Defence Ministry Issues Advisory : સંરક્ષણ મંત્રાલયે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને તેમના પરિવારોની ગોપનીયતાનો આદર કરવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. તેમાં લખ્યું છે કે, ‘ખાનગી નિવાસસ્થાનો અથવા સેવારત અથવા નિવૃત્ત લશ્કરી અધિકારીઓના પરિવારોનું ઈન્ટરવ્યુ લેવાનું ટાળો.’
પરવાનગી વગર વિગતો પ્રકાશિત-પ્રસિદ્ધ કરવાનું ટાળો
એડવાઈઝરીમાં વધુમાં કહેવાયું છે કે, ‘જ્યાં સુધી સત્તાવાર રીતે પગવાનગી આપવામાં ન આવે ત્યાં સુધી, રહેણાંક સરનામાં, પરિવારના સભ્યોના ફોટોગ્રાફ્સ અથવા જાહેર હિતમાં ન હોય તેવી અન્ય બિન-કાર્યકારી માહિતી સહિતની વ્યક્તિગત વિગતો પ્રકાશિત અથવા પ્રસારિત કરવાનું ટાળો.’