gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતે વૈશ્વિક સંકટ અટકાવ્યું, જો રશિયાનું ઓઈલ ન ખરીદયું હોત તો…’ રિપોર્ટમાં મોટો દાવો | India prev…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in Business
0 0
0
ભારતે વૈશ્વિક સંકટ અટકાવ્યું, જો રશિયાનું ઓઈલ ન ખરીદયું હોત તો…’ રિપોર્ટમાં મોટો દાવો | India prev…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Russian Crude Oil: અમેરિકાએ રશિયન ઓઈલ ખરીદવા બદલ ભારત પર 50% ટેરિફ લગાવી દીધો છે અને વારંવાર ભારત પર હુમલો કરી રહ્યું છે. ટ્રમ્પના સહયોગી પીટર નવારોએ તો એવો પણ દાવો કરી દીધો છે કે યુક્રેન સંઘર્ષ વાસ્તવમાં ‘મોદીનું યુદ્ધ’ છે. ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદે છે અને રશિયન કંપનીઓ સાથે ભાગીદારીમાં ભારતમાં તેને રિફાઇન કરે છે અને પછી તે બાકીના વિશ્વમાં ઊંચા ભાવે વેચાય છે. આ પૈસા રશિયાને યુક્રેનમાં તેના યુદ્ધને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરે છે.

ભારતે રશિયન ઓઈલ ખરીદીને ગ્લોબલ સંકટને અટકાવ્યું

આ વચ્ચે ઉદ્યોગ સૂત્રોએ અનેક તથ્યોનો હવાલો આપીને તમામ જુઠ્ઠાણાને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે જો ભારતે રશિયન ઓઈલ ન ખરીદ્યું હોત તો વૈશ્વિક પરિણામો કેટલા ભયાનક આવ્યા હોત. સૂત્રોનું કહેવું છે કે ભારતે રશિયન ઓઈલ ખરીદીને એક ગ્લોબલ સંકટને અટકાવ્યું છે. જો ભારતે ઓઈલની ખરીદી બંધ કરી દીધી હોત, તો આજે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 200 ડોલર સુધી પહોંચી ગઈ હોત.

ભારતની આયાતે વૈશ્વિક બજારોને સ્થિર કર્યા

એક અહેવાલમાં સૂત્રોનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, ભારતની આયાતે વૈશ્વિક બજારોને સ્થિર કર્યા છે અને રશિયાને નાણાકીય પ્રોત્સાહન આપવાના બદલે વિશ્વભરના ગ્રાહકો માટે ઈંધણના ભાવ સ્થિર રાખવામાં મદદ કરી છે. આ પગલાની અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલન સહિત અનેક ઈન્ટરનેશનલ હસ્તીઓએ પણ પ્રશંસા કરી છે.

ગ્લોબલ માર્કેટથી રશિયન ઓઈલ બહાર થઈ જવાની અગાઉની આશંકાઓએ બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો કરી દીધો હતો. માર્ચ 2022માં તેની કિંમત પ્રતિ બેરલ 137 ડોલરની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. ત્યારબાદ ભારતે રશિયન ઓઈલ ખરીદીને ગ્લોબલ પરિસ્થિતિને સંભાળી છે. એક ન્યૂઝ એજન્સીના સૂત્રના જણાવ્યા પ્રમાણે ભારતે નિયમો અનુસાર જ રશિયન ઓઈલની ખરીદી કરી છે અને કોઈપણ નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું.

નવારોએ શું કર્યો હતો દાવો

ટ્રમ્પના સહયોગી પીટર નવારોએ આ અઠવાડિયાની શરૂઆતમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યુ હતું જેમાં તેમણે દાવો કર્યો હતો કે, ભારત સસ્તા ભાવે ઓઈલ ખરીદીને રશિયાને મદદ કરી રહ્યું છે. જો ભારત હમણાં જ રશિયન ઓઈલ ખરીદવાનું બંધ કરી દે તો તેને અમેરિકન ટેરિફમાં તાત્કાલિક 25%ની છૂટ મળી શકે છે. યુક્રેનમાં શાંતિનો માર્ગ ભારતથી પસાર થઈને જાય છે. 

અમેરિકન ડોલરનો ઉપયોગ નથી કરતા

ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું કે, પ્રચલિત દાવાઓથી વિપરીત ભારતીય રિફાઇનર્સ રશિયન ઓઈલ ખરીદવા માટે અમેરિકન ડોલરનો ઉપયોગ નથી કરતા. ખરીદી ત્રીજા દેશના વેપારીઓના માધ્યમથી કરવામાં આવે છે અને AED જેવા ચલણોમાં સેટલ કરવામાં આવે છે. અમેરિકન સરકારે ક્યારેય ભારતને ખરીદી બંધ કરવા માટે નથી કહ્યું. ભારતનો વેપાર સંપૂર્ણપણે કાયદેસર છે અને G7 અને EUના નિયત ભાવ નિયમો હેઠળ છે.

બજારમાં રશિયન ઓઈલની જરૂર 

ભારતે ઓઈલના બ્લેકમાર્કેટની અટકળોનું પણ ખંડન કર્યું છે. સૂત્રોએ આગળ કહ્યું કે, ‘રશિયન ઓઈલ પર ઈરાની કે વેનેઝુએલાના ઓઈલની જેમ પ્રતિબંધ નથી. તે પશ્ચિમી દેશો દ્વારા નફાખોરીને રોકવા માટે બનાવેલી નિશ્ચિત લિમિટ સિસ્ટમ હેઠળ વેચાય છે. જો અમેરિકા રશિયન ઓઈલ પર પ્રતિબંધ મૂકવા માંગતું હોત, તો તેણે પ્રતિબંધ લગાવી દીધો હોત, પરંતુ તેણે એવું ન કર્યું કારણ કે તેને બજારમાં રશિયન ઓઈલની જરૂર છે.’

ભારત દાયકાઓથી વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઈનર

ભારત રશિયન ઓઈલ રિફાઈનિંગનું કેન્દ્ર બન્યું હોવાના આરોપોને પણ નકારી કાઢવામાં આવ્યા છે. ઉદ્યોગ સૂત્રોએ કહ્યું કે ભારત દાયકાઓથી વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઈનર રહ્યો છે. ક્રૂડ ઓઈલનું રિફાઈનિંગ અને ઈંધણની નિકાસ, ગ્લોબલ વ્યવસ્થા આવી જ રીતે કામ કરે છે. રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ લગાવ્યા બાદ યુરોપ ખુદ ભારતીય ડીઝલ અને જેટ ઈંધણ પર નિર્ભર બની ગયું છે.

આ પણ વાંચો: પીટર નવારોનો ‘લવારો’, યુક્રેન યુધ્ધને મોદી વૉર ગણાવ્યું, આંકડા અને તથ્યોથી વિપરિત નિવેદન

રિફાઈનરીઓ પોતાનો નફો વિદેશમાં મોકલી રહી છે કે કેમ તે અંગે સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે લગભગ 70% રિફાઈન્ડ ઈંધણ ભારતમાં જ રહે છે. રિલાયન્સની એક રિફાઇનરીએ આ યુદ્ધ પહેલા 2006થી જ નિકાસ પર ફોકસ કર્યું છે. સ્થાનિક ઉપયોગ વધવાની સાથે જ રિફાઈન્ડ ઈંધણની નિકાસમાં ખરેખર ઘટાડો થયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
શું બાળકની જુબાની કાયદાની નજરે માન્ય ગણાય? નિક્કી ભાટી હત્યા કેસમાં નવી ચર્ચા છંછેડાઈ | child testim…

શું બાળકની જુબાની કાયદાની નજરે માન્ય ગણાય? નિક્કી ભાટી હત્યા કેસમાં નવી ચર્ચા છંછેડાઈ | child testim...

વગર વરસાદે બદરખા બન્યું ‘બેટ’: કેડ સમા પાણી ભરાતા લોકોમાં રોષ, દારૂની પોટલીઓ સહિતનો કચરો તણાઈ આવ્યો …

વગર વરસાદે બદરખા બન્યું 'બેટ': કેડ સમા પાણી ભરાતા લોકોમાં રોષ, દારૂની પોટલીઓ સહિતનો કચરો તણાઈ આવ્યો ...

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ફરી ચર્ચામાં, પેન્શન માટે કર અરજી, જાણો કેટલા રૂપિયા મળશે | Former VP …

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ફરી ચર્ચામાં, પેન્શન માટે કર અરજી, જાણો કેટલા રૂપિયા મળશે | Former VP ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હિન્દુઓને ટાર્ગેટ કરાયા, આતંકીઓને સબક શીખવાડો, POKનું ભારતમાં વિલય કરો’ પહલગામ હુમલા પર બોલ્યા બાબા…

‘હિન્દુઓને ટાર્ગેટ કરાયા, આતંકીઓને સબક શીખવાડો, POKનું ભારતમાં વિલય કરો’ પહલગામ હુમલા પર બોલ્યા બાબા…

1 year ago
છેલ્લી ઘડીએ CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની મુલાકાત રદ થયાની ચર્ચા, અનેક જૂના મંત્રીઓને ફરી મળશે તક…

છેલ્લી ઘડીએ CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની મુલાકાત રદ થયાની ચર્ચા, અનેક જૂના મંત્રીઓને ફરી મળશે તક…

10 months ago
મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ, સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી! | mam…

મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ, સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી! | mam…

3 months ago
રાળગોન ગામે વાડીમાં લીલા ચારામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of foreign liquor …

રાળગોન ગામે વાડીમાં લીલા ચારામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of foreign liquor …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News