– સ્વામી ચૈતન્યાનંદને કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
– ચૈતન્યાનંદે વિદ્યાર્થિનીઓ પર નજર રાખવા બાથરૂમ સહિતના સ્થળે સીસીટીવી લગાવ્યા હતા : કોર્ટમાં ખુલાસો
નવી દિલ્હી: દિલ્હીની એક ખાનગી સંસ્થામાં 17 વિદ્યાર્થિનીઓનું શોષણ કરવાના આરોપી અને બની બેઠેલા સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. વિદ્યાર્થિનીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી તે બાદથી પોલીસ આ બાબાને શોધી રહી હતી, જોકે તે આગરાની એક હોટેલમાં છુપાયો હતો જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડયો હતો અને કોર્ટમાં રજુ કર્યો હતો.
ચૈતન્યાનંદને દિલ્હીની કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.