gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્તન પકડવા, પાયજામાનું નાડું તોડવું એ રેપનો પ્રયાસ ના કહેવાય : હાઈકોર્ટ | Grabbing breasts ripping p…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in INDIA
0 0
0
સ્તન પકડવા, પાયજામાનું નાડું તોડવું એ રેપનો પ્રયાસ ના કહેવાય : હાઈકોર્ટ | Grabbing breasts ripping p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અલ્લાહાબાદ હાઈકોર્ટના આઘાતજનક ચૂકાદાથી દેશભરમાં હોબાળો

– બળાત્કારના પ્રયાસ અને પોક્સો એક્ટની ગંભીર કલમો હટાવી હળવી કલમો હેઠળ સમન પાઠવવા ન્યાયાધીશ મિશ્રાનો આદેશ

– ગુનાની તૈયારી અને હકીકતમાં ગુનાનો પ્રયત્ન કરવો એ બંને વચ્ચે અંતર છે : હાઈકોર્ટના ન્યાયાધીશ મિશ્રા

પ્રયાગરાજ : સગીર બાળકી પર બળાત્કારના પ્રયાસના વર્ષ ૨૦૨૧ના જૂના કેસની સુનાવણી સમયે અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ રામમનોહર નારાયમ મિશ્રાએ આપેલા ચૂકાદાએ સમગ્ર દેશમાં ભારે હોબાળો મચાવ્યો છે. ન્યાયાધીશ મિશ્રાએ કહ્યું કે, કોઈ પીડિતાના સ્તન પકડવા અથવા કપડાં ઉતારવાના પ્રયત્નને બળાત્કારનો ગૂનો કહી શકાય નહીં. તેને જાતીય સતામણી જરૂર કહી શકાય. આ સાથે ન્યાયાધીશે આરોપીઓ સામે મામૂલી આરોપો સાથે કેસ ચલાવવાના નિર્દેશ આપ્યા, જેમાં સજાની જોગવાઈ બળાત્કારના કેસ કરતાં ઓછી છે.

અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ રામ મનોહર મિશ્રાની સિંગલ બેન્ચે ૧૭ માર્ચે ૨૦૨૧ના સગીરા પર બળાત્કારના કેસમાં કાસગંજની પોક્સો કોર્ટના સ્પેશિયલ જજના સમનના આદેશમાં સુધારો કર્યો હતો. હાઈકોર્ટે આ આદેશના આધારે કાસગંજ જિલ્લાના ત્રણ આરોપીઓ પવન, આકાશ અને અશોકને મોટી રાહત આપતા તેમના વિરુદ્ધ ટ્રાયલ કોર્ટને નવેસરથી સમન પાઠવવા આદેશ આપ્યો હતો. અશોક પવનનો પિતા છે.  

આરોપીઓએ દાખલ કરેલી ક્રિમિનલ રિવિઝનની અરજીને આંશિક રીતે મંજૂર રાખતા ન્યાયાધીશ મિશ્રાએ કહ્યું કે બળાત્કારના પ્રયાસ અને પોક્સોની કલમ ૧૮ હેઠળ જારી કરાયેલા સમન કાયદેસર નથી. હાઈકોર્ટે નીચલી અદાલતને સમનનમાં ફેરફાર કરતા છેડતી અને પોક્સો એક્ટની અન્ય કલમો હેઠળ સમન આદેશ આપવા કહ્યું હતું.

ન્યાયાધીશ મિશ્રાએ કહ્યું કે, સ્તનોને પકડવા, તેના પાયજામાનું નાડું તોડવું અને તેને પુલ નીચે ખેંચવાનો પ્રયત્ન કરવો એ બળાત્કાર અથવા બળાત્કારના પ્રયાસના આરોપ લગાવવા માટે પર્યાપ્ત કૃત્ય નથી. ગૂનાની તૈયરી અને હકીકતમાં ગૂનાનો પ્રયત્ન કરવો એ બંને વચ્ચે અંતર છે. 

આ ઘટના ઉત્તર પ્રદેશના કાસગંજની છે અને  પટિયાલી પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો હતો. પીડિતા ૧૧ વર્ષની બાળકી છે. તેની માતાઓ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેે ૧૧ વર્ષની દીકરી સાથે જઈ રહી હતી ત્યારે પવન અને આકાશ નામના આરોપીઓ કાર લઈને આવ્યા હતા. માતા-દીકરીને જોઈને તેમણે કાર રોકી અને લીફ્ટ આપવાની વાત કરી. પછી પીડિતાના સ્તન પકડી લીધા હતા, તેના પાયજામાનું નાડું તોડી નાંખ્યું હતું અને તેને  પુલ નીચે ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. છોકરીએ બૂમાબૂમ કરતાં રાહદારીઓ બચાવમાં આવ્યા હતા, જેથી બંને આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પીડિતાની માતાએ પવનના પિતા અશોકને ફરિયાદ કરી ત્યારે તેણે માતાને ધમકી આપી હતી. 

આ કેસમાં આરોપીઓ આકાશ, પવન અને અશોકને શરૂઆતમાં ટ્રાયલ કોર્ટે આઈપીસીની કલમ ૩૭૬ અને પોક્સો કાયદાની કલમ ૧૮ હેઠળ કેસ ચલાવવા માટે સમન પાઠવ્યા હતા. આરોપીઓએ આ સમનને હાઈકોર્ટમાં પડકાર્યા હતા અને તેમના પર હળવી કલમો લગાવવા અરજી કરી હતી.

ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાની સિંગલ બેન્ચે ૧૭ માર્ચે કાસગંજની સ્પેશિયલ જજ પોક્સો કોર્ટના સમન્સના આદેશમાં ફેરફાર કર્યો છે. જસ્ટિસ મિશ્રાએ નિર્દેશ આપ્યો છે કે આરોપીઓ પર પોક્સો કાયદાની કલમ ૯/૧૦ (ગંભીર જાતીય હુમલો) અને આઈપીસીની કલમ ૩૫૪- બી (કપડાં ઉતારવાના ઇરાદાથી હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ)ના આરોપ હેઠળ કેસ ચલાવવામાં આવે.  આ કલમો હેઠળ બહુ ઓછી સજા થાય છે એ જોતાં જસ્ટિસ મિશ્રાના ઈરાદા સામે શંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે, મુમતપુરા,હેબતપુર તળાવ આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે | A dug well…

પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે, મુમતપુરા,હેબતપુર તળાવ આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે | A dug well...

શેરબજારમાં કેશ સેગમેન્ટ અને શેર ગીરવે મુકીને થતા ટ્રેડિંગમાં પણ ઘટાડો | There has also been a declin…

શેરબજારમાં કેશ સેગમેન્ટ અને શેર ગીરવે મુકીને થતા ટ્રેડિંગમાં પણ ઘટાડો | There has also been a declin...

છત્તીસગઢમાં બે અલગ અલગ અથડામણોમાં ૩૦ નકસલીઓ ઠાર ઃ એક જવાન શહીદ | 30 naxalites killed in chhattisgarh

છત્તીસગઢમાં બે અલગ અલગ અથડામણોમાં ૩૦ નકસલીઓ ઠાર ઃ એક જવાન શહીદ | 30 naxalites killed in chhattisgarh

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્દોરમાં 20ના મોત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ, મધ્ય પ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી | Indore …

ઈન્દોરમાં 20ના મોત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ, મધ્ય પ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી | Indore …

6 months ago
પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભ…

પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભ…

3 weeks ago
બનાસકાંઠાના દાંતામાં બોરડીયાળા શાળાએ જવા 40 વિદ્યાર્થીઓ જીવના જોખમે પાર કરે છે નદી | 40 students cro…

બનાસકાંઠાના દાંતામાં બોરડીયાળા શાળાએ જવા 40 વિદ્યાર્થીઓ જીવના જોખમે પાર કરે છે નદી | 40 students cro…

12 months ago
જે રાહુલને PM બનતા જોવા માગે છે…’, TMCમાં બળવા વચ્ચે મમતાને કોંગ્રેસની મોટી ઓફર | Congress makes a…

જે રાહુલને PM બનતા જોવા માગે છે…’, TMCમાં બળવા વચ્ચે મમતાને કોંગ્રેસની મોટી ઓફર | Congress makes a…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News