gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રમાં જબરી ખેંચતાણઃ ભાજપનાં 70, કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરિફ | Forceful pullout in Saurashtr…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રમાં જબરી ખેંચતાણઃ ભાજપનાં 70, કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરિફ | Forceful pullout in Saurashtr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી દાવપેચ : ખંભાળિયા નગરપાલિકામાં ભાજપના 4 સભ્યોની પેનલ બિનહરિફ : તો વાંકાનેરમાં કોંગ્રેસનો વળતો પ્રહાર : રાજકોટ-મોરબીમાં ત્રિપાંખિયો જંગ

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં 4 મહાપાલિકા, 8 જિલ્લા પંચાયત, 18 નગરપાલિકા અને 55 તાલુકા પંચાયતોને સાંકળતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે ખેંચતાણના અંતે ઉમેદવારીપત્ર ભરવાનો મહત્ત્વનો તબક્કો આજે પૂર્ણ થયો હતો. આજે ખાસ કરીને ભાજપ-કોંગ્રેસ તરફથી ફોર્મ પરત ખેંચાવી લેવાના છેલ્લી ઘડી સુધી દાવપેચ ચાલ્યા હતા. જેમાં આખરે એક સપ્તાહની કશ્મકશને અંતે ભાજપના 70 ઉમેદવારો અને કોંગ્રેસના 4 ઉમેદવારો ચૂંટણી પહેલા જ બિનહરિફ વિજેતા બન્યા છે. એ જ રીતે તાલુકા પંચાયતોમાં પણ ભાજપ તરફે 11 બેઠક બિનહરિફ થઈ છે. હવે ચૂંટણી જંગમાં બાકી રહેલા ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી જશે. 

રાજકોટ મહાપાલિકામાં ભારે ખેંચતાણ થઈ, પરંતુ એકપણ બેઠક બિનહરિફ થઈ શકી નહીં. હવે ભાજપ-કોંગ્રેસના 72-72 સહિત 236 ઉમેદવારો મેદાને રહ્યા છે. એ જ રીતે જિલ્લા પંચાયતમાં આજે 8 ફોર્મ પરત ખેંચાયા હતા, પણ બિનહરિફ થયા વગર હવે 109 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. જ્યારે ગોંડલ નગરપાલિકામાં અગાઉ ભાજપને 20 બેઠકો બિનહરિફ મળ્યા બાદ આજે 11 ફોર્મ પરત ખેંચાવા સાથે હવે 46 ઉમેદવારો મેદાને છે. વળી, 11  તાલુકા પંચાયતોમાં આજે 4 બેઠકો બિનહરિફ બની હતી અને 595 ઉમેદવારો ચૂંટણી-જંગમાં રહ્યા છે. 

જામનગર મહાપાલિકામાં વોર્ડ નં. 14ની મહિલાના અનામત બેઠક પર એકમાત્ર ભાજપના મહિલા ઉમેદવારનું ફોર્મ માન્ય રહ્યું હોવાથી બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે જામનગર જિલ્લા પંચાયતની પીઠડ બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. તે જ રીતે જામનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. બીજી તરફ વેરાવળ નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારે આજે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપને એક બેઠક બિનહરીફ મળી હતી. મોરબી જિલ્લામાં મહાપાલિકામાં 177 ઉમેદવારો મેદાને છે અને ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. જિલ્લા પંચાયતમાં પણ એકેય બેઠક બિનહરિફ નહીં થતાં હવે 78 ઉમેદવારો મેદાને છે. જો કે, વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં. 4માં કોંગ્રેસના 4 ઉમેદવારોની પેનલ બિનહરિફ વિજેતા થઈ છે. જ્યારે તાલુકા પંચાયતમાં ભાજપને જાંબુડિયા બેઠક બિનહરિફ મળી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં આજે જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે 8 ફોર્મ, ખંભાળિયા અને રાવલ નગરપાલિકામાં કુલ 12 ફોર્મ, જિલ્લાની તમામ 4 તાલુકા પંચાયતમાં કુલ 21 ફોર્મ મળી આજે તમામ ત્રણ ચૂંટણીમાં 41 ફોર્મ પરત ખેંચાયા છે. આ પરિસ્થિતિમાં હવે ચૂંટણી જંગમાં કુલ 420 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. વળી, આજે ખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નં.6ની આખી પેનલ સહિત કુલ 5 બેઠક અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની 1-1 બેઠક ભાજપ તરફે બિનહરીફ થવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
ભારતમાં એઆઈનો ઉપયોગ વધ્યો પણ તે ટોપ-10 શહેરો પૂરતો સીમિત | AI usage increased in India but limited t…

ભારતમાં એઆઈનો ઉપયોગ વધ્યો પણ તે ટોપ-10 શહેરો પૂરતો સીમિત | AI usage increased in India but limited t...

ચૂંટણીમાં મતદારનો રિઝવવા દારુની રેલમછેલ કરવા બુટલેગરો મેદાને | Sakaw pwe epwe angei chon uttut me mw…

ચૂંટણીમાં મતદારનો રિઝવવા દારુની રેલમછેલ કરવા બુટલેગરો મેદાને | Sakaw pwe epwe angei chon uttut me mw...

સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake…

સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિયાળો પૂરો થતા ગીઝર ડાયરેક્ટ બંધ કરી દો છો? જાણો સાચી રીત નહીંતર આવતા વર્ષે થશે મોટો ખર્ચ! | Geyser Maintenance Tips Before Summer Avoid Rust and Heavy Repair Costs

5 months ago
અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…

2 months ago
લાલ કિલ્લા નજીક કારમાં બ્લાસ્ટ કરવા PETN વપરાયો? જાણો તે કેટલો ઘાતક વિસ્ફોટક | was the blast red for…

લાલ કિલ્લા નજીક કારમાં બ્લાસ્ટ કરવા PETN વપરાયો? જાણો તે કેટલો ઘાતક વિસ્ફોટક | was the blast red for…

9 months ago
ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ | Heavy rains forecast in Gujara…

ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ | Heavy rains forecast in Gujara…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News