gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતીય કંપનીઓમાં IPO માટે રીતસરની દોડ | Indian companies in a rush for IPOs

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in Business
0 0
0
ભારતીય કંપનીઓમાં IPO માટે રીતસરની દોડ | Indian companies in a rush for IPOs
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ વર્ષે અત્યાર સુધીમાં, ૧૮૫ થી વધુ કંપનીઓએ DRHP ફાઇલ કર્યા

અમદાવાદ : ભારતીય કંપનીઓ પ્રારંભિક જાહેર ઓફરિંગ (આઈપીઓ) લાવવા માટે દોડધામ કરી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં, ૧૮૫થી વધુ કંપનીઓએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યા છે.  લગભગ દરેક કાર્યકારી દિવસે આઈપીઓ લાવવા માટે અરજી ફાઇલ કરવામાં આવે છે. જે  જોતાં આગામી સમયમાં પ્રાયમરી બજાર ખૂબ જ વ્યસ્ત રહેશે.

પ્રાઈમ ડેટાબેઝ દ્વારા સંકલિત ડેટા અનુસાર, છેલ્લી વખત એક જ વર્ષમાં આટલા બધા DRHP ફાઇલ ૧૯૯૭માં કરવામાં આવ્યા હતા, જે સ્થાનિક આઈપીઓ  બજાર માટે પરાકાષ્ઠાનો સમય હતો. આ વર્ષે, ૨૦૨૩ અને ૨૦૨૪ ના પ્રથમ નવ મહિનામાં ફાઇલ કરાયેલ આઈપીઓ અરજીઓ કરતાં વધુ DRHP અરજીઓ ફાઇલ કરવામાં આવી હતી, જે કંપનીઓ વચ્ચે લિસ્ટેડ થવા માટે સ્પર્ધાને પ્રતિબિંબિત કરે છે.

સામાન્ય રીતે, આઈપીઓ  ફાઇલિંગથી લિસ્ટિંગ સુધી ૫થી ૧૨ મહિનાનો સમય લાગે છે. આઈપીઓ અરજીઓના પૂરને ધ્યાનમાં લેતા, ૨૦૨૬ ભારતીય આઈપીઓ બજાર માટે એક શ્રેષ્ઠ વર્ષ બનવાની તૈયારીમાં છે. આ વર્ષે બજારની અસ્થિરતા હોવા છતાં, કંપનીઓએ આઈપીઓ  દ્વારા રૂ. ૧.૧ લાખ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે જે  ૨૦૨૪માં નિર્ધારિત રૂ. ૧.૬ લાખ કરોડના રેકોર્ડને વટાવી જવાની તૈયારીમાં છે.

દાખલ કરાયેલા ૧૮૫ DRHPsમાંથી આશરે રૂ. ૨.૭૨ લાખ કરોડ ભંડોળ એકત્ર થવાનો લક્ષ્યાંક છે. જ્યારે આ અરજીઓમાં નાની કંપનીઓની સાથે ઘણી મોટી કંપનીઓના ઇશ્યુ પણ પાઇપલાઇનમાં છે. આગામી સપ્તાહમાં ટાટા કેપિટલ અને એલજી ઈલેકટ્રીક જેવી મોટી કંપની આઈપીઓ રજુ કરશે. આ ઉપરાંત, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી, લેન્સકાર્ટ, ફોનપે, ફીઝીક્સવાલા અને પાઈન લેબ પણ લાઈનમાં ઊભા છે.

બજારના સહભાગીઓ આઈપીઓ  બજારમાં તેજી માટે અનેક કારણો જણાવે છે. પ્રથમ, મુદ્દો સ્થાનિક બચતનો છે, લોકો દર વર્ષે સ્થાનિક બજારમાં રૂ. ૩ લાખ કરોડથી વધુનું રોકાણ કરી રહ્યા છે.  બીજું, બજારની પહોંચ વિવિધ ક્ષેત્રો અને ભૌગોલિક વિસ્તારોમાં વિસ્તરી છે, જેનાથી રિયલ એસ્ટેટ અને આરોગ્યસંભાળ જેવા પરંપરાગત ઉદ્યોગોથી લઈને ટેકનોલોજી કંપનીઓ જેવા ઉભરતા ક્ષેત્રો સુધી લિસ્ટિંગનો અવકાશ વિસ્તર્યો છે.

આઈપીઓના તાજેતરના મજબૂત પ્રદર્શન અને નાના અને મધ્યમ કદના શહેરોમાં કંપનીઓ દ્વારા વ્યૂહરચનામાં પરિવર્તનને કારણે DRHP ફાઇલિંગમાં વધારો થયો છે. અગાઉ, નાના શહેરોમાં પ્રમોટર-સંચાલિત કંપનીઓ લિસ્ટિંગ પર તેમનો હિસ્સો ઘટાડવામાં ખચકાટ અનુભવતી હતી. લિસ્ટિંગ પછી સ્પર્ધકોની નેટવર્થમાં વધારો જોઈને, અન્ય કંપનીઓ પણ આ તરફ આકર્ષાઈ રહી છે. અનુકૂળ બજાર મૂલ્યાંકન પણ કંપનીઓને લિસ્ટિંગ માટે વધુ પ્રોત્સાહિત કરી રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ફુડ સેફટી વાને મહુવા-તળાજામાંથી અખાદ્ય 10 લીટર તેલ અને 5 લીટર કલર પાણીનો નાશ કર્યો | Food safety van…

ફુડ સેફટી વાને મહુવા-તળાજામાંથી અખાદ્ય 10 લીટર તેલ અને 5 લીટર કલર પાણીનો નાશ કર્યો | Food safety van...

હળવદમાં જિલ્લા મહિલા મોરચના મહામંત્રીના પતિનો આપઘાત

હળવદમાં જિલ્લા મહિલા મોરચના મહામંત્રીના પતિનો આપઘાત

સોના-ચાંદીમાં તેજીનો આંખલો દોડ્યો, બંનેની કિંમત રેકોર્ડ ઊંચાઈએ, અમેરિકાના શટડાઉનની ઈફેક્ટ | Gold and…

સોના-ચાંદીમાં તેજીનો આંખલો દોડ્યો, બંનેની કિંમત રેકોર્ડ ઊંચાઈએ, અમેરિકાના શટડાઉનની ઈફેક્ટ | Gold and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું ઉછળી રૂ.133000: ચાંદી વધી રૂ.175000, વિશ્વ બજારમાં રેકોર્ડ તેજી | Gold rises to Rs 133000: Sil…

સોનું ઉછળી રૂ.133000: ચાંદી વધી રૂ.175000, વિશ્વ બજારમાં રેકોર્ડ તેજી | Gold rises to Rs 133000: Sil…

9 months ago
વડોદરામાં ‘વન ડે વન રોડ’ ઝુંબેશ અંતર્ગત ચાર વોર્ડના હંગામી દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | Tempo…

વડોદરામાં ‘વન ડે વન રોડ’ ઝુંબેશ અંતર્ગત ચાર વોર્ડના હંગામી દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | Tempo…

5 months ago
રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં નાસભાગ : સદનસીબે જાનહાની ટળી | Stampede as Ramdevpir’s pavilion collap…

રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં નાસભાગ : સદનસીબે જાનહાની ટળી | Stampede as Ramdevpir’s pavilion collap…

1 year ago
અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન કરાયું

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન કરાયું

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News