gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેકસ 85609, જ્યારે નિફટી 26205 સાથે ઓલટાઈમ હાઈની નજીક બંધ | Sensex closes near all time high at …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in Business
0 0
0
સેન્સેકસ 85609, જ્યારે નિફટી 26205 સાથે ઓલટાઈમ હાઈની નજીક બંધ | Sensex closes near all time high at …
2
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક પોેઝિટિવ પરિબળોના ટેકા સાથે ભારતીય શેરબજારના ઈન્ડાઈસિસ આજે જોરદાર ઉછાળા સાથે બંધ રહ્યા હતા. સેન્સેકસે ૧૦૦૦ પોઈન્ટની છલાંગ મારી હતી જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ પણ ૩૦૦ પોઈન્ટથી વધુના સુધારા સાથે બંધ રહ્યો હતો. બન્ને બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ તેમની સપ્ટેમ્બર, ૨૦૨૪ની ઓલટાઈમ હાઈ સપાટીની નજીક બંધ રહ્યા હતા. અમેરિકામાં વ્યાજ દરમાં કપાત ઉપરાંત ઘરઆંગણે રિઝર્વ બેન્ક પણ રેપો રેટ ઘટાડશે તેવા સંકેતો તથા વિદેશી રોકાણકારો ફરી ભારતીય બજારમાં સક્રિય થઈ રહ્યાના અહેવાલોએ પણ ઘરઆંગણે રોકાણકારોનું માનસ ઊંચકાયું હતું. અમેરિકામાં રિટેલ ખર્ચમાં ઘટાડો અને ફુગાવો પણ મંદ પડી રહ્યો હોવાના આવેલા અહેવાલો બાદ ફેડરલ ઓપન માર્કેટ કમિટિ (એફઓએમસી) ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી શકયતા વધી જતા વિશ્વના શેરબજારોમાં સેન્ટિમેન્ટ ઊંચુ રહ્યું હતું. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે બીએસઈ સેન્સેકસ ઉપરમાં ૮૫૬૪૪.૧૯ અને નીચામાં ૮૪૪૭૮.૧૩ વચ્ચે અથડાઈને છેવટે આગલા બંધથી ૧૦૨૨.૫૦ વધી ૮૫૬૦૯.૫૧ બંંધ રહ્યો હતો. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના   સેન્સેકસે ૮૫૯૭૮.૨૫ની ઓલટાઈમ  હાઈ સપાટી  દર્શાવી હતી. નિફટી૫૦ ઈન્ડેકસ નીચામાં ૨૫૮૪૨.૯૫ અને ઉપરમાં ૨૬૨૧૫.૧૫ થઈ છેવટે ૩૨૦.૫૦ ઉછળી ૨૬૨૦૫.૩૦ બંધ રહ્યો હતો. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના નિફટીએ ૨૬૨૭૭ની ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી. નિફટીમાં આજનો ઉછાળો પાંચ મહિનાનો સૌથી મોટો ઉછાળો રહ્યો છે. બીએસઈમાં લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૫.૫૧ લાખ કરોડ વધી રૂપિયા ૪૭૪.૯૨ લાખ કરોડ પર પહોંચી ગઈ હતી. બીએસઈમાં માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી હતી. ૨૭૨૧ સ્ટોકસના ભાવ વધ્યા હતા જ્યારે ૧૪૫૩ માં ઘટાડો થયો હતો અને ૧૬૨ શેરોના ભાવ સ્થિર રહ્યા હતા. એમસીએકસનો ભાવ પ્રથમ વખત  રૂપિયા ૧૦,૦૦૦ને પાર કરી ગયો હતો. 

નિફટી  બેન્ક  ઈન્ડેકસ ૭૦૮ પોઈન્ટ ઉછળી ૫૯૫૨૮ સાાૃથે નવી ઊંચી સપાટીએ પહોંચ્યો

વ્યાજ દર ઘટવાની શકયતાએ બેન્ક શેરોમાં  જોરદાર લેવાલીએ નિફટી બેન્ક ઈન્ડેકસ ૭૦૮ પોઈન્ટ ઉછળી નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. એક્સિઝ બેન્ક રૂપિયા ૨૩.૯૦ વધી રૂપિયા ૧૨૯૦.૨૦,  કોટક મહિન્દ્રા રૂપિયા ૨૧૦૩.૮૦ વધી રૂપિયા ૩૩.૯૦, પીએનબી રૂપિયા ૧.૯૪ વધી રૂપિયા ૧૨૪.૯૪, ઈન્ડસ ઈન્ડ. બેન્ક રૂપિયા ૧૦.૮૦ વધી રૂપિયા ૮૫૦.૭૦, કેનેરા બેન્ક રૂપિયા ૧.૪૭ વધી રૂપિયા ૧૫૦.૧૬ રહ્યો હતો. વ્યાજ દરમાં ઘટાડાની સ્થિતિમાં બેન્કોમાં ધિરાણ ઉપાડ વધવાની શકયતાએ બેન્ક શેરો આકર્ષણમાં રહ્યા હતા. 

આયાતી માલ સામે સ્ટીલ ઉદ્યોગને રક્ષણ પૂરા પાડવા વધુ પગલાં આવવાની ધારણાંએ મેટલ શેરો ઝળકયા

આયાતી સ્ટીલ ખાસ કરીને ચીન ખાતેથી આવતા સ્ટીલ પર સેફગાર્ડ ડયૂટી લાગુ કરવાની  વિચારણા ચાલી રહી હોવાના અહેવાલે સ્ટીલ શેરોમાં લેવાલી નીકળી હતી. સેફગાર્ડ ડયૂટીની  સ્થિતિમાં ઘરઆંગણેનું સ્ટીલ સસ્તુ પડી શકે છે, જે સ્થાનિક ઉદ્યોગ માટે લાભકારક બની રહેશે તેવી ગણતરી મુકાતીહતી. લોયડ મેટલ્સ રૂપિયા ૫૨.૨૦ વધી રૂપિયા ૧૨૪૧.૦૦. જેએસડબ્લ્યુ સ્ટીલ રૂપિયા ૪૨.૪૦ વધી રૂપિયા ૧૧૫૪.૪૦, સેઈલ રૂપિયા ૪.૬૭ વધી રૂપિયા ૧૩૬.૯૨, જિંદાલ સ્ટેનલેસ રૂપિયા ૧૭.૬૦ વધી રૂપિયા ૭૬૪.૧૫ , ટાટા સ્ટીલ રૂપિયા ૩.૩૪ વધી રૂપિયા ૧૬૯.૬૭ બંધ રહ્યો હતો. 

દેશના આિાૃર્થક વિકાસ સાાૃથે ઊર્જા માગ વાૃધવાની અપેક્ષાએ એનર્જી શેરોમાં લેવાલી નીકળી

વર્તમાન તથા આગામી નાણાં વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ઊંચા રહેવાના વરતારાએ ઊર્જા શેરોમાં લેવાલી રહી હતી. આર્થિક વિકાસ સાથે વીજની માગ મજબૂત રહેવાની ધારણાં છે. રિલાયન્સ પાવર રૂપિયા ૨.૨૮ વધી રૂપિયા ૩૯.૪૮, ટાટા પાવર રૂપિયા ૧૧.૫૦ વધી રૂપિયા  ૩૯૧.૫૦, સુઝલોન એનર્જી  રૂપિયા ૧.૩૯ વધી રૂપિયા ૫૫.૫૮, અદાણી પાવર રૂપિયા ૧.૭૮ વધી રૂપિયા ૧.૭૮ વધી રૂપિયા ૧૪૮.૬૨, ગેઈલ રૂપિયા ૪.૯૪ વધી રૂપિયા ૧૮૫.૧૬, બીપીસીએલ રૂપિયા ૧૧.૮૦ વધી રૂપિયા ૩૬૭.૬૫ બંધ રહ્યા હતા. 

આઈટી શેરો ઊંચકાયાઃ ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, વિપ્રો, ઈન્ફોસિસ સહિતના આઈટી શેરો સુાૃધારા તરફી રહ્યા

અમેરિકામાં વ્યાજ દર ઘટવાની સ્થિતિમાં ત્યાં હિત ધરાવતી દેશની આઈટી કંપનીઓને લાભ થઈ રહેવાની અપેક્ષાએ આઈટી શેરોમાં ખરીદી નીકળી હતી. ટીસીએસ રૂપિયા ૪૩.૭૦ વધી રૂપિયા ૩૧૬૨.૯૦, ઈન્ફોસિસ રૂપિયા ૨૭.૩૦ વધી રૂપિયા ૧૫૫૭.૯૦, વિપ્રો રૂપિયા ૪.૫૫ વધી રૂપિયા ૨૫૦.૧૯ રહ્યો હતો. 

સેન્સેકસ હેવીવેઈટ રિલાયન્સ, બીઈએલ, સન ફાર્મા, ટીએમપીવી, આઈટીસી સહિતના શેરોમાં આકર્ષણ

સેન્સેકસ હેવીવેઈટ રિલાયન્સ રૂપિયા ૩૦.૬૫ વધી રૂપિયા ૧૫૬૯.૭૫, ટીએમપીવી રૂપિયા ૬.૭૫ વધી રૂપિયા ૩૫૯.૨૦, લારસન રૂપિયા  ૬૫.૩૦ વધી રૂપિયા ૪૦૬૧.૧૦ બંધ રહ્યા હતા. અદાણી પોર્ટસ, એનટીપીસી, આઈટીસી સહિતના સ્ટોકસમાં રોકાણકારોની લેવાલી નીકળી હતી. 

FPIs/FIIની કેશમાં રૂ.૭૮૫ કરોડની જ્યારે DIIની રૂ. ૩૯૧૨ કરોડની ચોખ્ખી ખરીદી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે   મંગળવારે  શેરોમાં કેશમાં રૂ.  ૪૭૭૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ. ૧૬૨૩૨   કરોડની ખરીદી સામે કુલ રૂ. ૧૧૪૫૪  કરોડની વેચવાલી રહી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની  રૂ.  ૬૨૪૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.  ૧૬૩૩૪  કરોડની ખરીદી સામે કુલ રૂ.  ૧૦૦૮૬  કરોડની વેચવાલી રહી હતી.

કોમોડિટીના ઊંચા ભાવ તાૃથા વોલ્યુમ વાૃધતા એમસીએકસ પ્રાૃથમ જ વખત રૂ. ૧૦,૦૦૦ને પાર

બીએસઈ પર એમસીએકસનો ભાવ બુધવારે ૩ ટકા જેટલો વધી પહેલી જ વખત રૂપિયા ૧૦,૦૦૦ને પાર કરી રૂપિયા ૧૦૧૪૮ જોવાયો હતો. વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા એમસીએકસ માટેના ટાર્ગેટ ઊંચા મુકવામાં આવી રહ્યા છે. સોનાચાંદી ઉપરાંત ઊર્જા ખાસ કરીને ક્રુડ ઓઈલ અને ગેસના  એમસીએકસ પર દૈનિક વેપારમાં જોરદાર વધારો થયો છે. આને કારણે એમસીએકસના નફામાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl...

પાલતુ શ્વાન અંગે ફરિયાદ કરાતાં મહિલાએ મહિલાને તમાચો ઝીંકી દીધો | Woman slapped by man after complain…

પાલતુ શ્વાન અંગે ફરિયાદ કરાતાં મહિલાએ મહિલાને તમાચો ઝીંકી દીધો | Woman slapped by man after complain...

ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …

ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય | India closes i…

પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય | India closes i…

1 year ago
બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ મારો ચુકાદો સૌથી મહત્ત્વપૂર્ણ, નિવૃત્તિ અગાઉ CJI ગવઇએ ચોંકાવ્યા | My verdict …

બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ મારો ચુકાદો સૌથી મહત્ત્વપૂર્ણ, નિવૃત્તિ અગાઉ CJI ગવઇએ ચોંકાવ્યા | My verdict …

8 months ago
વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…

વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…

3 months ago
અંગદાનમાં આપણું ગુજરાત મહારાષ્ટ્ર, તેલંગાણાની તુલનાએ પાછળ, દેશમાં છેક સાતમા સ્થાને | Organ Donation …

અંગદાનમાં આપણું ગુજરાત મહારાષ્ટ્ર, તેલંગાણાની તુલનાએ પાછળ, દેશમાં છેક સાતમા સ્થાને | Organ Donation …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News