મે, ૨૦૨૪માં જીએસટીની આવક રૂ. ૧,૭૨,૭૩૯ કરોડ હતી
એપ્રિલમાં જીએસટી કલેક્શન વિક્રમજનક રૂ. ૨.૩૭ લાખ કરોડ હતુંં ઃ સળંગ બીજા મહિને કલેક્શન રૂ. બે લાખ કરોડથી વધુ
નવી દિલ્હી: મે મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન ૧૬.૪ ટકા વધીને ૨.૦૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે તેમ આજે જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને એપ્રિલમાં જીએસટી કલેક્શન ૨.૩૭ લાખ કરોડ રૂપિયા હતું જે અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન હતું. મે, ૨૦૨૪મા જીએસટી કલેક્શન ૧,૭૨,૭૩૯ કરોડ રૂપિયા રહ્યું હતું.
મે મહિનામાં ઘરેલુ લેવડદેવડથી કુલ જીએસટી આવક ૧૩.૭ ટકા વધીને ૧.૫૦ લાખ કરોડ રૂપિયા રહી છે. જ્યારે આયાતથી જીએસટી કલેક્શન ૨૫.૨ ટકા વધીને ૫૧,૨૬૬ કરોડ રૂપિયા રહ્યું છે.
મેમાં કુલ સેન્ટ્રલ જીએસટી આવક ૩૫,૪૩૪ કરોેડ રૂપિયા, સ્ટેટ જીએસટી આવક ૪૩,૯૦૨ કરોડ રૂપિયા અને ઇન્ટેગ્રેટેડ જીએસટી ક્લેક્શન લગભગ ૧.૦૯ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. સેસથી ૧૨,૮૭૯ કરોડ રૂપિયાની આવક થઇ છે. મે મહિનામાં કુલ રિફંડ ૪ ટકા ઘટીને ૨૭,૨૧૦ કરોડ રૂપિયા રહ્યું છે. મેમાં નેટ જીએસટી ૧.૭૪ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે વાર્ષિક ધોરણે ૨૦.૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોના જીએસટી કલેક્શનમાં ૧૭ થી ૨૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગણાના જીએસટી કલેક્શનમાં ૬ ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે.
મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના જીએસટી કલેક્શનમાં ૧૦ ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે.
* મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોના જીએસટી કલેક્શનમાં ૧૭ થી ૨૫ ટકાની વૃદ્ધિ
* ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગણાના જીએસટી કલેક્શનમાં ૬ ટકા સુધીની જ્યારે મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાનના કલેક્શનમાં ૧૦ ટકા સુધીની વૃદ્ધિ