![]()
– રખડતા ઢોરો સામે કાર્યવાહીની બૂમરેંગ વચ્ચે
– રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવા વાહનચાલકોમાં માંગણી
નડિયાદ : નડિયાદમાં વાણીયાવાડ ચાર રસ્તા પર એકતરફ રખડતા ઢોરોએ અડીંગો જમાવી રાખ્યો છે, બીજી તરફ આજે ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરેલા વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો.
વાણિયાવાડ ચાર રસ્તાએ નડિયાદ શહેરનો મુખ્ય પોશ વિસ્તાર છે. આ વિસ્તરામાં ટ્રાફિકનું સૌથી વધુ ભારણ રહે છે. તેવા સમયે ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલોની વચ્ચોવચ ગાયોએ અડ્ડો જમાવ્યો હતો. રખડતા ઢોરો સામે કાર્યવાહીની બૂમરેંગ વચ્ચે મનપા તંત્ર ઢોર માલિકો સામે કાર્યવાહી કરવામાં પાંગલુ સાબિત થઈ રહ્યુ છે, પરીણામે જાહેર માર્ગો પર હજુ પણ રખડતા ઢોરોના અડ્ડા શહેરભરમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ ઢોર માલિકો સામે કાર્યવાહી કરાય અને દંડ ફટાકારાય તેવી માંગણી પ્રબળ બની છે.
આ તરફ આજે નડિયાદ ટાઉન અને ટ્રાફિક વિભાગે અચાનક વાણિયાવાડ ચાર રસ્તા પાસે જ ધમધમાટી બોલાવી હતી અને રોડને અડીને આડેધડ પાર્ક કરાયેલા વાહનચાલકોને ઉભા રાખીને દંડયા હતા. પોલીસની કાર્યવાહીના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.










