gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 449 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે રિકવર : 84 પોઈન્ટ વધીને 84563 | Sensex recovers after digest…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 449 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે રિકવર : 84 પોઈન્ટ વધીને 84563 | Sensex recovers after digest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક બજારોમાં અમેરિકામાં ગઈકાલે ડાઉ જોન્સ, નાસ્દાકમાં કડાકા બોલાઈ જવા પાછળ આજે સાર્વત્રિક ધોવાણ થતાં ભારતીય શેર બજારોમાં પણ આરંભિક ગાબડાં પડયા હતા. જો કે બિહારમાં ભાજપ-જેડીયુના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનનો પ્રચંડ વિજયના ચૂંટણી પરિણામે દેશના આર્થિક વિકાસ માટેના  મોદી સરકારના મિશનને સ્વિકૃતિ આપતાં સપ્તાહના અંતે ભારતીય શેર બજારોમાં પણ ઈન્ડેક્સ બેઝડ બજારે આરંભિક આંચકા પચાવી અંતે પોઝિટીવ ઝોનમાં આવી ગયું હતું. આરંભિક ટ્રેડિંગ કલાકોમાં ફંડોએ આઈટી શેરો ઈન્ફોસીસ સહિતમાં અને ખાનગી બેંકિંગ શેરો ઈન્ડસઈન્ડ બેંક, આઈઇસીઆઈસીઆઈ બેંક સાથે મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં વેચવાલીએ બજાર નેગેટીવ ઝોનમાં ફસકી પડયું હતું. 

નિફટી ૨૫૭૪૦ સુધી ગબડી અંતે રિકવર : કેપિટલ ગુડઝ, એફએમસીજી, કન્ઝયુમર શેરોમાં મજબૂતી

સેન્સેક્સ આરંભમાં ૪૪૯.૩૫ પોઈન્ટ ઘટીને નીચામાં ૮૪૦૨૯.૩૨ સુધી આવી ગયો  હતો. જ્યારે ઘટયામથાળેથી પાછો ફરીને એક્સિસ બેંક, સ્ટેટ બેંક, બજાજ ફાઈનાન્સ સહિતમાં તેજી થતાં અને સન ફાર્મા, એશીયન પેઈન્ટ સહિતમાં આકર્ષણે ઉપરમાં ૮૪૬૯૭.૮૭ સુધી જઈ અંતે ૮૪.૧૧ પોઈન્ટ વધીને ૮૪૫૬૨.૭૮ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ આજે આરંભમાં નીચામાં ૨૫૭૪૦.૮૦ સુધી આવ્યા બાદ પાછો ફરી ઉપરમાં ૨૫૯૪૦.૨૦ સુધી જઈ અંતે ૩૦.૯૦ પોઈન્ટ વધીને ૨૫૯૧૦.૦૫ બંધ રહ્યો હતો. બેંકિંગ, એફએમસીજી, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મજબૂતી સામે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, ઓટોમોબાઈલ, મેટલ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી.

આઈટી ઈન્ડેક્સ ૪૧૫ પોઈન્ટ ગબડયો : આઈરીસ બિઝનેસ, સીઈન્સિસ ટેક, સોનાટા, ક્વિક હિલ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે વેચવાલી રહી હતી. આઈરીશ બિઝનેસ રૂ.૧૮.૭૦ તૂટીને રૂ.૩૫૬.૦૫, સીઈન્સિસ ટેક રૂ.૫૩.૭૫ તૂટીને રૂ.૧૧૪૮.૨૫, સોનાટા સોફ્ટવેર રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૩૭૪.૧૫, ઈન્ટેલેક્ટ રૂ.૩૦.૮૦ ઘટીને રૂ.૧૦૮૯.૧૫, યુનીઈકોમ રૂ.૩.૫૫ ઘટીને રૂ.૧૩૨.૧૦, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૮.૫૦ ઘટીને રૂ.૩૧૭.૭૫, ઈન્ફોસીસ રૂ.૩૯.૮૫ ઘટીને રૂ.૧૫૦૨.૫૦, ન્યુજેન રૂ.૨૪.૩૦ ઘટીને રૂ.૯૪૦,  સિએન્ટ રૂ.૨૨.૬૫ ઘટીને રૂ.૧૧૩૧.૬૫, ડાટામેટિક્સ રૂ.૧૭.૪૫ ઘટીને રૂ.૮૭૮.૮૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૮.૧૦ ઘટીને રૂ.૪૫૫.૯૦, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૮.૧૫ ઘટીને રૂ.૪૭૬.૩૦  રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૧૫.૧૨ પોઈન્ટ ઘટીને ૩૫૪૧૩.૯૯ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં પીછેહઠ : અપોલો ટાયર રૂ.૧૭, હ્યુન્ડાઈ મોટર રૂ.૫૯, આઈશર મોટર્સ રૂ.૧૩૯ ગબડયા

ઓટોમોબાઈલ શેરોમાં તેજી બાદ આજે ફંડોની નફારૂપી વેચવાલીએ પીછેહઠ જોવાઈ હતી. અપોલો ટાયર રૂ.૧૭.૨૫ ઘટીને રૂ.૫૧૮.૯૫, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૫૯.૦૫ ઘટીને રૂ.૨૩૫૫.૩૫, આઈશર મોટર્સ રૂ.૧૩૯.૪૫ ઘટીને રૂ.૬૬૯૧.૩૫, ટીવીએસ મોટર રૂ.૬૫.૪૫ ઘટીને રૂ.૩૩૮૫.૫૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૬.૪૫ ઘટીને રૂ.૩૯૧.૬૦, એમઆરએફ રૂ.૯૪૨.૧૦ ઘટીને રૂ.૧,૫૭,૪૩૨.૦૫ રહ્યા હતા. ટાટા મોટર્સ સહિતના નબળા પરિણામે ફંડો હળવા થયા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૩૮.૨૩ પોઈન્ટ ઘટીને ૬૦૭૨૦.૬૩ બંધ રહ્યો હતો. 

મેટલ શેરોમાં પ્રોફિટ બુકિંગ : નાલ્કો, હિન્દુસ્તાન ઝિંક, સેઈલ, ટાટા સ્ટીલ, જેએસડબ્લુ સ્ટીલ, હિન્દાલ્કો ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની સતત નફારૂપી વેચવાલી રહી હતી.નાલ્કો રૂ.૬.૩૦ ઘટીને રૂ.૨૬૨.૩૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૮.૪૫ ઘટીને રૂ.૪૮૬.૯૦, સેઈલ રૂ.૨.૪૫ ઘટીને રૂ.૧૪૨, ટાટા સ્ટીલ રૂ.૨.૪૫ ઘટીને રૂ.૧૭૪.૧૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૫.૯૫ ઘટીને રૂ.૧૧૬૭.૧૫, હિન્દાલ્કો રૂ.૮.૮૦ ઘટીને રૂ.૮૦૩.૩૫ રહ્યા હતા.  બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૦૫.૬૪ પોઈન્ટ ઘટીને ૩૪૭૫૪.૩૫ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : એક્સિસ બેંક, સ્ટેટ બેંકમાં ફંડો લેવાલ : બજાજ હોલ્ડિંગ, મુથુટ ફિન વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. એક્સિસ બેંક રૂ.૧૭.૮૫ વધીને રૂ.૧૨૪૨.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૨.૮૦ વધીને રૂ.૯૬૭.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૩.૮૦ વધીને રૂ.૨૮૬.૯૦ રહ્યા હતા. જ્યારે સીએસએલ ફાઈનાન્સ રૂ.૨૭.૩૫ વધીને રૂ.૩૦૦.૫૦, મુથુટ ફાઈનાન્સનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૮૭ ટકા વધીને રૂ.૨૩૪૫ કરોડ થતાં શેરમાં આકર્ષણે  રૂ.૩૩૫.૬૫ વધીને રૂ.૩૭૨૬.૮૫, સ્પન્દનાસ્ફૂર્તિ રૂ.૨૩.૫૦ વધીને રૂ.૨૭૬, અરમાન ફિન રૂ.૧૦૨.૭૫ વધીને રૂ.૧૭૩૦.૪૫, બજાજ હોલ્ડિંગ રૂ.૫૬૭.૮૫ વધીને રૂ.૧૨,૫૫૩.૮૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૦૪.૩૭ પોઈન્ટ વધીને ૬૫૬૪૯.૦૮ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં કેઆરબીએલ રૂ.૫૧ ઉછળી રૂ.૪૨૯ : કયુપીડ, ગોદાવરી બાયો, મેરિકો વધ્યા

એફએમસીજી શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. કેઆરબીએલનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૬૮ ટકા વધીને રૂ.૧૭૨ કરોડ થતાં શેર  રૂ.૫૦.૮૫ ઉછળીને રૂ.૪૨૯.૪૫, કયુપીડ રૂ.૨૫.૩૦ વધીને રૂ.૩૧૨.૮૫, જીઆરએમ ઓવરસીઝ રૂ.૩૦.૬૫ વધીને રૂ.૪૮૧.૪૦, ડોમ્સ રૂ.૧૧૨.૬૫ વધીને રૂ.૨૬૨૧.૭૦, ગોદાવરી બાયો રૂ.૮.૮૫ વધીને રૂ.૨૬૧.૧૦, મેરિકો રૂ.૧૭.૪૦ વધીને રૂ.૭૩૯.૩૫, બલરામપુર ચીની રૂ.૮.૩૦ વધીને રૂ.૪૬૫ય૬૦, એવીટી નેચરલ રૂ.૧.૩૭ વધીને રૂ.૭૧.૪૪ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ખેલંદાઓની સતત વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૨૭૦ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ વોલેટીલિટીના અંતે ઘટાડે ટેકો મળ્યા સામે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં આરંભમાં ઘટાડે ફરી ખરીદી નીકળ્યા બાદ ફરી વ્યાપક વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૦૦  અને ઘટનારની સંખ્યા ૨૨૭૦  રહી હતી.

FPIs/FIIની રૂ.૪૯૬૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૮૪૬૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૪૯૬૮.૨૨ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૩૮૩.૭૬  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૩૫૧.૯૮  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૮૪૬૧.૪૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૪,૫૭૨.૦૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૧૧૦.૬૨ કરોડની વેચવાલી કરી હતી.

પાઈન લેબ્સના શેરોનું ૯.૫ ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થયું

પાઈન લેબ્સ લિમિટેડના તાજેતરમાં આવેલા આઈપીઓના શેરોનું આજે-શુક્રવારે શેર બજારોમાં ૯.૫ ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થયું હતું. રૂ.૩૯૦૦ કરોડના આઈપીઓના શેરને રૂ.૨૨૧ ભાવે ઈસ્યુ કરાયા બાદ આજે શેર ૯.૫ ટકા પ્રીમિયમે બીએસઈ પર રૂ.૨૪૨ ભાવે લિસ્ટ થયો હતો. જે ઉપરમાં રૂ.૨૮૩.૭૦ સુધી જઈ અંતે રૂ.૨૫૧.૮૦ બંધ રહ્યો હતો.

ડાઉ જોન્સમાં ૭૯૭ પોઈન્ટ, નાસ્દાકમાં ૫૩૬ પોઈન્ટના કડાકા પાછળ યુરોપ, એશીયા તૂટયા

અમેરિકામાં શટડાઉનનો અંત આવતાં પોઝિટીવ ડેવલપમેન્ટ છતાં અમેરિકી શેર બજારોમાં  ગઈકાલે ડાઉ જોન્સ ૭૯૭ પોઈન્ટ, નાસ્દાક ૫૩૬ પોઈન્ટ તૂટી જતાં વૈશ્વિક બજારોમાં ગાબડાં પડયા હતા. એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૯૦૫.૩૦ પોઈન્ટ તૂટીને ૫૦૩૭૬.૫૩,  હોંગકોંગનો હેંગસેંગ ૫૦૦.૫૭ પોઈન્ટ તૂટીને ૨૬૫૭૨.૪૬, ચાઈનાના શાંઘાઈ શેર બજારનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૭૩.૯૩ પોઈન્ટ ઘટીને ૪૬૨૩૮.૧૪ રહ્યા હતા. સાંજે યુરોપના દેશોના બજારોમાં જર્મનીનો ડેક્ષ ૩૯૦ પોઈન્ટનો ઘટાડો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૨૨ પોઈન્ટનો ઘટાડો, લંડન શેર બજારનો ફુત્સી ૧૭૧ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…
Business

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

May 12, 2026
સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…
Business

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

May 12, 2026
સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
Business

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

May 12, 2026
Next Post
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Massive blast in No…

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Massive blast in No...

હળવદ-માળીયા હાઇવે પર ચોખાની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor being smuggled…

હળવદ-માળીયા હાઇવે પર ચોખાની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor being smuggled...

વલ્લભીપુરના નવાગામ નજીક ટ્રકમાં છૂપાવેલી દારૂની 2282 બોટલ ઝડપાઈ | 2282 bottles of liquor hidden in a…

વલ્લભીપુરના નવાગામ નજીક ટ્રકમાં છૂપાવેલી દારૂની 2282 બોટલ ઝડપાઈ | 2282 bottles of liquor hidden in a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાણોદ કરનાળીમાં ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનથી સ્થાનિકોમાં રોષ | Locals angered by uncontrolled sand …

ચાણોદ કરનાળીમાં ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનથી સ્થાનિકોમાં રોષ | Locals angered by uncontrolled sand …

1 year ago
થ્રી વ્હિલ ટેમ્પો પલટીને સામેથી આવતી ટ્રકમાં અથડાતા એકનું મોત | One died as three wheeler tempo over…

થ્રી વ્હિલ ટેમ્પો પલટીને સામેથી આવતી ટ્રકમાં અથડાતા એકનું મોત | One died as three wheeler tempo over…

5 months ago
વડોદરાના આજવા રોડ પર મોડી રાત્રે ત્રણ દિવસ પૂર્વેની તકરારમાં યુવકના માથામાં લોખંડની પાઇપ મારતા યુવક …

વડોદરાના આજવા રોડ પર મોડી રાત્રે ત્રણ દિવસ પૂર્વેની તકરારમાં યુવકના માથામાં લોખંડની પાઇપ મારતા યુવક …

9 months ago
આવતીકાલે બ્લોકના કારણે વડોદરા – દાહોદ મેમુ ટ્રેન રદ રહેશે | Vadodara Dahod MEMU train will be cancel…

આવતીકાલે બ્લોકના કારણે વડોદરા – દાહોદ મેમુ ટ્રેન રદ રહેશે | Vadodara Dahod MEMU train will be cancel…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News