gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સતત તેજી બાદ સોના ચાંદીના ETFમાંથી રૂ.3,000 કરોડનું ભંડોળ પાછુ ખેંચાયુ | Rs 3 000 crores of funds wi…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in Business
0 0
0
સતત તેજી બાદ સોના ચાંદીના ETFમાંથી રૂ.3,000 કરોડનું ભંડોળ પાછુ ખેંચાયુ | Rs 3 000 crores of funds wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિક્રમી ઊંચી સપાટીએ ગયા બાદ સોનાચાંદીના ભાવમાં આવેલી પીછેહઠને પગલે ગોલ્ડ તથા સિલ્વર એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માંથી રોકાણકારો દ્વારા વિક્રમી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. સમાપ્ત થયેલા મેમાં ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસમાંથી રૂપિયા ૩૦૦૦ કરોડ જેટલું રોકાણ પાછુ ખેંચી લેવાયું હતું જે  બન્ને ઈટીએફસમાં અત્યારસુધીનો સૌથી વધુ સંયુકત આઉટફલો છે.

ગોલ્ડ ઈટીએફસમાંથી રોકાણકારોએ મેમાં રૂપિયા ૭૨૫ કરોડ પાછા ખેંચી લીધા હતા જે અત્યારસુધીનો સૌથી મોટો આઉટફલો છે અને છેલ્લા એક વર્ષમાં આ પ્રથમ જ એવું રિડમ્પશન છે.  ૨૦૨૫માં ૭૫ ટકા વધ્યા બાદ વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં વિક્રમી સપાટી દર્શાવ્યા બાદ સોનાના ભાવમાં કરેકશન આવ્યું છે જેને લઈને રોકાણકારોએ ગોલ્ડ ઈટીએફસમાંથી રોકાણ પાછુ ખેંચી લઈ નફો બુક કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. આવી જ સ્થિતિ સિલ્વર ઈટીએફસમાં જોવા મળી છે. ચાંદીના ભાવ પણ જાન્યુઆરીની તેની ટોચેથી ૩૯ ટકા નીચા બોલાઈ રહ્યા છે. 

સિલ્વર ઈટીએફસમાંથી રોકાણકારોએ મેમાં રૂપિયા ૨૧૩૩ કરોડ પાછા ખેંચી લીધા હતા. સતત ચોથા મહિને સિલ્વર ઈટીએફસમાં રિડમ્પશન જોવા મળ્યું છે. 

છેલ્લા ચાર મહિનામાં ચાંદી ઈટીએફસમાંથી રોકાણકારોએ રૂપિયા ૩૭૭૦ કરોડ પાછા ખેંચી લીધી છે એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા જણાવે છે. 

ગયા વર્ષમાં બન્ને કિંમતી ધાતુમાં આવેલી રેલીને પરિણામે નેટ ઈન્ફલોસ તથા ફોલિઓમાં જાન્યુઆરી ૨૦૨૬ સુધી સતત  ઉમેરો જોવા મળ્યો હતો. 

જાન્યુઆરીમાં ગોલ્ડ ઈટીએફસમાં રૂપિયા ૨૪૦૪૦ કરોડનો મજબૂત ઈન્ફલોસ જોવા મળ્યો હતો. મેમાં ગોલ્ડ ઈટીએફસના ફોલિઓમાં છેલ્લા એક વર્ષમાં પહેલી જ વખત ઘટાડો જોવા મળ્યો હોવાનું પણ પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય છે.

સિલ્વર ઈટીએફસમાં મેમાં સતત બીજા મહિને ફોલિઓમાં ઘટાડો થયો હતો. નિષ્ણાતોના મતે, સોનાની ખરીદી ઘટાડવાની સરકારની અપીલ ગોલ્ડ ઈટીએફમાં ચોખ્ખા રોકાણ પર પણ અસર કરી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ | 54 16 lakh new accounts in SIP …
Business

મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ | 54 16 lakh new accounts in SIP …

June 13, 2026
31મી મેના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષની ટોચે જોવા મળી | Credit growth in th…
Business

31મી મેના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષની ટોચે જોવા મળી | Credit growth in th…

June 13, 2026
ક્રૂડ તેલમાં ચાર ટકાનો કડાકો : સોનામાં રૂ. 3000, ચાંદીમાં 10000નો ઉછાળો | Four percent crash in crud…
Business

ક્રૂડ તેલમાં ચાર ટકાનો કડાકો : સોનામાં રૂ. 3000, ચાંદીમાં 10000નો ઉછાળો | Four percent crash in crud…

June 13, 2026
Next Post
તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચને ફોનમાં ધમકી મળી | Upsarpanch of Khandhera village in Talaja ta…

તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચને ફોનમાં ધમકી મળી | Upsarpanch of Khandhera village in Talaja ta...

મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ | 54 16 lakh new accounts in SIP …

મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ | 54 16 lakh new accounts in SIP ...

‘હુમલા સાંખી નહીં લેવાય…’, 3 ભારતીયોના મોત અંગે અમેરિકાના વિદેશમંત્રી સમક્ષ ભારતનો વિરોધ | Externa…

'હુમલા સાંખી નહીં લેવાય...', 3 ભારતીયોના મોત અંગે અમેરિકાના વિદેશમંત્રી સમક્ષ ભારતનો વિરોધ | Externa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બચુની બેનપણી : મસ્તી, નોકઝોંક અને હસાવનારી મજા

બચુની બેનપણી : મસ્તી, નોકઝોંક અને હસાવનારી મજા

10 months ago
પ્રેમના ચક્કરમાં સગીરાએ ભવિષ્ય બાજુ પર મૂકી દીધું,19વર્ષના બોયફ્રે્ન્ડ સાથે લગ્નની જિદે ચડી ઘર છોડવા…

પ્રેમના ચક્કરમાં સગીરાએ ભવિષ્ય બાજુ પર મૂકી દીધું,19વર્ષના બોયફ્રે્ન્ડ સાથે લગ્નની જિદે ચડી ઘર છોડવા…

2 weeks ago
કલામંદિર જ્વેલર્સમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટમાંથી ૨૮ લાખની ખરીદી કરી | nikol resident person cheated K…

કલામંદિર જ્વેલર્સમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટમાંથી ૨૮ લાખની ખરીદી કરી | nikol resident person cheated K…

9 months ago
ગુજરાતની ટોપ ટેન સ્કૂલમાં સુરત પાલિકાની સ્કૂલની બોલબાલા : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યો…

ગુજરાતની ટોપ ટેન સ્કૂલમાં સુરત પાલિકાની સ્કૂલની બોલબાલા : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યો…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News