Thiruvananthapuram airport : બ્રિટેનની રૉયલ નેવીનું F-35B ફાઈટર જેટ છેલ્લા 21 દિવસોથી તિરુવનંતપુરમ એરપોર્ટ પર બંધ હાલત છે, ત્યારે હવે ફાઈટર જેટને શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક બ્રિટિશ એરક્રાફ્ટ કેરિયર આવતીકાલે રવિવારે (6 જુલાઈ) તિરુવનંતપુરમ પહોંચશે. આમાં લગભગ 25 ટેકનિકલ નિષ્ણાતો ભાગ લેશે, જેઓ આ ફાઇટર એરક્રાફ્ટમાં રહેલી ખામીઓનું મૂલ્યાંકન કરશે.
21 દિવસથી બંધ છે F-35B ફાઈટર જેટ
મળતી માહિતી મુજબ, બ્રિટિશ ટેકનિશિયનો નક્કી કરશે કે આ F-35B જેટનું ભારતમાં સમારકામ કરી શકાય છે કે તેને બ્રિટન પાછું લઈ જવું પડશે.