gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ વધતા રોકાણ કારોની સંપત્તિમાં એક જ દિવસમાં16 લાખ કરોડનો વધારો | Sensex rises wealth of inve…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in Business
0 0
0
સેન્સેક્સ વધતા રોકાણ કારોની સંપત્તિમાં એક જ દિવસમાં16 લાખ કરોડનો વધારો | Sensex rises wealth of inve…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– યુદ્ધવિરામ સહિતના પરિબળોની બજાર પર સાનુકૂળ અસર

– સેન્સેક્સ 2,975 પોઇન્ટ ઉછળી 82,430 અને નિફ્ટી 917 પોઇન્ટ ઉછળી 24,925ની ઊંચી સપાટીએ : ડાઉજોન્સમાં 907, નાસ્ડેકમાં 646 પોઇન્ટના ઉછાળો

અમદાવાદ : ભારત- પાકિસ્તાન વચ્ચે સરહદે અથડામણ બાદ યુદ્ધવિરામની જાહેરાત તેમજ અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ ડીલ થયાના અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારોમાં તોફાની તેજી જોવા મળી હતી. વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલીએ શેરોની જાતેજાતમાં ઉછાળા નોંધાતા સેન્સેક્સમાં ૨૯૭૫ પોઇન્ટનો અને નિફ્ટીમાં ૯૧૭ પોઇન્ટનો તોતિંગ ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સના ઉછાળા પાછળ રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૬ લાખ કરોડનો જંગી ઉછાળો નોંધાયો હતો.

છેલ્લા ચારેક દિવસથી ભારત- પાકિસ્તાન વચ્ચે સરહદે અથડામણ થયા બાદ યુદ્ધવિરામની જાહેરાત થતા હાલ તુરંત જીઓ પોલિટિકલ તણાવ દૂર થયાના અહેવાલોની આજે ભારતીય શેરબજારો પર સાનુકૂળ અસર જોવા મળી હતી. આ ઉપરાંત ચીન- અમેરિકા વચ્ચે ટેરિફ ડીલ થતા તેમજ પ્રતિકૂળ માહોલ વચ્ચે પણ વિદેશી રોકાણકારો ભારતમાં પોતાનું રોકાણ જાળવી રાખ્યાના અહેવાલોની પણ બજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી.  વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૧૨૪૬ કરોડની ખરીદી કરી હતી.

આ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૩૦૪૧ પોઇન્ટ ઉછળી ૮૨,૪૯૬ પહોંચ્યો હતો બીજી તરફ નિફ્ટી પણ ૯૩૭ પોઇન્ટ ઉછળી ૨૪,૯૪૫ પહોંચ્યો હતો. જો કે, કામકાજના અંતે સેન્સેક્સ ૨૯૭૫.૪૩ પોઇન્ટની છલાંગે ૮૨૪૨૯.૯૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૯૧૬.૭૦ પોઇન્ટ ઉછળીને ૨૪,૯૨૪.૭૦ની સપાટીએ મજબૂત હતો. આ અગાઉ ગત તા. ૩ જૂન, ૨૦૨૪ના રોજ સેન્સેક્સ અને નિફ્ટીમાં એક દિવસીય મોટા ઉછાળા નોંધાયા હતા.

શેરબજારમાં નોંધાયેલ ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં ૧૬.૧૬ લાખ કરોડનો વધારો થતાં અંતે રૂ. ૪૩૨.૫૬ લાખ કરોડ રહી હતી. આજે સ્મોલ- મિડ કેપ શેરોમાં ઉછાળા નોંધાતા માર્કેટ કેપમાં પણ રૂ. ૫.૨૭ લાખ કરોડનો જંગી વધારો થયો હતો.

ઉપરોક્ત અહેવાલો પાછળ આજે એશિયા તેમજ યુરોપના બજારોમાં પણ પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે ખૂલતા અમેરિકી શેરબજારોમાં અમેરિકા- ચીન વચ્ચે ટેરિફ ડીલ થયાના અહેવાલો પાછળ આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉજોન્સ ૯૦૭ પોઇન્ટ ઉછળીને ૪૨,૧૫૭ પહોંચ્યો હતો જ્યારે નાસ્ડેક ૬૪૬ પોઇન્ટ ઉછળીને ૧૮,૫૭૫ પર કાર્યરત હતો.

પાકિસ્તાનના શેર બજારમાં 9,751 પોઇન્ટનો તીવ્ર ઉછાળો 

મુંબઈ : પહલેગામ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ઘટના બાદ ભારતીય સૈન્યએ સિંદૂર ઓપરેશન ચલાવીને પાકિસ્તાનમાં ઘૂંસીને કરેલા જવાબી હુમલાના કારણે પાકિસ્તાનના શેર બજારોમાં એક સપ્તાહ સુધી ધબડકો બોલાઈ ગયા બાદ ઘૂંટણિયે આવી ગયેલા પાકિસ્તાને ભારત સાથે યુદ્વની સ્થિતિમાં વિરામ માટે સંમત થતાં આજે પાકિસ્તાનના શેર બજારમાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો હતો. પાકિસ્તાનના કરાચી શેર બજારમાં આજે કેએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૯.૦૭ ટકા એટલે કે ૯૭૫૧.૮૦ પોઈન્ટની છલાંગે ૧,૧૭,૨૯૩.૨૫ બંધ રહ્યો હતો.

કરાચી શેર બજારનો કરાચી ૩૦ ઈન્ડેક્સ ૯.૩૧ ટકા એટલે કે ૩૦૫૦.૭૪ પોઈન્ટ ઉછળીને ૩૫,૮૩૩.૧૩ અને કેએસઈ ઈન્ડેક્સ ૮.૫૬ ટકા એટલે કે ૫૭૦૮.૨૭ પોઈન્ટ ઉછળીને ૭૨૩૭૭.૬૯ બંધ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના શેર બજારમાં ગત અઠવાડિયે નીચલી સર્કિટના ધબડકાના કારણે ટ્રેડીંગ કલાક માટે બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે આજે ૧૦ ટકા જેટલા ઉછાળાના કારણે ૬૦ મીનિટ માટે ટ્રેડીંગ હોલ્ટની ફરજ પડી હતી. ગત અઠવાડિયે પાકિસ્તાનના શેર બજારમાં ૬ ટકાથી વધુ કડાકો બોલાઈ ગયો હતો. ભારત અને પાકિસ્તાન એકબીજા સામે સૈન્ય કાર્યવાહીને અટકાવવા શનિવારે ૧૦, મે ૨૦૨૫ના સંમત થતાં અને ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઈએમએફ) દ્વારા પાકિસ્તાનને ૨.૪ અબજ ડોલરની લોન મંજૂર કરવાના સમાચારોએ આજે પાકિસ્તાનના શેર બજારમાં રિલીફ રેલી આવી હતી.

સેન્સેક્સના મોટા ઉછાળા

તારીખ

ઉછાળો (પોઇન્ટમાં)

૧૨ મે, ૨૦૨૫

૨૯૭૫

૩ જૂન, ૨૦૨૪

૨૫૦૭

૭ એપ્રિલ, ૨૦૨૦

૨૪૭૬

૧ ફેબુ્ર., ૨૦૨૧

૨૩૧૪

૫ જૂન, ૨૦૨૪

૨૩૦૮

૧૭ મે ૨૦૦૯

૨૧૧૧

૨૨ નવે. ૨૦૨૪

૧૯૬૧

૨૦ સપ્ટે. ૨૦૧૯

૧૯૨૧

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો સુધી ભારત પહોંચી ગયું હતું, નૂરખાન એરબેઝની તબાહીમાં સીઝ-ફાયરનું રહસ્ય રહ…

પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો સુધી ભારત પહોંચી ગયું હતું, નૂરખાન એરબેઝની તબાહીમાં સીઝ-ફાયરનું રહસ્ય રહ...

યુદ્વ વિરામ, અમેરિકા-ચાઈના ટેરિફ ડિલ થતાં શેરબજારમાં તોફાની તેજી | Stock market surges as US China t…

યુદ્વ વિરામ, અમેરિકા-ચાઈના ટેરિફ ડિલ થતાં શેરબજારમાં તોફાની તેજી | Stock market surges as US China t...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિતાણાના બે શખ્સને બે વર્ષ સાદી કેદની સજા | Two men from Palitana sentenced to two years simple im…

પાલિતાણાના બે શખ્સને બે વર્ષ સાદી કેદની સજા | Two men from Palitana sentenced to two years simple im…

7 months ago
મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા છુપાવાતા આંકડા, અમદાવાદમાં વાઈરલના રોજ નોંધાઈ રહેલા ૧૫૦૦થી વધુ કેસ | Stati…

મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા છુપાવાતા આંકડા, અમદાવાદમાં વાઈરલના રોજ નોંધાઈ રહેલા ૧૫૦૦થી વધુ કેસ | Stati…

8 months ago
दिलदयाल नगर गणपति विसर्जन समारोह, वसईगांव

दिलदयाल नगर गणपति विसर्जन समारोह, वसईगांव

11 months ago
ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખની ઠગાઇ | local resident has lost 14 lakh rupees …

ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખની ઠગાઇ | local resident has lost 14 lakh rupees …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News