gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in Business
0 0
0
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74609 | Sensex rises 50 points to 74609 at the end of vo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન-અમેરિકા યુદ્વ ફરી કેટલું આક્રમક બનશે એનો મદ્દાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આજથી શરૂ થયેલી ચીનની મુલાકાત પર નિર્ભર રહેવાની શકયતા અને બીજી તરફ ઈરાન મામલે ચીનની મદદ જરૂરી નહીં હોવાના ટ્રમ્પના નિવેદને અનિશ્ચિતતા કાયમ રહેતાં અને બીજી તરફ ભારતીયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનાની ખરીદી એક વર્ષ નહીં કરવા અને  ઈંધણનો વપરાશ ઘટાડવાની કરેલી અપીલ બાદ સોનાની આયાત ડયુટી ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કરવાના લીધેલા નિર્ણય અને હવે પેટ્રોલ, ડિઝલના ભાવમાં પણ તોળાતાં તીવ્ર વધારાને લઈ ભારતીય શેર બજારોમાં ભારે વોલેટીલિટી જોવાઈ હતી. શેરોમાં ખાસ ઉછાળે ઓટમોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરો અને બેંકિંગ શેરોમાં ઓફલોડિંગ થતાં ઈન્ડેક્સ બેઝડ મોટો ઉછાળો અંતે ધોવાયો હતો. મેટલ-માઈનીંગ, પાવર-કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ શેરોમાં તેજીના પરિણામે આજે સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર ચાર દિવસના નેગેટીવ બંધ સામે આજે પોઝિટીવ બંધ આવ્યું હતું. જો કે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે વેલ્યુબાઈંગ થતાં ઝડપી રિકવરી જોવાઈ હતી. સેન્સેક્સ ૭૪૧૩૪થી ૭૫૧૯૨ની રેન્જમાં ભારે અફડાતફડી  બતાવી અંતે ૪૯.૭૪ પોઈન્ટ વધીને ૭૪૬૦૮.૯૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૨૩૨૬૨થી ૨૩૫૮૩ની રેન્જમાં અથડાઈ અંતે ૩૩.૦૫ પોઈન્ટ વધીને ૨૩૪૧૨.૬૦ બંધ રહ્યો હતો.

સ્ટીલ શેરોમાં તેજી પાછળ મેટલ ઈન્ડેક્સ ૧૩૮૭ પોઈન્ટ ઉછળ્યો : જિન્દાલ સ્ટેનલેસ, સેઈલ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડોની સ્ટીલ શેરોમાં તોફાની તેજી પાછળ મોટો ઉછાળો જોવાયો હતો. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૨.૮૦ ઉછળીને રૂ.૮૦૬, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૦૫ વધીને રૂ.૧૦૨૩.૨૦, હિન્દાલ્કો રૂ.૧૪.૨૫ વધીને રૂ.૭૭૮.૫૦, સેઈલ રૂ.૧.૬૫ વધીને રૂ.૧૩૧.૯૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૫.૨૫ વધીને રૂ.૨૫૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૧૧૭૧.૨૫, ટાટા સ્ટીલ રૂ.૧.૧૦ વધીને રૂ.૧૭૪.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૩૮૭.૦૯ પોઈન્ટની છલાંગે ૪૩૩૮૧.૭૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૫૭ વધ્યો : ડાટાપેટર્નસ રૂ.૧૦૭, સીજી પાવર રૂ.૧૩, કોચીન રૂ.૨૩ ઉછળ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડો આજે લેવાલ રહ્યા હતા. પેટ્રોલ, ડિઝલ, એલપીજીનો વપરાશ ઘટાડવાની અપીલ સામે દેશમાં ઈલેક્ટ્રિસિટીનો વપરાશ વધવાના અંદાજોએ વીજ કંપનીઓની નફાશક્તિ વધવાની શકયતાએ ફંડો પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં લેવાલ રહ્યા હતા. ડાટાપેટર્નસ રૂ.૧૦૬.૬૫ ઉછળીને રૂ.૩૧૭૮.૩૫,  સીજી પાવર રૂ.૧૨.૯૫ વધીને રૂ.૭૨૬.૧૦, કોચીન શિપ રૂ.૨૩.૪૫ વધીને રૂ.૧૫૧૧.૩૫, ભારત ડાયનામિક્સ રૂ.૧૫.૫૫ વધીને રૂ.૧૨૫૬.૩૦, વારી એનજીૅ રૂ.૩૧.૪૫ વધીને રૂ.૨૭૪૦, મઝગાંવ ડોક રૂ.૨૫.૫૦ વધીને રૂ.૨૨૬૪.૬૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૪.૮૫ વધીને રૂ.૧૪૧૯.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૫૭.૦૮ પોઈન્ટ વધીને ૭૭૦૭૩.૯૬ બંધ રહ્યો હતો.

સોનાની ડયુટી વધતાં આંચકા બાદ શેરોમાં રિકવરી : કલ્યાણ, ટીબીઝેડ તૂટયા : સેનકો, ટાઈટન વધ્યા

સોનાની આયાત પરની ડયુટી ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કરવામાં આવતાં એક તરફ જવેલરી કંપનીઓના શેરોમાં સતત ત્રીજા દિવસે કડાકો બોલાઈ ગયો હતો. કલ્યાણ જવેલર્સ રૂ.૬.૭૦ ઘટીને રૂ.૩૫૫.૨૫, ત્રિભોવનદાલ ભિમજી ઝવેરી-ટીબીઝેડ રૂ.૧૧.૬૦ ઘટીને રૂ.૧૪૨.૭૦, સેનકો ગોલ્ડ ઘટયામથાળેથી રિકવર થઈ અંતે રૂ.૧૨.૯૦ વધીને રૂ.૩૨૫.૫૫, પીએન ગાડગીલ જવેલર્સ રૂ.૫.૨૦ વધીને રૂ.૬૩૨, ટાઈટન કંપની રૂ.૩૮.૩૫ વધીને રૂ.૪૦૯૨.૪૦ રહ્યા હતા.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફંડો, ઈન્વેસ્ટરોનું ઘટાડે વેલ્યુબાઈંગ : ૨૪૩૧ શેરો પોઝિટીવ બંધ

ઈન્ડેક્સ બેઝડ આજે વોલેટીલિટીના અંતે સાધારણ સુધારા સામે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૨૯  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૩૧અને ઘટનારની ૧૭૦૨  રહી હતી.

કન્ઝયુમર શેરોમાં પસંદગીની તેજી : ડિક્સન રૂ.૯૮૬ ઉછળ્યો : એશીયન પેઈન્ટ રૂ.૧૧૨, બર્જર રૂ.૧૯ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં નબળા પરિણામ છતાં સિલેક્ટિવ આકર્ષણ રહ્યું હતું. ડિક્સન ટેકનોલોજીસના ત્રિમાસિક પરિણામમાં ચોખ્ખો નફો ૩૬ ટકા ઘટીને રૂ.૨૫૬ કરોડ થવા છતાં   આકર્ષણે શેર રૂ.૯૮૬.૪૫ ઉછળીને રૂ.૧૧,૧૨૪.૯૫, એશીયન પેઈન્ટ રૂ.૧૧૨.૩૦ વધીને રૂ.૨૬૧૭.૮૫, બર્જર પેઈન્ટ રૂ.૧૯.૩૫ વધીને રૂ.૫૦૭.૧૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૩૪ વધીને રૂ.૮૩૦૦.૬૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૩૬૯.૯૮ પોઈન્ટ ઉછળીને ૫૭૬૯૯.૨૭ બંધ રહ્યો હતો.

ઈંધણનો વપરાશ ઘટાડવા અપીલ : એચપીસીએલનો નફો વધતાં શેર વધ્યો : ઓઈલ, બીપીસીએલ વધ્યા

દેશમાં ઈંધણનો વપરાશ ઘટાડવાની વડાપ્રધાનની અપીલને દેશના વ્યાપક પોઝિટીવ પ્રતિસાદ મળી રહ્યો હોઈ અને વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડા તરફી ટ્રેન્ડ જોવાતાં આયાત બિલ ઘટવાની અપેક્ષાએ ફંડોની આજે ઓઈલ-ગેસ શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. હિન્દુસ્તાન પેટ્રોલીયમ-એચપીસીએલનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૪૬ ટકા વધીને રૂ.૪૯૦૨ કરોડ થતાં અને શેર દીઠ રૂ.૧૯.૨૫ ડિવિડન્ડ જાહેર કરતાં શેર રૂ.૨૦.૫૦ વધીને રૂ.૩૯૦.૧૦ રહ્યો હતો. ઓઈલ ઈન્ડિયા રૂ.૧૬.૬૦ વધીને રૂ.૫૦૭.૫૦, બીપીસીએલ રૂ.૯.૫૦ વધીને રૂ.૨૯૭.૩૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૩.૯૫ વધીને રૂ.૧૪૧.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૭૬.૨૪ પોઈન્ટ વધીને ૨૭૩૪૮.૦૭ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : બેંક ઓફ બરોડા રૂ.૧૭ તૂટયો : સ્ટેટ બેંક, કેનેરા બેંક, પીએનબી ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોનું આજે ઓફલોડિંગ થયું હતું. બેંક ઓફ બરોડા રૂ.૧૭.૩૦ ઘટીને રૂ.૨૯૭.૯૫, કેનેરા બેંક રૂ.૭.૧૫ ઘટીને રૂ.૧૪૬.૪૦, પીએનબી રૂ.૪.૮૫ ઘટીને રૂ.૧૨૧.૨૫, ફેડરલ બેંક રૂ.૧૧.૧૦ ઘટીને રૂ.૨૮૩.૭૫, યુનિયન બેંક રૂ.૬.૦૫ ઘટીને રૂ.૧૯૧.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૮.૭૦ ઘટીને રૂ.૧૧૬૦.૭૦, એક્સિસ બેંક રૂ.૩૭.૦૫ ઘટીને રૂ.૧૩૩૬.૧૦ રહ્યા હતા.

આઈટી-સોફ્ટવેર શેરોમાં ઓફલોડિંગ : ઝેનસાર, એલટીટીએસ, માસ્ટેક, નેટવેબ, સોનાટા ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં પણ ફંડોની  આજે સતત વેચવાલી રહી હતી. ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૪.૮૦ તૂટીને રૂ.૪૯૩.૭૫, એલટીટીએસ રૂ.૧૦૪.૬૦ ઘટીને રૂ.૩૪૯૯.૩૫, માસ્ટેક રૂ.૩૮.૬૫ ઘટીને રૂ.૧૫૭૯.૯૦, નેટવેબ રૂ.૮૫.૨૦ ઘટીને રૂ.૩૯૩૩.૭૦, સોનાટા સોફ્ટવેર રૂ.૫.૫૫ ઘટીને રૂ.૨૬૭.૮૫, સિએન્ટ રૂ.૧૭.૦૫ ઘટીને રૂ.૮૮૬.૩૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૦૫.૨૧ પોઈન્ટ ઘટીને ૨૭૧૮૦.૭૫ બંધ રહ્યો હતો. 

પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતો વધારો : ઓટો શેરોમાં ધોવાણ : આઈશર મોટર્સ, મહિન્દ્રા ગબડયા

સોનાની આયાત ડયુટીમાં વધારો કરાયા બાદ હવે ગમે તે  ઘડીએ દેશમાં ઈંધણનો વપરાશ અંકુશિત કરવા પેટ્રોલ, ડિઝલના ભાવમાં મોટો વધારો કરવામાં આવશે એવી પૂરી શકયતાએ ઓટોમોબાઈલ શેરોમાં સતત વેચવાલી રહી હતી. આઈશર મોટર્સ રૂ.૧૫૬.૩૦ તૂટીને રૂ.૬૯૬૮.૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૫.૮૦ ઘટીને રૂ.૩૧૧૦.૬૦, અશોક લેલેન્ડ રૂ.૨.૮૫ ઘટીને રૂ.૧૫૩.૩૦, હીરો મોટોકોર્પ રૂ.૮૯.૫૦ ઘટીને રૂ.૪૯૯૪.૮૫, ઉનો મિન્ડા રૂ.૧૪.૬૫ ઘટીને રૂ.૧૧૨૬.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૩૦.૭૧ પોઈન્ટ ઘટીને ૫૭૦૨૫.૦૯ બંધ રહ્યો હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૪૭૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૮૬૯ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૭૦૩.૧૫ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. કુલ રૂ.૧૪,૩૭૩.૯૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૯,૦૭૭.૧૪ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૫૮૬૯.૦૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૮,૮૭૨.૬૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૦૦૩.૬૦ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૩૧ લાખ કરોડ વધીને રૂ.૪૫૮.૩૩ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં  આજે ચાર જદિવસ બાદ પોઝિટીવ બંધ સાથે સાઈડ માર્કેટમાં સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૩૧ લાખ કરોડ વધીને રૂ.૪૫૮.૩૩  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…

દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli...

NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…

NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr...

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય | Sugar Exp…

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય | Sugar Exp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે દૂતાવાસ પણ નકલી : ભેજાબાજ હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત !

હવે દૂતાવાસ પણ નકલી : ભેજાબાજ હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત !

11 months ago
ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

3 months ago
VIDEO: ભારતના એકમાત્ર એક્ટિવ જ્વાળામુખીમાં ફરી વિસ્ફોટ, બેરેન આઇલેન્ડ ધણધણી ઉઠ્યો

VIDEO: ભારતના એકમાત્ર એક્ટિવ જ્વાળામુખીમાં ફરી વિસ્ફોટ, બેરેન આઇલેન્ડ ધણધણી ઉઠ્યો

9 months ago
છોટાઉદેપુર: તળાવ છલોછલ પણ કેનાલો તૂટેલી! સિંચાઈ માટે ખેડૂતોને કુવા ઊંડા કરવાની નોબત આવી | Full Lakes…

છોટાઉદેપુર: તળાવ છલોછલ પણ કેનાલો તૂટેલી! સિંચાઈ માટે ખેડૂતોને કુવા ઊંડા કરવાની નોબત આવી | Full Lakes…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News