gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા જિલ્લામાં વહેતી પવિત્ર મહીસાગર નદીમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા ઝેરી પ્રવાહી/દવા નાખીને જળચર પ્રાણીઓને મારી તેમનો વ્યાપાર કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. નદી કિનારે મોટી સંખ્યામાં માછલી-ઝીંગા મૃત હાલતમાં જોવા મળ્યા છે. 

સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે કેટલાક લોકો નદીમાં ઝેરી દવા નાખીને ઝીંગા અને માછલીઓ મારતા હોવાનો સંદેહ છે. દાવા મુજબ રાત્રે લગભગ 9 થી 10 વાગ્યાના સમય દરમિયાન ઝેરી દવા નદીમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે 12 થી 2 વાગ્યાની વચ્ચે તે લોકો નદીમાંથી મૃત અથવા બેભાન થયેલા ઝીંગા અને માછલીઓ એકત્ર કરી લઈ જાય છે. આ જ ઝીંગા-માછલીઓ બાદમાં બજારમાં વેચવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક લોકો આ મૃત ઝીંગા-માછલીઓ એકત્ર કરીને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાની માહિતી પણ સામે આવી છે, જે આરોગ્ય માટે જોખમી બની શકે છે.

મહત્વની બાબત એ છે કે, મહીસાગર નદીનું પાણી વડોદરા અને આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી તરીકે પણ પહોંચે છે. આવી સ્થિતિમાં નદીમાં ઝેરી દવા નાખવામાં આવે તો તે પાણી પીવાથી નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સામાજિક કાર્યકરોનો દાવો છે કે, છેલ્લા એક મહિનામાં ત્રણથી ચાર વખત આવી ઘટનાઓ બની હોવાની માહિતી મળી રહી છે. તેઓએ વડોદરા અને આણંદના જિલ્લા કલેક્ટરને આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ નદીના પાણીના સેમ્પલ લઈને પરીક્ષણ કરાવવાની માગ કરી છે.

અનગઢ ગામના સરપંચે કરી કડક કાર્યવાહી કરવાની માગ

અનગઢ ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ગોહિલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેઓના જણાવ્યા મુજબ, આ મુદ્દે દોઢ મહિના અગાઉ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે બે શકમંદ વ્યક્તિઓની અટકાયત પણ કરી હતી, પરંતુ તેમની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા વધુ કાર્યવાહી થઈ શકી નહોતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બહારથી કેટલાક લોકો આવીને નદીમાં ઝેરી દવા નાખીને ઝીંગા અને માછલીઓ મારવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. ખાસ કરીને ફ્રેન્ચવેલ અને આરઓ પ્લાન્ટ નજીક આ પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે. મહીસાગર નદીનું પાણી પીવાના ઉપયોગમાં આવતું હોવાથી આવી પ્રવૃત્તિ નાગરિકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. આ મુદ્દે તંત્રને લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી છે.

મહીસાગર નદીમાં બોટલમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાની શંકાસ્પદ રીત

મળતી માહિતી મુજબ, એક પ્લાસ્ટિકની બોટલમાં ઝેરી દવા અથવા કોઈ પ્રવાહી ભરવામાં આવે છે. ત્યારબાદ બોટલમાં નાના છિદ્ર પાડીને તેને નદીમાં ફેંકી દેવામાં આવે છે. બોટલમાંથી ધીમે ધીમે દવા નદીના પાણીમાં ફેલાતી જાય છે અને તેના પ્રભાવથી માછલીઓ અને ઝીંગા બેભાન અથવા મૃત થઈ પાણીની સપાટી પર તરવા લાગે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ પ્રવૃત્તિ મોટાભાગે રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે. ત્યારબાદ કેટલાક લોકો નદીમાં તરતા ઝીંગા અને માછલીઓ એકત્ર કરીને લઈ જતા હોવાની માહિતી પણ મળી રહી છે.

સ્થાનિક નાવિકોએ ઝડપી પાડવાનો કર્યો પ્રયાસ 

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રવૃત્તિ ખાસ કરીને મોડી રાત્રે કરવામાં આવે છે. વિશ્વામિત્રી નદીનો તટ વિસ્તાર ખૂબ જ વિશાળ હોવાથી આવી ગેરકાયદેસર હરકતોને શોધવી મુશ્કેલ બનતી હોવાનું પણ જણાવવામાં આવે છે.

કેટલાક પ્રસંગોએ સ્થાનિક નાવિકોએ આ શંકાસ્પદ લોકોને ઝડપી પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ નદીકિનારે આવેલા કોતરો અને ઝાડીઓના કારણે આ લોકો ત્યાં સંતાઈ જતાં હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, આ પ્રવૃત્તિમાં કેટલાક સ્થાનિક લોકોની સંડોવણી હોવાની શક્યતા પણ નકારી શકાય તેવી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…
GUJARAT

સે-૨૪ના યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સખત કેદ | Accused sentenced to 12 years r…

March 5, 2026
સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…
GUJARAT

સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

March 5, 2026
સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…
GUJARAT

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

March 5, 2026
Next Post
રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો ...

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem...

ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…

ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારેલીબાગ અને ગોરવામાં હિટ એન્ડ રનના બે બનાવ, બંને વાહન ચાલકને ઈજા | Two hit and run accident in Kar…

કારેલીબાગ અને ગોરવામાં હિટ એન્ડ રનના બે બનાવ, બંને વાહન ચાલકને ઈજા | Two hit and run accident in Kar…

1 month ago
રાજકોટ સિવિલ હોસ્પિટલના 30 લાખના કપડાં-કાંડમાં 8.51 લાખમાં માંડવાળ ! | Rajkot Civil Hospital’s 30 la…

રાજકોટ સિવિલ હોસ્પિટલના 30 લાખના કપડાં-કાંડમાં 8.51 લાખમાં માંડવાળ ! | Rajkot Civil Hospital’s 30 la…

5 months ago
વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર | Constitutional Court can…

વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર | Constitutional Court can…

10 months ago
ખોડિયાર નગર વિસ્તારમાંથી દારૃની ૧,૨૯૬ બોટલ કબજે | 1 296 bottles of liquor seized from Khodiyar Nagar…

ખોડિયાર નગર વિસ્તારમાંથી દારૃની ૧,૨૯૬ બોટલ કબજે | 1 296 bottles of liquor seized from Khodiyar Nagar…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News