gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in Business
0 0
0
બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક મોરચે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્વના અંત અને ડિલની શકયતાના ફરી અહેવાલ વહેતાં થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ત્રણથી ચાર ટકા ઘટી આવતાં અને કોર્પોરેટ પરિણામો ખાસ કેપિટલ ગુડઝ-પાવર કંપનીઓના પ્રોત્સાહક નીવડતાં ફંડોએ આજે આરંભિક કલાકોમાં શેરોમાં તેજી કરી હતી. ક્રુડ ઓઈલના ભાવ ઘટવા સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો મજબૂત બની છેલ્લે ૯૫.૬૭ જેટલો રહેતાં  પોઝિટીવ અસરે અને દેશમાં  વીજળીનો વપરાશ તીવ્ર વધતાં અને એલ્યુમીનિયમના ભાવ વિશ્વ બજારમાં ચાર વર્ષની ઊંચાઈએ પહોંચી જતાં ફંડોની પાવર-કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ શેરોમાં તેજી થઈ હતી. સેન્સેક્સ આરંભિક ટ્રેડિંગ કલાકોમાં નેગેટીવ-પોઝિટીવ ઝોનમાં સાંકડી વધઘટે અથડાતો રહી એક સમયે ૨૧૪.૯૮ પોઈન્ટ વધીને ઉપરમાં ૭૬૨૨૪.૬૮ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં વેચવાલી થતાં નીચામાં ૭૫૭૪૮.૨૧ સુધી આવી અંતે ૧૪૧.૯૦ પોઈન્ટ ઘટીને ૭૫૮૬૭.૮૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૩૯૮૩.૨૦ થઈ નીચામાં ૨૩૮૫૮.૨૫ સુધી આવ અંતે ૬.૫૫ પોઈન્ટ ઘટીને ૨૩૯૦૭.૧૫ બંધ રહ્યો હતો.

પાવર શેરોમાં આગઝરતી તેજી : પાવર ગ્રીડ, એનટીપીસી, સીજી પાવર, સિમેન્સ એનજીૅ ઉછળ્યા

અસહ્ય ગરમીના કારણે દેશભરમાં વીજળીની માંગમાં તીવ્ર વધારો થયાના અહેવાલોએ પાવર કંપનીઓની માંગમાં જબ્બર ઉછાળો નોંધાશે એવા અંદાજોએ આજે પાવર કંપનીઓના શેરોમાં ફંડોએ લાવલાવ કરી મૂકતાં આગઝરતી તેજી જોવાઈ હતી. સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૩૦૯.૯૫ ઉછળીને રૂ.૩૭૭૨.૯૫,  સીજી પાવર રૂ.૫૫.૯૦ ઉછળીને રૂ.૯૩૫.૧૦, એબીબી ઈન્ડિયા રૂ.૪૧૧.૦૫ વધીને રૂ.૭૨૧૭.૩૦, સુઝલોન રૂ.૩.૦૮ વધીને રૂ.૫૭.૬૭, સિમેન્સ રૂ.૨૦૫.૮૫ વધીને રૂ.૩૮૮૦.૫૫, જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૨૫૩.૭૫ વધીને રૂ.૫૧૦૦.૩૦, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૨૭.૫૫ વધીને રૂ.૬૦૩.૫૦, પાવર ઈન્ડિયા રૂ.૧૫૭૬ વધીને રૂ.૩૭,૫૫૫.૯૫, થર્મેક્સ રૂ.૧૬૧.૩૫ વધીને રૂ.૪૫૯૩ રહ્યા હતા. બીએસઈ પાવર ઈન્ડેક્સ ૨૬૮.૯૧ પોઈન્ટ વધીને ૮૪૯૭.૦૮ બંધ રહ્યો હતો.

કમિન્સના રિઝલ્ટે શેર રૂ.૬૦૧ ઉછળ્યો : અપાર ઈન્ડ. રૂ.૯૦૫, એઆઈએ રૂ.૨૯૩, ઝેનટેક રૂ.૯૨  ઉછળ્યા

કંપનીઓના ત્રિમાસિક પરિણામોનું આજે કેપિટલ ગુડઝ શેરોમાં ખરીદીનું મોટું આકર્ષણ રહ્યું હતું. કમિન્સ ઈન્ડિયાનો ત્રિમાસિક ચોખ્ખો નફો વધીને રૂ.૫૪૯ કરોડ થતાં અને કંપનીએ ૨૩૦૦ ટકા અંતિમ ડિવિડન્ડ જાહેર કરતાં શેર રૂ.૬૦૧.૪૦ ઉછળીને રૂ.૬૦૨૨.૮૫ રહ્યો હતો. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૦૪.૯૫ વધીને રૂ.૧૩,૪૫૦.૦૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૨૯૩.૩૦ વધીને રૂ.૪૪૨૩.૦૫, એબીબી ઈન્ડિયા રૂ.૪૧૧.૦૫ વધીને રૂ.૭૨૧૭.૩૦, ઝેનટેક રૂ.૯૧.૯૦ વધીને રૂ.૧૬૯૪.૮૫, સિમેન્સ રૂ.૨૦૫.૮૫ વધીને રૂ.૩૮૮૦.૫૫, પ્રીમિયર એનજીૅ રૂ.૩૧.૩૫ વધીને રૂ.૧૦૪૭.૯૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૮૧.૬૫ વધીને રૂ.૧૮૩૨ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૫૪૦.૩૭ પોઈન્ટ ઉછળીને ૮૧૬૪૭.૯૧ બંધ રહ્યો હતો. 

ક્રુડના ભાવ ચાર ટકા તૂટતાં ઓટો શેરોમાં એક્સાઈડ રૂ.૨૮, ટીઆઈ રૂ.૧૭૫, બજાજ ઓટો રૂ.૨૧૯ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ચાર ટકા જેટલા ઘટી આવતાં પેટ્રોલ, ડિઝલના  ભાવ વધારાને બ્રેક લાગવાની અપેક્ષાએ ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડો ઘટાડે લેવાલ રહ્યા હતા. એક્સાઈડ રૂ.૨૭.૮૦ વધીને રૂ.૩૯૪.૦૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૭૪.૭૫ વધીને રૂ.૩૨૧૨.૪૦, મધરસન રૂ.૬.૫૦ વધીને રૂ.૧૪૨.૨૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૫.૧૦ વધીને રૂ.૪૦૦.૭૫, બજાજ ઓટો રૂ.૨૧૯.૦૫ વધીને રૂ.૧૦,૮૧૦.૨૫, અશોક લેલેન્ડ રૂ.૩ વધીને રૂ.૧૬૩.૫૫, હીરો મોટોકોર્પ રૂ.૯૧.૩૦ વધીને રૂ.૫૦૭૪.૩૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૩૨.૨૦ વધીને રૂ.૧૯૧૫.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૭૬.૭૯ પોઈન્ટ વધીને ૫૯૧૦૫.૨૨ બંધ રહ્યો હતો.

એલ્યુમીનિયના ભાવ ચાર વર્ષની ટોચે : હિન્દાલ્કો રૂ.૪૫, નાલ્કો રૂ.૧૭ ઉછળ્યા : ટાટા સ્ટીલ વધ્યો

મેટલ-માઈનીંગ શેરોમાં આજે વિશ્વ બજારમાં એલ્યુમીનિયમના ભાવ ચાર વર્ષની ટોચે પહોંચવાના પરિણામે ફંડો લેવાલ રહ્યા હતા. હિન્દાલ્કો રૂ.૪૫.૩૦ વધીને રૂ.૧૧૪૯.૫૦, નાલ્કો રૂ.૧૬.૫૫ વધીને રૂ.૪૩૨.૫૫, ટાટા સ્ટીલ રૂ.૪.૩૦ વધીને રૂ.૨૧૪.૭૫, એનએમડીસી રૂ.૧.૫૩ વધીને રૂ.૯૨.૨૭, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૫.૬૦ વધીને રૂ.૧૩૦૯.૫૫, સેઈલ રૂ.૨.૩૫ વધીને રૂ.૨૦૬.૧૦ રહ્યા હતા.  બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૬૭.૦૯ પોઈન્ટ વધીને ૪૪૭૯૫.૩૦ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સિલેક્ટિવ તેજી : અંબર રૂ.૨૧૮, ટાઈટન રૂ.૩૯, એશીયન પેઈન્ટ રૂ.૨૫ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોની સિલેક્ટિવ ખરીદી જળવાઈ હતી. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૧૮.૫૦ વધીને રૂ.૭૫૩૦, બર્જર પેઈન્ટ રૂ.૧૧.૩૦ વધીને રૂ.૫૨૬.૯૦, પીજી ઈલેક્ટ્રો રૂ.૮.૮૦ વધીને રૂ.૪૭૬.૦૫, એશીયન પેઈન્ટ રૂ.૨૫.૪૫ વધીને રૂ.૨૬૭૨.૪૦, ટાઈટન કંપની રૂ.૩૮.૬૫ વધીને રૂ.૪૧૪૪.૨૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૯.૨૫ વધીને રૂ.૧૨૧૦.૨૫, બ્લુ સ્ટાર રૂ.૧૨.૪૫ વધીને રૂ.૧૬૫૪.૪૦, ડિક્સન રૂ.૮૦.૦૫ વધીને રૂ.૧૧૭૫૩.૨૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૭૦.૩૯ પોઈન્ટ વધીને ૫૮૪૬૨.૬૧ બંધ રહ્યો હતો. 

બેંકેક્સ ઈન્ડેક્સ ૩૦૦ પોઈન્ટ ઘટયો : એચડીએફસી બેંક ગબડયો : એલઆઈસી હોલ્ડિંગ વેચાણે ઘટયો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ખાસ ખાનગી બેંક શેરોમાં ફંડો વેચવાલ રહેતાં નરમાઈ જોવાઈ હતી. એચડીએફસી બેંક રૂ.૨૦.૫૦ તૂટીને રૂ.૭૫૮.૫૦, એયુ સ્મોલ બેંક રૂ.૭.૬૦ ઘટીને રૂ.૧૦૦૪.૯૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૬.૩૫ ઘટીને રૂ.૧૨૭૨.૮૦, બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૯૯.૬૩ પોઈન્ટ ઘટીને ૬૧૭૯૬.૫૯ બંધ રહ્યો હતો. ફાઈનાન્સ, અન્ય બેંક શેરોમાં વીએલએસ ફાઈનાન્સ રૂ.૧૩.૩૫ ઘટીને રૂ.૨૨૫.૨૫, ઓસ્વાલ ગ્રીન રૂ.૧.૩૮ તૂટીને રૂ.૨૩.૯૬, એમસીએક્સ રૂ.૧૪૭.૨૦ ઘટીને રૂ.૩૧૫૯.૮૦, મનીબોક્સ રૂ.૩.૦૭ ઘટીને રૂ.૭૧.૯૩, એલઆઈસી ઓફ ઈન્ડિયામાં સરકાર બે ટકા હોલ્ડિંગ વેચીને રૂ.૧૦,૦૦૦ કરોડ ઊભા કરશે એવા અહેવાલે શેર રૂ.૨૫.૨૫ ઘટીને રૂ.૮૨૯.૯૦, એન્જલ વન રૂ.૭.૨૫ ઘટીને રૂ.૩૩૭.૧૫ રહ્યા હતા.

એચએનઆઈ, ફંડોનું સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં જળવાયેલું આકર્ષણ : ૨૨૨૦ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું આકર્ષણ વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૦૨  સ્ક્રિપમાંથી  વધનારની સંખ્યા ૨૦૬૭થી વધીને ૨૨૨૦ અને ઘટનારની સંખ્યા ૧૯૯૬ રહી હતી.  રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૦૪ લાખ કરોડ વધીને રૂ.૪૭૦.૭૫ લાખ કરોડ પહોંચ્યું

સેન્સેક્સ, નિફટીના નરમાઈ સામે પાવર, કેપિટલ ગુડઝ, મેટલ શેરો સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૦૪ લાખ કરોડ વધીને રૂ.૪૭૦.૭૫  લાખ કરોડ રહ્યું હતું.

બકરી ઈદ નિમિતે આજે-ગુરૂવારે શેર બજારો બંધ રહેશે

બકરી ઈદ નિમિતે ૨૮, મે ૨૦૨૬ના ગુરૂવારના રોજ શેર બજારો બીએસઈ અને એનએસઈ ટ્રેડિંગ માટે બંધ રહેશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગુજરાત આવેલા વાઘનો વંશવેલો વધારવા માટે MPથી બે વાઘણ દાહોદના જંગલમાં છોડાશે | Gujarat Launches Tiger …

ગુજરાત આવેલા વાઘનો વંશવેલો વધારવા માટે MPથી બે વાઘણ દાહોદના જંગલમાં છોડાશે | Gujarat Launches Tiger ...

હવાઈ મુસાફરો સાવધાન! આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઈટ રદ, જાણો વિગત | Air India Cancels Seve…

હવાઈ મુસાફરો સાવધાન! આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઈટ રદ, જાણો વિગત | Air India Cancels Seve...

કચ્છ: ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો, 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત |…

કચ્છ: ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો, 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોર્નિંગ વોક કરતા યુવકને ચોર સમજી દોરડે બાંધી પાઇપથી માર્યો | Emén alúwél a riri ngeni efóch sepi me…

મોર્નિંગ વોક કરતા યુવકને ચોર સમજી દોરડે બાંધી પાઇપથી માર્યો | Emén alúwél a riri ngeni efóch sepi me…

9 months ago
ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત | Two Gu…

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત | Two Gu…

11 months ago
સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર હેરજના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા | Haraj accused of raping minor sen…

સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર હેરજના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા | Haraj accused of raping minor sen…

5 months ago
પતિએ પણ રસોઇ બનાવવી પડે, કપડાં ધોવા પડે, પત્ની નોકર નથી : સુપ્રીમ | Husband also has to cook wash cl…

પતિએ પણ રસોઇ બનાવવી પડે, કપડાં ધોવા પડે, પત્ની નોકર નથી : સુપ્રીમ | Husband also has to cook wash cl…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News