ પેમેન્ટ માટે અથવા ATM માંથી રોકડ ઉપાડવા માટે કરી શકશે.

હાલની પ્રક્રિયા અને નવા ફેરફાર વચ્ચેનો તફાવત

હાલની વ્યવસ્થા મુજબ, જો કોઈ ખાતાધારકને પીએફના પૈસા ઉપાડવા હોય, તો તેમણે ઓનલાઈન ક્લેમ કરવો પડે છે. ત્યારબાદ EPFO દ્વારા દસ્તાવેજોની વેરિફિકેશન પ્રક્રિયા થાય છે અને મંજૂરી મળ્યા બાદ જ રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. આ પરંપરાગત પ્રક્રિયામાં સામાન્ય રીતે કેટલાક દિવસોનો સમય લાગી જાય છે. જોકે, નવી UPI આધારિત સિસ્ટમ અમલમાં આવ્યા બાદ સભ્યોને ઈમરજન્સીના સમયે ત્વરિત નાણાં મળી રહેશે.

ઓટો-સેટલમેન્ટ મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરાઈ

EPFO એ ઓટો-સેટલમેન્ટ હેઠળ ક્લેમની મર્યાદામાં પણ મોટો વધારો કર્યો છે. હવે 5 લાખ રૂપિયા સુધીના પીએફ ક્લેમ કોઈપણ માનવીય દખલગીરી વિના ઓટોમેટિક મોડમાં સેટલ થઈ શકશે. અગાઉ આ ઓટો-સેટલમેન્ટની મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા સુધીની જ હતી. આ ઐતિહાસિક ફેરફારથી મેન્યુઅલ કામગીરી ઘટશે અને ક્લેમ સેટલમેન્ટની ઝડપ બમણી થઈ જશે.

‘EPFO 3.0’ હેઠળ ડિજિટલ ક્રાંતિ

આ નવી સુવિધા ગૂગલ પ્લેટફોર્મ અને કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા મિશન હેઠળ શરૂ કરાયેલા ‘EPFO 3.0’ પ્રોજેક્ટનો એક મહત્ત્વનો ભાગ છે. EPFO 3.0 અંતર્ગત પીએફ સંબંધિત તમામ સેવાઓનું સંપૂર્ણ ડિજિટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. આ અપગ્રેડેશન પછી યુઝર્સને UPI દ્વારા વિડ્રોઅલ, એટીએમ દ્વારા પીએફ ઉપાડ, સરળ એકાઉન્ટ ટ્રાન્સફર અને ઝડપી ઓટો-ક્લેમ સેટલમેન્ટ જેવી અત્યાધુનિક સેવાઓનો લાભ મળશે.

ખાતામાંથી કેટલા પૈસા ઉપાડી શકાશે?

ભવિષ્યની સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને સભ્યોને તેમના કુલ પીએફ બેલેન્સમાંથી એક નક્કી કરેલી મર્યાદા સુધી જ UPI અથવા ATM દ્વારા નાણાં ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે. પ્રારંભિક માહિતી મુજબ, સભ્યો પોતાના ખાતામાંથી 50 ટકાથી લઈને મહત્તમ 75 ટકા સુધીની રકમ ઉપાડી શકશે. બાકીની રકમ સભ્યની નિવૃત્તિની બચત તરીકે ખાતામાં સુરક્ષિત રાખવામાં આવશે.

કઈ શરતો અને KYC પૂર્ણ કરવી ફરજિયાત છે?

જો કોઈ સભ્ય આ સુવિધાનો લાભ લેવા માંગતા હોય, તો તેમના ખાતામાં નીચે મુજબની વિગતો અપડેટ હોવી અનિવાર્ય છે:

• એક્ટિવ UAN નંબર હોવો જરૂરી છે.

• UAN નંબર સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ.

• પાન કાર્ડ અને બેંક ખાતાની KYC પ્રક્રિયા પૂર્ણ હોવી જોઈએ.

• બેંક એકાઉન્ટની વિગતો સચોટ IFSC કોડ સાથે અપડેટ હોવી જોઈએ.

• ઓટીપી મેળવવા માટે સક્રિય મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવો જરૂરી છે.

જો કોઈ પણ ખાતાધારકની KYC પ્રક્રિયા અધૂરી હશે, તો તેઓ આ હાઈટેક UPI અને ATM આધારિત પીએફ ઉપાડ સુવિધાનો લાભ મેળવી શકશે નહીં.

ક્લેમ સેટલમેન્ટમાં રેકોર્ડબ્રેક વધારો

શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન EPFO એ રેકોર્ડબ્રેક 8.31 કરોડ ક્લેમ સેટલ કર્યા છે, જે નાણાકીય વર્ષ 2024-25 માં 6.01 કરોડ હતા. આ કુલ ક્લેમમાંથી 5.51 કરોડ જેટલા ક્લેમ એડવાન્સ અથવા આંશિક ઉપાડ માટેના હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે, આશરે 71.11 ટકા એડવાન્સ ક્લેમ માત્ર 3 દિવસની અંદર જ ઓટો મોડમાં પ્રોસેસ કરીને સેટલ કરી દેવામાં આવ્યા હતા, જે વિભાગની કાર્યક્ષમતા દર્શાવે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
લોન ડિફોલ્ટર્સને RBIનો ઝટકો! EMI નહીં ચૂકવો તો સ્માર્ટફોન ફીચર્સ ડિસેબલ કરશે બેન્ક | RBI Draft Rules…

લોન ડિફોલ્ટર્સને RBIનો ઝટકો! EMI નહીં ચૂકવો તો સ્માર્ટફોન ફીચર્સ ડિસેબલ કરશે બેન્ક | RBI Draft Rules...

ટાયર ટુ અને થ્રી શહેરોમાં ક્રેડિટ કાર્ડનું ચલણ વધ્યું | Credit card usage increased in tier two and …

ટાયર ટુ અને થ્રી શહેરોમાં ક્રેડિટ કાર્ડનું ચલણ વધ્યું | Credit card usage increased in tier two and ...

ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ નવા ઉચ્ચ સ્તરે પહોંચે તેવી વકી : ક્રિસિલ | India’s crude oil trade defici…

ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ નવા ઉચ્ચ સ્તરે પહોંચે તેવી વકી : ક્રિસિલ | India's crude oil trade defici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી બે દરગાહો તોડી પડાઈ, વક્ફ બોર્ડમાં રજિસ્ટર્ડ હતી | gand…

ગાંધીનગરના પેથાપુરમાં સરકારી જમીન પર બાંધેલી બે દરગાહો તોડી પડાઈ, વક્ફ બોર્ડમાં રજિસ્ટર્ડ હતી | gand…

8 months ago
જામનગરમાં નારાયણ નગર વિસ્તારમાં રહેતા મનરોગી યુવાન પર હુમલો કરી માથું ફોડી અને પગ ભાંગી નાખ્યો : પાડ…

જામનગરમાં નારાયણ નગર વિસ્તારમાં રહેતા મનરોગી યુવાન પર હુમલો કરી માથું ફોડી અને પગ ભાંગી નાખ્યો : પાડ…

10 months ago
અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો ‘બ્રોકન એરો’ની રહસ્યમય ઘટનાઓ | US Lost 32 N…

અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો ‘બ્રોકન એરો’ની રહસ્યમય ઘટનાઓ | US Lost 32 N…

4 months ago
BIG NEWS| સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતી: આસામના CMનો ઘટસ્ફોટ | Zubeen Garg Wa…

BIG NEWS| સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતી: આસામના CMનો ઘટસ્ફોટ | Zubeen Garg Wa…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News