gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 638 પોઈન્ટની છલાંગે 85567 | Sensex jumps 638 points to 85567

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 638 પોઈન્ટની છલાંગે 85567 | Sensex jumps 638 points to 85567
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : કેલેન્ડર વર્ષ ૨૦૨૫ પૂરું થવામાં છે અને વૈશ્વિક ફંડો ગુરૂવારના ક્રિસમસથી હોલીડે મૂડને લઈ બજારમાં સક્રિયતા ઘટતાં પૂર્વે ફંડોએ આજે તેમના પોર્ટફોલિયોની નેટ એસેટ વેલ્યુ ગેમ શરૂ કર્યા સાથે ઘટયા ભાવે શેરોમાં વેલ્યુબાઈંગની વ્યાપક તક ઝડપતાં શેરોમાં આજે તેજીનો તોફાની ફૂંફાળા જોવાયા હતા. નવેમ્બર મહિનાના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગના સારા આંકડા, ભારત-ઓમાન ટ્રેડ ડિલ બાદ હવે ન્યુઝિલેન્ડ સાથે એફટીએ વાટાઘાટ પૂર્ણ થયાની પોઝિટીવ અસર જોવાઈ હતી. વર્ષના અંતની સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો આજે નબળો પડયા છતાં વૈશ્વિક બજારોમાં અમેરિકામાં ફુગાવાનો આંક પાછળ વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધતાં અને ઘર આંગણે પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની બતાવાતી શકયતા સાથે નવેમ્બર મહિનાના પાયાના ઉદ્યોગોના ઉત્પાદનના આંકડા એકંદર પોઝિટીવ આવતાં બજારમાં મજબૂતી જોવાઈ હતી. ફંડોએ કેપિટલ ગુડઝ-પાવર, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ફાર્મા, ઓઈલ-ગેસ શેરોમાં તેજી કરી હતી. સેન્સેક્સ ૬૩૮.૧૨ પોઈન્ટ ઉછળીને ૮૫૫૬૭.૪૮ અને નિફટી ૫૦  સ્પોટ ૨૦૬ પોઈન્ટ ઉછળીને ૨૬૧૭૨.૪૦ બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૯૮ ઉછળ્યો : કોચીન શીપ રૂ.૧૧૮, મઝગાંવ રૂ.૧૩૬, કમિન્સ રૂ.૧૧૨ ઉછળ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોએ આક્રમક તેજી કરી હતી. કોચીન શીપયાર્ડ રૂ.૧૧૭.૮૦ ઉછળીને રૂ.૧૬૬૫.૭૫, મઝગાંવ રૂ.૧૩૫.૭૫ વધીને રૂ.૨૫૪૫.૪૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૬૩.૯૦ વધીને રૂ.૧૩૧૧.૧૦, ભારત ડાયનામિક્સ રૂ.૫૨.૦૫ વધીને રૂ.૧૪૨૪.૧૫, કેઈઆઈ રૂ.૧૬૦.૯૫ વધીને રૂ.૪૪૪૨.૧૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૨૧.૪૦ વધીને રૂ.૩૯૨૩, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૧૨.૪૫ વધીને રૂ.૪૫૨૦.૦૫, પોલીકેબ રૂ.૧૬૧.૯૫ વધીને રૂ.૭૬૦૦.૨૫, ઝેનટેક રૂ.૨૯.૭૫ વધીને રૂ.૧૩૯૫.૬૫, ડાટાપેટર્ન્સ રૂ.૬૧.૮૦ વધીને રૂ.૨૬૧૬.૭૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૯૭.૬૬ પોઈન્ટ ઉછળીને ૬૭૬૩૧.૬૮ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં આક્રમક તેજી : સાસ્કેન રૂ.૧૨૫, મોસચીપ રૂ.૮, પર્સિસન્ટ રૂ.૨૦૪, વિપ્રો રૂ.૮ ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફરી આક્રમક તેજી થઈ હતી.  સાસ્કેન રૂ.૧૨૫.૨૫ ઉછળીને રૂ.૧૩૦૮.૩૦, એએસએમ ટેકનો રૂ.૧૩૮.૨૦ વધીને રૂ.૩૨૮૩.૨૦, મોસચીપ સેમીકન્ડકટર્સ રૂ.૭.૯૫ વધીને રૂ.૨૦૯.૯૦, ન્યુજેન રૂ.૨૮.૭૦ વધીને રૂ.૮૫૭.૨૦, પર્સિસ્ટન્ટ રૂ.૨૦૩.૯૦ વધીને રૂ.૬૫૬૨.૯૦, ઓરિઓનપ્રો રૂ.૩૮.૨૫ વધીને રૂ.૧૧૬૭.૮૦, બિરલા સોફ્ટ રૂ.૧૬.૮૦ વધીને રૂ.૪૫૦.૨૫, વિપ્રો રૂ.૮.૧૫ વધીને રૂ.૨૭૨.૫૦, ઈન્ફોસીસ રૂ.૫૦.૧૦ વધીને રૂ.૧૬૮૯.૭૦, ડાટામેટિક્સ રૂ.૨૪.૬૫ વધીને રૂ.૮૫૧.૬૦, ઝેગલ રૂ.૧૦.૩૦ વધીને રૂ.૩૬૪.૯૦,ટીસીએસ રૂ.૪૨.૦૫ વધીને રૂ.૩૩૨૪.૬૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૭.૫૦ વધીને રૂ.૧૬૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૪૪.૭૦ પોઈન્ટની છલાંગે ૩૮૧૯૩.૦૨ બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : ઉનો મિન્ડા રૂ.૨૮ વધી રૂ.૧૨૯૫ : બજાજ ઓટો, મારૂતી વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં પણ વર્ષાંતે ફંડોએ પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપતાં  તેજીના ફૂંફાળા જોવાયા હતા. ઉનો મિન્ડા રૂ.૨૮.૨૫ વધીને રૂ.૧૨૯૫.૩૫, અશોક લેલેન્ડ રૂ.૩.૩૦ વધીને રૂ.૧૭૭, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૬.૪૫ વધીને રૂ.૩૫૯.૨૦, બજાજ ઓટો રૂ.૧૬૨.૬૫ વધીને રૂ.૯૧૬૫.૩૦, મારૂતી સુઝુકી રૂ.૨૧૬.૦૫ વધીને રૂ.૧૬,૬૪૧.૨૫, ભારત ફોર્જ રૂ.૧૬.૬૫ વધીને રૂ.૧૪૫૬.૩૫, ટીવીએસ મોટર રૂ.૪૧.૩૦ વધીને રૂ.૩૭૦૮, આઈશર મોટર્સ રૂ.૭૩.૯૦ વધીને રૂ.૭૨૯૧.૧૫, એક્સાઈડ રૂ.૨.૯૫ વધીને રૂ.૩૬૬.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૩૨.૯૫ પોઈન્ટ ઉછળીને ૬૧૯૬૬.૧૩ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં પોઝિટીવ સંકેતે ફંડો લેવાલ : થ્રીબી બ્લેકબાયો, ડિકાલ, પિરામલ ફાર્મા, થાયરોકેરમાં તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે એક તરફ અમેરિકામાં મોટી કંપનીઓને ભાવ ઘટાડવા ટ્રમ્પ સરકારના દબાણ અને બીજી તરફ અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડિલની અપેક્ષાએ ફંડોએ  આજે ઘટયા ભાવોએ શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી હતી. થ્રીબી બ્લેકબાયો ડીએક્સ રૂ.૭૨.૮૦ વધીને રૂ.૧૪૨૦.૬૫, ડિકાલ રૂ.૧૨.૫૫ વધીને રૂ.૨૫૫.૫૦, બ્લુજેટ રૂ.૨૪.૩૫ વધીને રૂ.૫૫૩.૭૫, આરતી ફાર્મા રૂ.૩૨.૮૫ વધીને રૂ.૭૮૦.૧૦, પિરામલ ફાર્મા રૂ.૬.૬૫ વધીને રૂ.૧૭૭.૭૫, સિક્વેન્ટ રૂ.૭.૯૦ વધીને રૂ.૨૧૮.૪૫, થાયરોકેર રૂ.૧૫.૯૫ વધીને રૂ.૪૫૨.૭૫,અજન્તા ફાર્મા રૂ.૭૯.૧૫ વધીને રૂ.૨૭૦૧.૬૦, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૨૩.૩૦ વધીને રૂ.૯૧૩.૯૫, વોક્હાર્ટ રૂ.૩૩.૭૫ વધીને રૂ.૧૪૪૪.૩૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૧૭.૫૩ પોઈન્ટ વધીને ૪૪૨૬૪.૯૧ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ફરી તેજીનો સળવળાટ : નાલ્કો રૂ.૧૨ વધી રૂ.૨૯૦ : લોઈડ્સ મેટલ, હિન્દુસ્તાન ઝિંક વધ્યા

મેટલ-માઈનીંગ ક્ષેત્રે સ્ટીલના નવેમ્બરના ઉત્પાદનના આંકડા વધીને આવતાં  અને માઈનીંગ ક્ષેત્રે ગેરકાયદે ખાણકામને રોકવા પગલાં, નિયમનોની પોઝિટીવ અસર મેટલ-માઈનીંગ શેરોમાં ફરી તેજીનો સળવળાટ જોવાયો હતો. નાલ્કો રૂ.૧૧.૬૫ વધીને રૂ.૨૯૦.૨૫, લોઈડ્સ મેટલ રૂ.૫૪.૦૫ વધીને રૂ.૧૩૫૫.૬૫, સેઈલ રૂ.૪.૨૦ વધીને રૂ.૧૩૦.૧૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૭.૪૫ વધીને રૂ.૬૦૬.૩૫, એનએમડીસી રૂ.૨.૨૨ વધીને રૂ.૭૮.૪૮, એપીએલ અપોલો રૂ.૪૦.૧૫ વધીને રૂ.૧૮૬૦.૮૦, હિન્દાલ્કો રૂ.૧૨.૭૦ વધીને રૂ.૮૬૪.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૫.૧૫ વધીને રૂ.૧૦૯૪.૬૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૫૮.૮૭ પોઈન્ટ વધીને ૩૫૩૦૨ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં સિલેક્ટિવ ખરીદી : કાવેરી સીડ રૂ.૪૨ ઉછળી રૂ.૯૭૩ : ઈઆઈડી પેરી, બેકટર વધ્યા

એફએમસીજી શેરોમાં પણ આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. બીએસઈ કાવેરી સીડ કંપની રૂ.૪૧.૭૦ વધીને રૂ.૯૭૨.૮૦, ત્રિવેણી એન્જિનિયરીંગ રૂ.૧૫.૧૫ વધીને રૂ.૩૮૯.૪૫, બજાજ કન્ઝયુમર રૂ.૯.૮૫ વધીને રૂ.૨૬૩.૪૫, બેક્ટર ફૂડ રૂ.૯ વધીને રૂ.૨૪૮.૮૫, ઈઆઈડી પેરી રૂ.૩૫.૯૦ વધીને રૂ.૧૦૩૬.૬૫, વરૂણ બિવરેજીસ રૂ.૧૬.૧૦ વધીને રૂ.૪૮૫.૭૦, કયુપીડ રૂ.૧૦.૭૦ વધીને રૂ.૪૫૮.૨૦ રહ્યા હતા. એફએમસીજી ઈન્ડેક્સ ૧૧૩.૫૬ પોઈન્ટ વધીને ૨૦૨૧૩.૩૯ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં મજબૂતી : એચપીસીએલ, બીપીસીએલ, ગેઈલ, પેટ્રોનેટ, રિલાયન્સ વધ્યા

ઓઈલ-ગેસ શેરોમાં ફંડો, મહારથીઓએ પસંદગીની ખરીદી ચાલુ રાખતાં મજબૂતી જોવાઈ હતી. એચપીસીએલ રૂ.૫.૯૦ વધીને રૂ.૪૭૫.૪૦, બીપીસીએલ રૂ.૪ વધીને રૂ.૩૬૯.૯૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૧.૮૦  વધીને રૂ.૧૭૧.૬૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૨ વધીને રૂ.૧૯૫.૮૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૨૦ વધીને રૂ.૨૭૫.૯૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૩૫ વધીને રૂ.૧૫૭૫.૪૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૨૦.૭૮ પોઈન્ટ વધીને ૨૮૧૫૦.૮૭ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક વેલ્યુબાઈંગે માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૭૬૮ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં આક્રમક તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓનું વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ આજે મજબૂત બની હતી.  બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૧૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૭૬૮ અને ઘટનારની સંખ્યા ૧૫૫૧ રહી હતી.

FPIs/FIIની રૂ.૪૫૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૦૫૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૪૫૭.૩૪ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૭૧૩.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૧૭૦.૮૬  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૪૦૫૮.૨૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૨૯૫.૯૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૨૩૭.૭૦ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૩૨ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં આક્રમક તેજી કર્યા સાથે એ  ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૪.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૩૨ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 394 પોઈન્ટ ઉછળીને 73919 | Sensex jumps 394 points to 73919
Business

સેન્સેક્સ 394 પોઈન્ટ ઉછળીને 73919 | Sensex jumps 394 points to 73919

June 10, 2026
ક્રૂડતેલમાં ઘટાડો: ભાવ 90 ડોલરની અંદર: સોના- ચાંદી ફરીથી ઉંચકાયા | Crude oil dips: prices under 90: …
Business

ક્રૂડતેલમાં ઘટાડો: ભાવ 90 ડોલરની અંદર: સોના- ચાંદી ફરીથી ઉંચકાયા | Crude oil dips: prices under 90: …

June 10, 2026
હેજિંગ કોસ્ટ બચી જતા બેન્કો FCNR-B થાપણ પર વધુ વ્યાજ આપવા માટે તૈયાર | Banks willing to pay higher i…
Business

હેજિંગ કોસ્ટ બચી જતા બેન્કો FCNR-B થાપણ પર વધુ વ્યાજ આપવા માટે તૈયાર | Banks willing to pay higher i…

June 10, 2026
Next Post
મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત

અમદાવાદમાં વાહનો આડેધડ વધતા જાય છે, કોર્પોરેશન કે ટ્રાફિક પોલીસ પાસે કોઈ નકકર દિશા કે આયોજન જ નથી | …

અમદાવાદમાં વાહનો આડેધડ વધતા જાય છે, કોર્પોરેશન કે ટ્રાફિક પોલીસ પાસે કોઈ નકકર દિશા કે આયોજન જ નથી | ...

અકસ્માતનો ડોળ કરી વડોદરાના દંપતીની કાર અને મોબાઇલની લૂંટ | Car and mobile phone of a couple from Vad…

અકસ્માતનો ડોળ કરી વડોદરાના દંપતીની કાર અને મોબાઇલની લૂંટ | Car and mobile phone of a couple from Vad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકના વેપારી સાથે સસ્તું સોનું ના નામે ઠગાઇના બનાવમાં ડૂપ્લિકેટ પોલીસ પકડાયો | duplicate police …

કર્ણાટકના વેપારી સાથે સસ્તું સોનું ના નામે ઠગાઇના બનાવમાં ડૂપ્લિકેટ પોલીસ પકડાયો | duplicate police …

5 months ago
કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા

કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા

8 months ago
મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex plunge…

મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex plunge…

3 months ago
ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનાર ભીખાઈજી કામાના વંશજો ડભોઈ તાલુકામાં રહે છે | descendants of bhikaij…

ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનાર ભીખાઈજી કામાના વંશજો ડભોઈ તાલુકામાં રહે છે | descendants of bhikaij…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News