Bihar Assembly Election History : શું બિહારમાં કોંગ્રેસની કહાની ખતમ થઈ જશે? શું બિહારના મતદારો આ વર્ષની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જાકારો આપશે? આ ચર્ચાઓ શરૂ થવાનું મુખ્ય કારણ એ છે કે, રાજ્યની દર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ગ્રાફ ઘટી રહ્યો છે. કોંગ્રેસ વર્ષ 2025ના અંતમાં યોજાનારી રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે પણ તનતોડ મહેનત કરી રહી છે. રાજ્યની 10 વિધાનસભા ચૂંટણીનો ઈતિહાસની વાત કરીએ તો કોંગ્રેસે ઘણી વખત એકલા હાથે ચૂંટણી લડી છે, તો કેટલીક વખત ગઠબંધન કરીને ચૂંટણી લડી છે, જોકે તેમ છતાં બેઠકો જીતવાનો પાર્ટીનો ગ્રાફ ગગડી રહ્યો છે.
રાજ્યની છેલ્લી સાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ બેકફૂટ પર
બિહાર વિધાનસભા ચૂંટણીના છેલ્લા ચાર દાયકાના પરિણામ, સંગઠનની નબળાઈ, નેતૃત્વનો પડકાર અને ગઠબંધનમાં ઘટતી સ્થિતિ.