India Corona Virus Case : દેશમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સૌથી વધુ કેરળ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાએ કુલ 20 રાજ્યોમાં પગપેસારો કરી નાખ્યો છે, ત્યારે દેશમાં વધુ 363 કેસ નોંધાયા હોવાના આંકડા સામે આવ્યા છે.
કેરળમાં વધુ 64 કેસ નોંધાયા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 363 કેસ નોંધાયા છે, તેમજ કોવિડ-19 સંબંધીત બે વ્યક્તિઓના મોત પણ નિપજ્યા છે.