હિંસક આંદોલન પછી પ્રથમવાર જાહેરમાં દેખાયા
પાર્ટીના છાત્ર સંગઠનના કાર્યક્રમમાં હાજર રહેલા ઓલીએ વર્તમાન સરકારને ગેરબંધારણીય ગણાવી
નવી દિલ્હી: નેપાળના જેન-ઝી આંદોલન દરમ્યાન યુવા પ્રદર્શનકારીઓ પર થયેલી ગોળીબારના સંદર્ભમાં ગઠિત ન્યાયિક આયોગે પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સહિત પાંચ પ્રમુખ વ્યક્તિઓને અનુમતિ વિના કાઠમંડૂ છોડવાની મનાઈ કરી છે. સુપ્રીમ કોર્ટની નિવૃત્ત ન્યાયાધીશ ગૌરી બહાદુર કાર્કીની અધ્યક્ષતા હેઠળ ગઠિત આ આયોગના નિર્દેશ અનુસાર કેપી ઓલી સહિત અનેક નેતાઓના પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે.
દરમ્યાન ૮ સપ્ટેમ્બરે ભડકેલા આંદોલન પછી કેપી શર્મા ઓલીએ પ્રથમવાર જાહેર મંચ પર વાપસી કરી છે.