Birudev from Kolhapur cracks IPS exam: મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના કાગલ જીલ્લાના યમગે ગામના ધનગઢના પુત્રએ કમાલ કરી દીધી. બિરુદેવ સિદ્ધપ્પા ધોણેએ પહેલા જ પ્રયાસમાં UPSC ક્રેક કરી દીધી છે. ધનગઢનો આ પુત્ર ખબા પર કાબળો, માથા પર ગાંધી ટોપી, હાથમાં લાકડી અને પગમાં મોટા મોટા ધનગઢી ચંપલ પહેરીને ધોમધખતા તાપમાં તેની બકરી ચરાવતાં ધનગઢના આ દિકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને 551મો રેંક મેળવ્યો છે.
આ પણ વાંચો : પાકિસ્તાનને નહીં આપો તો પાણી ભેગું ક્યાં કરશો? સિંધુ સંધિ રોકવા પર ઓવૈસીનો સવાલ
બિરુદેવે 551મો ક્રમ મેળવ્યો
એક મિત્ર જોર જોરથી બૂમો પાડતો તેના મામાના ગામમાં આવ્યો અને બિરુદેવને કહ્યું કે, ‘બિરુદેવ, તમે UPSC પરીક્ષામાં પાસ થઈ ગયા છો. તેના અભણ માતા પિતા ત્યાં હતા. તેઓ એટલું જ સમજ્યા કે અમારો દિકરો સાહેબ બની ગયા છે. તેમને માત્ર એટલું જ સમજાયું અને બિરુદેવ તેના માતાપિતા અને સંબંધીઓ સાથે ખૂબ ખુશ થઈને નાચવા લાગ્યા. બિરુદેવ UPSC પરીક્ષા પાસ કરનાર કાગલ તાલુકાનો પ્રથમ વિદ્યાર્થી છે. બિરુદેવે 2024માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી. 27 વર્ષની ઉંમરે બિરુદેવે પહેલા જ પ્રયાસમાં 551 ના રેન્ક સાથે પરીક્ષા પાસ કરી છે.
આ રીતે પેદા થયો જુસ્સો
હકીકત એવી છે કે એકવાર બિરુદેવનો મોબાઈલ ખોવાઈ ગયો હતો અને તેના માટે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો ત્યારે પોલીસે તેને કોઈ મદદ કરી ન હતી. ત્યારે ત્યાં જ બિરુદેવે નક્કી કર્યું કે, તે IPS અધિકારી બનશે અને બિરુદેવે દિવસ રાત સખત મહેનત કરી અને રોજ 22 કલાક અભ્યાસ કર્યો. તેણે UPSC માટે અભ્યાસ કરવા માટે દિલ્હીમાં કેમ્પ કર્યો અને તેના માતાપિતાનું નામ રોશન કર્યું. બિરુદેવે કાગલ તાલુકાના મુરગુડ સેન્ટરમાંથી ધોરણ 10 અને 12 માં સારા ગુણ સાથે પાસ થયો છે અને પુણેની SIOP એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ માટે દાખલ થયા હતા.
આ પણ વાંચો : નિર્લજ્જતાની હદ: પાકિસ્તાનના ડેપ્યુટી PMએ કહ્યું, ‘પહલગામ પર હુમલો કરનારા સ્વતંત્રતા સેનાની હોઈ શકે’
ગરીબ છે બિરુદેવનો પરિવાર
બિરુદેવના પિતા સિદ્ધાપા ધોણેએ પણ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ તે પછી તેણે પોતાનું જીવન બકરા ચરાવવાના પરંપરાગત વ્યવસાયમાં પસાર કહ્યું. બિરુદેવે મોટા અધિકારી બનવાનું સ્વપ્ન જોયું. જ્યારે બિરુદેવ UPSC ની તૈયારી માટે દિલ્હી જતા હતા, ત્યારે તેમના પિતા તેમને ખૂબ જ મુશ્કેલીથી 10 થી 12 હજાર રૂપિયા મોકલતા હતા. આટલી રકમમાં બિરુદેવ ગુજરાન ચલાવી લેતા હતા. બિરુદેવે કહ્યું કે તેમના પિતા તેમને ઘણી વાર અલગ નોકરી કરવાની સલાહ આપતા રહ્યા, પરંતુ તેઓ મક્કમ રહ્યા અને આખરે તેઓ IPS અધિકારી બની ગયા.