![]()
નવી દિલ્હી : ભારતમાં ૨૦૨૧થી એક તૃતીયાંશથી વધુ બેંક ખાતાઓ નિષ્ક્રિય થઈ ગયા છે. જો એક વર્ષ સુધી બેંક ખાતામાં કોઈ ડિપોઝિટ-ઉપાડ કે ડિજિટલ વ્યવહાર ન હોય, તો તેને નિષ્ક્રિય ગણવામાં આવે છે. નાણાકીય સમાવેશ પરના વિશ્વ બેંકના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
જાહેર કરાયેલ ‘ગ્લોબલ ફાઇન્ડેક્સ ૨૦૨૫’ નામના અહેવાલ મુજબ, ભારતમાં ૨૦૨૧માં લગભગ ૩૫ ટકા બેંક ખાતાઓ નિષ્ક્રિય હતા. ભારત સિવાય, વિકાસશીલ અર્થતંત્રોમાં સરેરાશ ૫ ટકા નિષ્ક્રિય બેંક ખાતાઓ છે. તેથી, ભારતમાં વિકાસશીલ અર્થતંત્રો કરતાં ૭ ગણા વધુ નિષ્ક્રિય બેંક ખાતાઓ છે.
રિપોર્ટ મુજબ, ભારતમાં નિષ્ક્રિય બેંક ખાતાઓનો હિસ્સો વધવાનું કારણ જન ધન યોજના હતી. ભારત સરકારે બેંક ખાતા ધરાવતા લોકોનો હિસ્સો વધારવા માટે જન ધન યોજના શરૂ કરી. આ યોજના ઓગસ્ટ ૨૦૧૪માં શરૂ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ દ્વારા એપ્રિલ ૨૦૨૨ સુધીમાં ભારતની બેંકિંગ સિસ્ટમમાં ૪૫ કરોડ વધારાના ખાતા ઉમેરાયા હતા.
ભારતમાં પુખ્ત વયના લોકોના નિષ્ક્રિય બેંક ખાતાઓનો હિસ્સો ૨૦૧૭થી ૨૦૨૧ સુધી એટલો જ રહ્યો છે. કુલ વસ્તીમાં ફક્ત ૯ ટકા પુખ્ત વયના લોકો – કુલ ખાતાના ૧૩ ટકાને નિષ્ક્રિય ખાતા ગણી શકાય. વિકાસશીલ અર્થતંત્રોમાં, ૨૦૨૧માં નિષ્ક્રિય ખાતાઓનું સ્તર ૨૦૧૪માં નિષ્ક્રિય ખાતાઓના સ્તર (૧૨ ટકા) પર આવી ગયું જે ૨૦૧૭ માં ૧૭ ટકા હતું.
બીજી બાજુ, ઉચ્ચ આવક ધરાવતા અર્થતંત્રોમાં, ૨૦૨૧માં લગભગ તમામ બેંક ખાતા ધારકો પાસે સક્રિય ખાતા હતા. અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે વિકાસશીલ અર્થતંત્રોમાં, ીઓ પાસે પુરુષો કરતાં ૫ ટકા વધુ નિષ્ક્રિય બેંક ખાતા છે. જો કે, ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોના નિષ્ક્રિય બેંક ખાતાઓ વચ્ચેનો તફાવત ૧૨ ટકા છે. ભારતમાં મહિલાઓ પાસે વધુ નિષ્ક્રિય ખાતાઓ (૪૨ ટકા) હતા જ્યારે પુરુષો પાસે ઓછા (૩૦ ટકા) બેંક ખાતા હતા.










