gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મેટલ, ઓટો, કન્ઝયુમર, આઈટી, ઓઈલ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ 182 પોઈન્ટ ઘટીને 81451 | Sensex falls 182…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2025
in Business
0 0
0
મેટલ, ઓટો, કન્ઝયુમર, આઈટી, ઓઈલ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ 182 પોઈન્ટ ઘટીને 81451 | Sensex falls 182…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાઈના સાથે વાટાઘાટ પડી ભાંગી : ટ્રમ્પના ટેરિફ મામલે કોર્ટની રાહતના પગલે સેન્ટીમેન્ટ ડહોળાયું

મુંબઈ : વિશ્વ પર વેપાર યુદ્વ થોપનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગઈકાલે ફેડરલ કોર્ટે રેસિપ્રોકલ ટેરિફ મામલે ફટકાર લગાવ્યા બાદ ફરી આ ટેરિફ લાગુ કરવા મંજૂરી આપતાં મામલામાં યુ-ટર્નને લઈ અને બીજી તરફ ચાઈના સાથે અમેરિકાની ટેરિફ મામલે વાટાઘાટ પડી ભાંગ્યાના અહેવાલો વચ્ચે વૈશ્વિક ચિંતા વધતાં વૈશ્વિક શેર બજારોમાં ખાસ એશીયા-પેસેફિક દેશોના બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. ટ્રમ્પ ટેરિફ સામે ભારત-અમેરિકા વચ્ચે ડિલ વાટાઘાટ આગળ વધી રહ્યાના પોઝિટીવ પરિબળ સામે ભારતના જીડીપી વૃદ્વિના નાણા વર્ષ ૨૦૨૫ના આંકડા એકંદર નબળા ઘટીને આવતાં તેમ જ મેન્યુફેકચરીંગ સહિતનો ગ્રોથ ઘટયાના આંકડા જાહેર થતાં પૂર્વે બજારમાં નેગેટીવ અસર જોવાઈ હતી. ફંડોએ મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી કરી હતી. સેન્સેક્સ ૧૮૨.૦૧ પોઈન્ટ ઘટીને ૮૧૪૫૧.૦૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૮૨.૯૦ પોઈન્ટ ઘટીને ૨૪૭૫૦.૭૦ બંધ રહ્યા હતા.

મેટલ શેરોમાં જિન્દાલ સ્ટેનલેસ, વેદાન્તા, હિન્દાલ્કોમાં ઓફલોડિંગ : મેટલ ઈન્ડેક્સ ૫૨૭ પોઈન્ટ ગબડયો

ચાઈના-અમેરિકા વચ્ચે ટેરિફ ટેન્શન વચ્ચે ફરી મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું ઓફલોડિંગ થયું હતું. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૫.૭૦ ઘટીને રૂ.૬૪૩.૫૫, વેદાન્તા રૂ.૧૫.૯૫ ઘટીને રૂ.૪૩૫.૮૫, હિન્દાલ્કોને જેફ્રીએ ડાઉનગ્રેડ કરતાં સતત વેચવાલીએ રૂ.૧૬.૬૫ ઘટીને રૂ.૬૩૩.૩૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૬૦ ઘટીને રૂ.૯૪૮.૪૫, નાલ્કો રૂ.૩.૧૫ ઘટીને રૂ.૧૮૦.૪૦, એનએમડીસી રૂ.૧.૧૧ ઘટીને રૂ.૭૧.૧૭, હિન્દુસ્તાન ઝિંક રૂ.૬.૩૫ ઘટીને રૂ.૪૫૮.૩૫, ટાટા સ્ટીલ રૂ.૨.૧૦ ઘટીને રૂ.૧૬૧, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૨.૩૦ ઘટીને રૂ.૯૯૩.૭૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૨૭.૦૯ પોઈન્ટ તૂટીને ૩૦૭૬૦.૩૬ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં તેજીના વળતાં પાણી : બજાજ ઓટો રૂ.૨૬૫ તૂટયો : અશોક લેલેન્ડ, એમઆરએફ ઘટયા

ટેરિફ મામલે ફરી ટેન્શન વચ્ચે ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ સતત વેચવાલી કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૮૦.૬૨ પોઈન્ટ ગબડીને ૫૨૩૨૧.૫૬ બંધ રહ્યો હતો. બજાજ ઓટોના ત્રિમાસિક પરિણામ બાદ મજબૂતી આજે ધોવાઈ રૂ.૨૬૪.૬૦ તૂટીને રૂ.૮૬૦૮.૭૦, અશોક લેલેન્ડ રૂ.૪.૬૫ ઘટીને રૂ.૨૩૬, અપોલો ટાયર રૂ.૮.૨૦ ઘટીને રૂ.૪૭૧.૧૦, એમઆરએફ રૂ.૨૦૫૦.૪૦ તૂટીને રૂ.૧,૩૮,૯૦૦, ભારત ફોર્જ રૂ.૧૫.૧૫ ઘટીને રૂ.૧૨૪૧.૩૫, હીરો મોટોકોર્પ રૂ.૫૦.૯૫ ઘટીને રૂ.૪૩૦૪.૮૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૬.૯૫ ઘટીને રૂ.૨૯૭૮.૪૫, ટાટા મોટર્સ રૂ.૫ ઘટીને રૂ.૭૧૯.૪૫, મારૂતી સુઝુકી રૂ.૭૧.૯૦ ઘટીને રૂ.૧૨,૩૧૪ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨૨ તૂટયો : ક્રોમ્પ્ટન, આદિત્ય ફેશન, હવેલ્સ ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ વેચવાલી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૦૧.૫૩ પોઈન્ટ ઘટીને ૫૭૯૪૬.૬૬ બંધ રહ્યો હતો. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨૧.૯૦ તૂટીને રૂ.૪૧૨૬.૫૦, ક્રોમ્પ્ટન રૂ.૬.૮૫ ઘટીને રૂ.૩૫૨.૨૦, આદિત્ય બિરલા ફેશન રૂ.૧.૬૦ ઘટીને રૂ.૮૫.૯૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૩.૩૫ ઘટીને રૂ.૧૫૨૭.૨૫, બ્લુ સ્ટાર રૂ.૨૧ ઘટીને રૂ.૧૫૩૧.૧૫, ટાઈટન કંપની રૂ.૩૧.૦૫ ઘટીને રૂ.૩૫૫૭.૫૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૨૪.૨૫ ઘટીને રૂ.૧૪,૬૯૧.૪૫ રહ્યા હતા.

આઈટી શેરોમાં વેચવાલી : બિરલા સોફ્ટ રૂ.૨૦ તૂટી રૂ.૪૦૦ : આરસિસ્ટમ્સ, ઝેનસાર, ઝેગલ ઘટયા

ટેરિફ મામલે ટ્રમ્પને ફેડરલ કોર્ટની રાહતને લઈ ફરી ટ્રેડ વોર વકરવાની શકયતાએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં વેચવાલી રહી હતી. બિરલા સોફ્ટ રૂ.૨૦.૨૦ ઘટીને રૂ.૪૦૦.૩૫, આરસિસ્ટમ્સ રૂ.૮.૫૫ ઘટીને રૂ.૩૬૪.૯૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૮.૯૫ ઘટીને રૂ.૮૩૧.૩૦, ઝેગલ રૂ.૮.૪૦ ઘટીને રૂ.૪૩૩.૦૫, ટેક મહિન્દ્રા રૂ.૨૭.૬૫ ઘટીને રૂ.૧૫૭૨.૨૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૭.૩૫ ઘટીને રૂ.૧૬૩૭.૫૫, ઈન્ફોસીસ રૂ.૨૨.૬૦ ઘટીને રૂ.૧૫૬૨.૮૦, નેટવેબ રૂ.૨૫.૮૫ ઘટીને રૂ.૧૯૯૭.૭૦, ટીસીએસ રૂ.૩૨.૭૦ ઘટીને રૂ.૩૪૬૪.૫૦  રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૯૧.૪૮ પોઈન્ટ ઘટીને ૩૬૮૯૩.૫૩ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં ઓઈલ ઈન્ડિયા રૂ.૧૮ ઘટી રૂ.૪૨૬ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, પેટ્રોનેટ, ઓએનજીસી ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ મજબૂત જળવાઈ રહી સાંજે બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૪૩ સેન્ટ વધીને ૬૪.૫૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૬૭ સેન્ટ વધીને ૬૧.૬૧ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોની આજે વેચવાલી રહી હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૧૮.૩૫ ઘટીને રૂ.૪૨૬.૫૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૭.૫૦ ઘટીને રૂ.૨૦૬.૮૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૬.૭૫ ઘટીને રૂ.૩૦૭.૩૫, ઓએનજીસી રૂ.૩.૯૦ ઘટીને રૂ.૨૩૯.૪૫, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૧.૭૫ ઘટીને રૂ.૧૪૧.૯૫, એચપીસીએલ રૂ.૩.૭૦ ઘટીને રૂ.૪૧૧.૧૫ રહ્યા હતા.

લક્ષ્મી મશીન વર્કસ રૂ.૬૮૦ તૂટયો : રેલ વિકાસ નિગમ, જીએમઆર એરપોર્ટ, સિમેન્સમાં વેચવાલી

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. લક્ષ્મી મશીન વર્કસ રૂ.૬૮૦.૯૫ તૂટીને રૂ.૧૬,૭૦૬, રેલ વિકાસ નિગમ રૂ.૧૨.૬૦ ઘટીને રૂ.૪૦૫.૩૦, જીએમઆર એરપોર્ટ રૂ.૨.૩૦ ઘટીને રૂ.૮૪.૧૧, સિમેન્સ રૂ.૮૧.૧૦ ઘટીને રૂ.૩૨૭૧.૮૫, ભેલ રૂ.૬.૨૦ ઘટીને રૂ.૨૬૦.૩૦, ટીટાગ્રહ રૂ.૧૯.૯૫ ઘટીને રૂ.૮૯૧.૬૦, સીજી પાવર રૂ.૧૧ ઘટીને રૂ.૬૮૬.૦૫, એબીબી ઈન્ડિયા રૂ.૭૭.૪૫ ઘટીને રૂ.૫૯૬૭ રહ્યા હતા.

આરતી ડ્રગ્ઝ રૂ.૨૮ તૂટી રૂ.૪૪૪ : શેલબી, અલકેમ, ઈપ્કા, થેમીસ મેડી, અજ્ન્તા ફાર્મા, ઓરોબિન્દો ઘટયા

ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. આરતી ડ્રગ્ઝ રૂ.૨૭.૮૫ ઘટીને રૂ.૪૪૪.૯૫, શેલબી રૂ.૯.૬૦ ઘટીને રૂ.૧૮૬.૮૫, અલકેમ રૂ.૧૯૩.૫૦ ઘટીને રૂ.૫૦૯૯.૫૦, સુપ્રિયા રૂ.૨૧.૩૦ ઘટીને રૂ.૭૨૮, ઈપ્કા લેબ રૂ.૩૯.૩૦ ઘટીને રૂ.૧૪૨૯.૫૦, થેમીસ મેડી રૂ.૩.૬૫ ઘટીને રૂ.૧૩૫.૭૦, અજન્તા ફાર્મા રૂ.૬૩.૪૦ ઘટીને રૂ.૨૫૧૨, ઓરોબિન્દો ફાર્મા રૂ.૨૫.૧૫ ઘટીને રૂ.૧૧૪૭.૫૦, મોરપેન લેબ રૂ.૧.૪૧ ઘટીને રૂ.૬૪.૮૨, નોવાર્ટિસ રૂ.૨૨ ઘટીને રૂ.૧૦૪૧.૬૫, ટારસન્સ રૂ.૭.૯૫ ઘટીને રૂ.૩૭૭ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનીે વ્યાપક  વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૧૬૦ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઉછાળે ઘણા શેરોમાં સતત પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૨૬  અને ઘટનારની સંખ્યા ૨૧૬૦  રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૨૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૪.૧૯ લાખ કરોડ

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડા અને સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ઉછાળે વ્યાપક વેચવાલી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧.૨૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૪.૧૯ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની રૂ.૬૪૫૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૯૦૯૬ કરોડની ચોખ્ખી ખરીદી

ખરાબ બજારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની  આજે શુક્રવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૬૪૪૯.૭૪ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી કરી હતી. કુલ રૂ.૪૪,૪૩૪.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૦,૮૮૪.૨૭  કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૯૦૯૫.૯૧  કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૦,૬૭૩.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૫૭૭.૨૭કરોડની વેચવાલી કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp…

મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp...

અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ | Record whe…

અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ | Record whe...

આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું : મોદી | If the snake of terror raises its f…

આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું : મોદી | If the snake of terror raises its f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ભારતે સ્વદેશી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલું છે શક્ત…

VIDEO : ભારતે સ્વદેશી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલું છે શક્ત…

1 year ago
રેપનો પ્રયાસ કરનાર નરાધમે 5 વર્ષની બાળકીની કરી હત્યા, કર્ણાટક પોલીસે આરોપીને ઠાર માર્યો | Karnataka …

રેપનો પ્રયાસ કરનાર નરાધમે 5 વર્ષની બાળકીની કરી હત્યા, કર્ણાટક પોલીસે આરોપીને ઠાર માર્યો | Karnataka …

1 year ago
હરણીરોડ પરની સોસાયટીમાં વોક કરતા વૃધ્ધની સોનાની ચેનની લૂંટ | An old man was robbed of his gold chain…

હરણીરોડ પરની સોસાયટીમાં વોક કરતા વૃધ્ધની સોનાની ચેનની લૂંટ | An old man was robbed of his gold chain…

7 months ago
લાંચ કેસમાં ધારાસભ્ય જયકૃષ્ણ પટેલને ACBએ ઝડપ્યા, ગનમેનને મોકલ્યો હતો રૂ. 20 લાખ લેવા | banswara mla …

લાંચ કેસમાં ધારાસભ્ય જયકૃષ્ણ પટેલને ACBએ ઝડપ્યા, ગનમેનને મોકલ્યો હતો રૂ. 20 લાખ લેવા | banswara mla …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News