gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સનો 752 પોઈન્ટનો ઉછાળો અંતે 188 પોઈન્ટ નીવડી 83570 | Sensex’s 752 point jump ends at 188 poi…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in Business
0 0
0
સેન્સેક્સનો 752 પોઈન્ટનો ઉછાળો અંતે 188 પોઈન્ટ નીવડી 83570 | Sensex’s 752 point jump ends at 188 poi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આઈટી, બેંકિંગ શેરોમાં  તોફાની તેજી સામે કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધોવાણ

મુંબઈ : મહારાષ્ટ્રમાં વિવિધ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિને બહુમત મળ્યાના પોઝિટીવ પરિબળે અને કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આઈટી કંપનીઓના પરિણામો ટીસીએસના એકંદર નબળા આવ્યા સામે ઈન્ફોસીસના અપેક્ષાથી સારા અને ગાઈડન્સ સુધારીને રજૂ કરાતાં તેમ જ વૈશ્વિક મોરચે ટ્રમ્પની આકરી નીતિ ઢીલી પડવાના સંકેતે આજે ફંડોએ ભારતીય શેર બજારોમાં આઈટી શેરોની આગેવાનીમાં ટ્રેડિંગની શરૂઆત તોફાની તેજીએ કરી હતી. આ સાથે ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાના અહેવાલ વહેતાં થતાં અને ભારત અને યુરોપીય યુનિયન વચ્ચે ટ્રેડ ડિલ ૨૭, જાન્યુઆરી સુધીમાં થવાના નિવેદનની બજારમાં પોઝિટીવ અસર જોવાઈ હતી. લોકલ ફંડોની શેરોમાં મોટી ખરીદી સામે ઉછાળે ફોરેન ફંડોનું હેમરિંગ વધતું જોવાયું હતું.

સેન્સેક્સ આરંભમાં ૮૪૫૭૦ સુધી ઉછળી પાછો ફર્યો : નિફટી ૨૫૬૬૨ની ઊંચાઈએ પહોંચી પાછો ફર્યો

આઈટી શેરો સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં  ફંડો લેવાલ બનતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ સાંજે જાહેર થતાં પૂર્વે બજારની ચાલ મજબૂત રહી હતી. સેન્સેક્સ આરંભમાં ૭૫૨.૨૬ પોઈન્ટની છલાંગે ઉપરમાં ૮૪૧૩૪.૯૭ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, ઓટો શેરોમાં ઓફલોડિંગ થતાં ઉછાળો ધોવાતો  જઈ સેન્સેક્સ નીચામાં ૮૩૪૫૬.૫૦ સુધી આવી અંતે ૧૮૭.૬૪ પોઈન્ટ વધીને ૮૪૫૭૦.૩૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં ૨૫૮૭૩.૫૦ સુધી ઉછળીને પાછો ફરી નીચામાં ૨૫૬૬૨.૪૦ સુધી આવી અંતે ૨૮.૭૫ પોઈન્ટ વધીને ૨૫૬૯૪.૩૫ બંધ રહ્યો હતો. અલબત સ્મોલ કેપ શેરોમાં સતત કડાકો બોલાતો રહ્યો હતો.

કંપની પરિણામોએ આઈટી શેરોમાં ઓરેકલ રૂ.૪૨૮, ઈન્ફોસીસ રૂ.૯૦, ટેક મહિન્દ્રા રૂ.૮૨ ઉછળ્યા

ઈન્ફોસીસના ત્રિમાસિક પરિણામ અપેક્ષાથી સારા આવ્યા સાથે કંપનીએ પૂર્ણ વર્ષ ૨૦૨૬ માટે આવક વૃદ્વિનો અંદાજ વધારીને મૂકતાં ફંડોએ આજે આઈટી શેરોમાં તોફાની તેજી કરી હતી. ઈન્ફોસીસ રૂ.૯૦.૩૫ ઉછળીને રૂ.૧૬૮૯.૪૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૪૨૮.૬૦ ઉછળીને રૂ.૭૯૬૧.૪૦, ટેક મહિન્દ્રાના ત્રિમાસિક પરિણામમાં ચોખ્ખો નફો ૧૪ ટકા વધીને રૂ.૧૧૨૨ કરોડ થતાં શેર  રૂ.૮૨.૦૫ વધીને રૂ.૧૬૭૦.૫૫, નેટવેબ રૂ.૧૬૨.૧૫ વધીને રૂ.૩૩૫૧.૦૫, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૨૭૭.૯૦ વધીને કરૂ.૬૩૦૭.૭૫, હેક્ઝાવેર રૂ.૨૫.૪૦ વધીને રૂ.૭૩૮, કોફોર્જ રૂ.૫૦.૫૦ વધીને રૂ.૧૭૩૨.૨૦, એમ્ફેસીસ રૂ.૯૫.૮૦ વધીને રૂ.૨૮૮૬.૮૦, બિરલા સોફ્ટ રૂ.૧૪.૩૦ વધીને રૂ.૪૩૩.૧૦, વિપ્રોના અપેક્ષાથી સારા પરિણામે શેર રૂ.૭.૧૦ વધીને રૂ.૨૬૭.૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૦.૩૦ વધીને રૂ.૧૬૯૮.૯૦, પર્સિસ્ટન્ટ રૂ.૧૩૨.૬૦ વધીને રૂ.૬૪૦૩.૧૦, ટાટા એલેક્સી રૂ.૧૧૦.૫૦ વધીને રૂ.૫૬૧૨.૪૦  રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૨૪૦.૧૦ પોઈન્ટ ઉછળીને ૩૭૭૭૪.૦૩ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૭૮૧ પોઈન્ટ ઉછળ્યો : ફેડરલ બેંક પરિણામે રૂ.૨૩ ઉછળી રૂ.૨૭૦ : એયુ સ્મોલ ફાઈ. બેંક વધ્યો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ બેંકોના અપેક્ષાથી સારા પરિણામ અને એનપીએમાં ઘટાડાના આકર્ષણે ફરી તેજી કરી હતી. ફેડરલ બેંકના ત્રિમાસિક પરિણામ પાછળ શેર રૂ.૨૩.૪૫ ઉછળીને રૂ.૨૭૦.૩૫ રહ્યો હતો. એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૪૮.૮૦ વધીને રૂ.૧૦૨૫.૧૫, પીએનબી રૂ.૩.૬૫ વધીને રૂ.૧૩૨.૩૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪ વધીને રૂ.૧૦૪૨.૩૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૮૦.૬૦ પોઈન્ટ ઉછળીને ૬૭૯૬૪.૪૮ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૯૪ પોઈન્ટ તૂટયો : જીઈ વર્નોવા રૂ.૧૭૫, પાવર ઈન્ડિયા રૂ.૭૩૨ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ આજે મોટું ઓફલોડિંગ કર્યું હતું. જીવી વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૧૭૫.૪૦ તૂટીને રૂ.૨૬૨૧.૨૫, પાવર ઈન્ડિયા રૂ.૭૩૨.૨૦ તૂટીને રૂ.૧૬,૨૨૫.૩૫, સીજી પાવર રૂ.૧૫.૧૦ ઘટીને રૂ.૫૬૧.૮૫, પોલીકેબ રૂ.૧૯૦.૨૦ તૂટીને રૂ.૭૧૩૦.૯૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૮.૯૦ ઘટીને રૂ.૪૩૦.૫૫, સિમેન્સ રૂ.૫૧.૮૫ ઘટીને રૂ.૨૯૨૦.૮૫, ટીમકેન રૂ.૫૩.૦૫ ઘટીને રૂ.૨૯૯૭.૮૫, એબીબી ઈન્ડિયા રૂ.૬૫.૪૦ ઘટીને રૂ.૪૮૬૭.૧૫, મઝગાંવ રૂ.૨૪.૨૫ ઘટીને રૂ.૨૪૪૬.૮૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૯૩.૯૧ પોઈન્ટ તૂટીને ૬૩૯૫૨.૪૫ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફરી મોટું ધોવાણ : ડિક્સન રૂ.૩૬૮, એશીયન પેઈન્ટ રૂ.૫૮ તૂટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે ફરી મોટું ધોવાણ થયું હતું. ડિક્સન ટેકનોલોજી રૂ.૩૬૮.૨૦ તૂટીને રૂ.૧૦,૭૩૨.૬૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૩.૧૫ ઘટીને રૂ.૪૬૭.૫૦, એશીયન પેઈન્ટ રૂ.૫૮.૪૫ તૂટીને રૂ.૨૭૫૬.૯૦, વોલ્ટાસ રૂ.૨૮.૬૦ ઘટીને રૂ.૧૪૧૦.૯૫, ક્રોમ્પ્ટન રૂ.૩.૫૫ ઘટીને રૂ.૨૫૧.૧૦, ટાઈટન રૂ.૨૪.૧૦ ઘટીને રૂ.૪૧૯૬.૯૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૩૨.૦૬ પોઈન્ટ તૂટીને ૬૦૦૨૨.૧૩ બંધ રહ્યો હતો. 

ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની તેજી : એચપીસીએલ રૂ.૧૮ વધી રૂ.૪૫૮ : બીપીસીએલ, આઈઓસી વધ્યા

ઓઈલ-ગેસ શેરોમાં આજે પસંદગીની ખરીદી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ જાહેર થતાં પૂર્વે અને વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલનો  પુરવઠો સુનિશ્ચિત કરવા ઓપેક દેશો ઉત્પાદન વધારે એવી શકયતાએ ભાવો વધ્યામથાળેથી ઘટી આવતાં શેરોમાં સિલેક્ટિવ મજબૂતી રહી હતી. એચપીસીએલ રૂ.૧૭.૮૫ વધીને રૂ.૪૫૭.૮૦, બીપીસીએલ રૂ.૬.૧૦ વધીને રૂ.૩૬૩.૧૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૨.૨૫ વધીને રૂ.૧૬૧.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૧૯.૮૩ પોઈન્ટ વધીને ૨૭૭૫૧.૮૨  બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં નબળાઈ : થેમીસ મેડી, નાટકો ફાર્મા, કોહાન્સ, મેનકાઈન્ડ, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા ઘટયા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે ફંડોએ વેચવાલી કરતાં નબળાઈ જોવાઈ હતી. થેમીસ મેડી રૂ.૪.૦૫ તૂટીને રૂ.૯૧.૮૫, ગુજરાત થેમીસ રૂ.૧૪.૭૦ ઘટીને રૂ.૩૫૭.૦૫, નાટકો ફાર્મા રૂ.૩૧.૯૦ ઘટીને રૂ.૮૬૦, કોહાન્સ રૂ.૧૫.૮૦ ઘટીને રૂ.૪૨૫.૬૫, સાંઈ લાઈફ રૂ.૩૨.૨૫ ઘટીને રૂ.૮૭૨.૬૦, મેનકાઈન્ડ  રૂ.૬૭.૭૫ ઘટીને રૂ.૨૧૭૬.૧૫, ગ્રેન્યુઅલ ઈન્ડિયા રૂ.૧૭.૮૦ ઘટીને રૂ.૫૮૧.૬૦  રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૦૫.૦૩ પોઈન્ટ ઘટીને ૪૨૮૫૭.૬૩ બંધ રહ્યો હતો. 

મેટલ-માઈનીંગ શેરોમાં તેજીને બ્રેક : નાલ્કો રૂ.૧૨ તૂટયો : હિન્દુસ્તાન ઝિંક, હિન્દાલ્કો, સેઈલ ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી ફંડોએ ચાંદી સહિતના ભાવોમાં ઉછાળા અને નોન-ફેરસ મેટલના ભાવોમાં મજબૂતી પાછળ કરેલી તેજીને આજે બ્રેક લગાવી હતી. નાલ્કો રૂ.૧૧.૯૦ તૂટીને રૂ.૩૬૧.૫૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૭.૦૫ ઘટીને રૂ.૬૩૭.૩૫, હિન્દાલ્કો રૂ.૨૦.૭૦ ઘટીને રૂ.૯૩૪.૭૦, સેઈલ રૂ.૩.૧૫ ઘટીને રૂ.૧૪૯.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૯૬.૪૧ પોઈન્ટ ઘટીને ૩૮૨૬૨.૯૪ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ફંડોની વેચવાલી : અપોલો ટાયર, એમઆરએફ, મારૂતી, બોશ, બજાજ ઓટોમાં વેચવાલી

ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોની આજે વેચવાલી રહી હતી. ફંડો નવી ખરીદીથી દૂર રહી હળવા થયા હતા. અપોલો ટાયર રૂ.૧૮.૯૫ ઘટીને રૂ.૫૦૯, એમઆરએફ રૂ.૨૭૭૮.૫૫ તૂટીને રૂ.૧,૪૨,૮૭૧.૧૦, મારૂતી સુઝુકી રૂ.૨૮૭.૫૦ ઘટીને રૂ.૧૫,૮૫૬.૫૫, બોશ રૂ.૬૧૪.૫૫ ઘટીને રૂ.૩૬,૮૩૩.૨૦, બજાજ ઓટો રૂ.૯૬.૩૦ ઘટીને રૂ.૯૪૮૦.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૭૨.૯૨ પોઈન્ટ ઘટીને ૬૧૩૧૩.૩૨ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ શેરોમાં કડાકો : દરેક તૂટતાં ભાવોએ વેચવાલીનું વધતું દબાણ : ૨૩૯૫ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ આજે આરંભિક ઝડપી તેજી બાદ ઉછાળે સાવચેતીમાં વેચવાલીનું દબાણ વધ્યા સાથે સ્મોલ કેપ શેરોમાં અસાધારણ કડાકો બોલાયા સાથે દરેક ઘટયા ભાવોએ શેરોમાં વેચવાલીનું દબાણ વધતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૯૭  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૪૯  અને ઘટનારની ૨૩૯૫ રહી હતી.

DIIની રૂ.૩૯૩૫ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૪૩૪૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૪૩૪૬.૧૩  કરોડની ચોખ્ખી વેચવાલી રહી  હતી. કુલ રૂ.૨૦,૧૫૯.૮૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૪,૫૦૫.૯૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૯૩૫.૩૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૯,૧૩૫.૪૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૨૦૦.૧૧ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩૪ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૭.૮૪ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં ઝડપી રિકવરી બાદ ઉછાળે સાવચેતી સાથે ઘણા શેરોમાં વેચવાલી રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩૪ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૬.૮૪ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
46 વર્ષ જૂની ‘અટલ’ ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ ‘કમળ’ ખીલ્યું | BJP’s histor…

46 વર્ષ જૂની 'અટલ' ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ 'કમળ' ખીલ્યું | BJP's histor...

લીંબડી નજીક આઇશરમાંથી રૂ. 27 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો | Liquor and beer worth Rs 27 lakh seize…

લીંબડી નજીક આઇશરમાંથી રૂ. 27 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો | Liquor and beer worth Rs 27 lakh seize...

કપડવંજની શિલ્યા સોસા.માં ત્રીજી વખત તસ્કરો ત્રાટક્યા | Smugglers strike for the third time in Kapadv…

કપડવંજની શિલ્યા સોસા.માં ત્રીજી વખત તસ્કરો ત્રાટક્યા | Smugglers strike for the third time in Kapadv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છાણી પોલીસે પકડેલા 2.50 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું | Chhani police destroy liquor wo…

છાણી પોલીસે પકડેલા 2.50 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું | Chhani police destroy liquor wo…

9 months ago
ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

1 month ago
અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પ…

અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પ…

1 month ago
ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…

ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News