CM Stalin supports Uddhav-Raj Thackeray : તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઉદ્વવ અને રાજ ઠાકરેનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) અને અહીંની જનતાએ પેઢીઓથી હિન્દી લાદવાને લઈને સંઘર્ષ કર્યો છે, હવે આ સંઘર્ષ રાજ્યની સીમાઓ વટાવીને મહારાષ્ટ્રમાં પણ એક મજબૂત વિરોધ તરીકે ઉભરી આવ્યો છે.
મુખ્યમંત્રી સ્ટાલિને શું કહ્યું?
સ્ટાલિને ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘ભાજપ એ શરત રાખે છે કે, તમિલનાડુમાં હિન્દી ત્રીજા ભાષા તરીકે ભણાવવામાં આવે, ત્યારે જ કેન્દ્ર સરકાર ફંડ આપશે. હવે બીજી વખત મહારાષ્ટ્રમાં જનતાના આક્રોશને લઈને ભાજપ પાછળ હટવા મજબૂર થઈ છે.