Punjab Police Arrested Pakistani Spy: ભારત-પાકિસ્તાનની તંગદિલી વચ્ચે દેશમાં આતંકવાદ વિરોધી તપાસ અને જાસૂસોને પકડવાની કવાયત મોટાપાયે હાથ ધરાઈ છે. જેમાં પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. કાઉન્ટર ઈન્ટેલિજન્સ પંજાબ પાસેથી મળેલી સૂચનાના આધારે તરનતારન પોલીસે એક સંયુક્ત અભિયાનમાં ગગનદીપ સિંહ ઉર્ફ ગગન નામના શખસની ધરપકડ કરી છે.
મળેલી માહિતી અનુસાર, ધરપકડ કરવામાં આવેલો આરોપી ગગન પાકિસ્તાન ISI અને ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાના સંપર્કમાં હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની ગતિવિધિઓ સંબંધિત સંવેદનશીલ માહિતી આપતો હતો. તે સેનામાં તૈનાતી, સેના સંબંધિત ગતિવિધિઓ અને અન્ય ગુપ્ત માહિતી પણ પાકિસ્તાનના ISI સુધી પહોંચાડતો હતો.
ખાલિસ્તાનના સમર્થનમાં પણ આરોપી
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ગગનદીપ સિંહ છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાના સંપર્કમાં હતો. જેના માધ્યમથી પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ ઓફિસર્સને મળ્યો હતો. અને પાકિસ્તાન માટે ભારતની જાસૂસી કરતો હતો. ગગનદીપને પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓફિસર્સ પાસેથી પૈસા પણ મળતાં હતાં.]
આ પણ વાંચોઃ BIG NEWS: ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ટ્રેડ ડીલ, કોમર્સ સેક્રેટરીએ કહ્યું- હું ભારતનો મોટો ફેન
20થી વધુ ISIના સંપર્કમાં
ગગનદીપ PIO ને ભારતીય સેનાની ગુપ્ત માહિતી મોકલતો હતો. જેના માટે એક મોબાઈલ ફોન આપવામાં આવ્યો હતો. તે 20થી વધુ ISIના સંપર્કમાં હતો. પોલીસે આ સંદર્ભે તપાસ હાથ ધરી તેની ધરપકડ કરી હતી. આરોપી વિરૂદ્ધ તરનતારન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું.