Coronavirus in India: ભારતમાં કોરોનાનો પ્રકોપ એકવાર ફરી એકવાર વધી રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ચૂકી છે. ગત 24 કલાકમાં પાંચ લોકોના મોત થયા. કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ 1416 નવા નોંધાયા છે. બીજા નંબરે મહારાષ્ટ્ર છે, જ્યાં 494 અને ગુજરાતમાં 397 નવા કેસ નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 512 લોકો સાજા થયા છે.