Bengaluru Stampede: બેંગલુરૂમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બહાર નાસભાગમાં 11 લોકોના મોત અને 50થી વધુ લોકોના ઈજાગ્રસ્ત થવા પર કર્ણાટક સરકાર તરફથી મોટી કાર્યવાહી કરાઈ છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર, સ્ટેશન હાઉસ માસ્ટર, સ્ટેશન હાઉસ ઓફિસર, એસીપી, સેન્ટ્રલ ડિવીઝન ડીસીપી, ક્રિકેટ સ્ટેડિયમ પ્રભારી, અધિક પોલીસ કમિશનર, પોલીસ કમિશનરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું નિવેદન
મુખ્યમંત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, સ્ટેશન હાઉસ માસ્ટર અને સ્ટેશન હાઉસ ઓફિસર, સાથે જ સેન્ટ્રલ ડિવીઝનના એસીપી (આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ), ડીસીપી (ડિપ્ટી કમિશનર ઓફ પોલીસ), ક્રિકેટ સ્ટેડિયમ પ્રભારી અધિકારી, એડિશનલ કમિશનર ઓફ પોલીસ અને કમિશનર ઓફ પોલીસ – આ તમામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
કેટલાક લોકોની ધરપકડના આદેશ અપાયા: મુખ્યમંત્રી સિદ્ધારમૈયા
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું કે, હાઈકોર્ટના સેવા નિવૃત્ત જજ માઇકલ ડી’કુન્હાની અધ્યક્ષતામાં અમે એક સદસ્ય આયોગની રચના કરી છે. જે 30 દિવસમાં રિપોર્ટ સોંપશે. આરસીબી, ઇવેન્ટ મેનેજર ડીએનએ, કેએસસીએ, જેમણે તેમનું પ્રતિનિધિત્વ કર્યું. અમે તેમની ધરપકડ કરવાનો નિર્ણય લીધો છે.