બહરાઇચમાં ગેરકાયદે મદરેસા સીલ કરાયું
સગીરાઓએ પોલીસ અને અધિકારીઓના કાફલાને જોઇને ડરીને પોતાને ટોઇલેટમાં બંધ કરી લીધી હોવાનો શિક્ષકોનો દાવો
લખનઉ: ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ત્રણ વર્ષથી ગેરકાયદે ચાલતા મદરેસા પર પ્રશાસન દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મદરેસાના ટોઇલેટમાંથી ૪૦ જેટલી સગીરાઓ મળી આવી હતી. જેમની ઉંમર આશરે ૯થી ૧૪ વર્ષની છે. અધિકારીઓએ મહિલા પોલીસની મદદથી તમામ સગીરાઓને પરિવારને સોંપી દીધી હતી.