અમેરિકા-ચાઈના વચ્ચે રેર અર્થ મામલે ડિલ અને ભારત સાથે પણ ટ્રેડ ડિલની તૈયારી
મુંબઈ : ટેરિફ મામલે એક તરફ અમેરિકા ઝુંકવા લાગ્યું હોય એમ ચાઈના સાથે રેર અર્થ મામલે ડિલ વાટાઘાટ ફરી લંડનમાં શરૂ થવાના અહેવાલ અને બીજી તરફ અમેરિકા હવે ભારત સાથે પણ કૂણું વલણ અપનાવી ટ્રેડ ડિલ ફાઈનલ કરવાની તૈયારીમાં હોવાના સંકેત સાથે ગત સપ્તાહમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં અપેક્ષાથી વધુ અડધા ટકાનો અને સીઆરઆરમાં એક ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેતાં આજે શેરોમાં તેજીનો દોર આગળ વધ્યો હતો. વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ સુધારા તરફી રહ્યા સાથે ભારતીય શેર બજારોમાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ આજે પાવર-કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ બેંકિંગ, ઓટોમોબાઈલ, હેલ્થકેર શેરોમાં ખરીદી કરી હતી. નિફટી સતત તેજીની આગેકૂચે આજે ઉપરમાં ૨૫૧૬૦.૧૦ સુધી જઈ અંતે ૧૦૦.૧૫ પોઈન્ટ વધીને ૨૫૧૦૩.૨૦ અને સેન્સેક્સ ૨૫૬.૨૨ પોઈન્ટ વધીને ૮૨૪૪૫.૨૧ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં તેજી : કલ્પતરૂ પ્રોજેક્ટ્સ, એબીબી, સિમેન્સ, કમિન્સ, સીજી પાવરમાં આકર્ષણ
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. એબીબી ઈન્ડિયા રૂ.૧૫૬.૨૫ વધીને રૂ.૬૨૧૦.૬૦, સિમેન્સ રૂ.૮૪ વધીને રૂ.૩૩૮૧.૨૦, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૧૨ વધીને રૂ.૫૩૪.૮૫, સીજી પાવર રૂ.૧૨.૮૦ વધીને રૂ.૬૯૪.૨૫, એનએચપીસી રૂ.૧.૬૩ વધીને રૂ.૯૦.૯૨, ટાટા પાવર રૂ.૬.૭૦ વધીને રૂ.૪૦૬.૨૫, પાવર ગ્રીડ કોર્પ રૂ.૪.૭૫ વધીને રૂ.૩૦૦.૬૦, અદાણી ગ્રીન રૂ.૧૫.૪૫ વધીને રૂ.૧૦૩૪.૦૫, અદાણી પાવર રૂ.૮.૧૦ વધીને રૂ.૫૬૩.૩૦, કલ્પતરૂ પ્રોજેક્ટ્સ ઈન્ટરનેશનલને રૂ.૩૭૮૯ કરોડના નવા ઓર્ડરો મળતાં શેર રૂ.૩૮.૭૦ વધીને રૂ.૧૧૮૯, ટીટાગ્રહ રૂ.૧૩ વધીને રૂ.૯૫૩.૭૫, ટીમકેન રૂ.૩૬.૬૫ વધીને રૂ.૩૩૪૩.૧૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૨૯.૧૫ વધીને રૂ.૩૪૧૨.૯૫ રહ્યા હતા. બીએસઈ પાવર ઈન્ડેક્સ ૯૭.૪૩ પોઈન્ટ વધીને ૬૯૧૮.૭૭ અને બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૧૮.૮૮ પોઈન્ટ વધીને ૭૧૩૧૬.૫૮ બંધ રહ્યા હતા.
આઈટી-સોફ્ટવેર શેરોમાં વધતું આકર્ષણ : ઓનવર્ડ, ડિ-લિન્ક, આરસિસ્ટમ્સ, ઝેગલ, એક્સપ્લિઓમાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોનું આકર્ષણ વધ્યું હતું. ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૨૮.૯૫ વધીને રૂ.૩૨૫.૨૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૪૬.૩૦ વધીને રૂ.૫૪૫.૧૫, આરસિસ્ટમ્સ રૂ.૩૫ વધીને રૂ.૪૧૬.૫૫, ઈન્ફોબિન રૂ.૨૩.૧૫ વધીને રૂ.૩૯૫.૬૦, ઝેગલ રૂ.૨૬.૫૦ વધીને રૂ.૪૬૦.૨૦, એક્સપ્લિઓ રૂ.૫૬.૨૦ વધીને રૂ.૧૦૮૩.૪૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૬૬.૨૫ વધીને રૂ.૯૧૬૦.૧૫, ઝેનસાર રૂ.૩૨ વધીને રૂ.૮૫૪.૯૦, એફલે રૂ.૬૭.૫૦ વધીને રૂ.૧૮૬૮, ડાટામેટિક્સ રૂ.૨૨.૨૫ વધીને રૂ.૬૨૯, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૧૫.૯૫ વધીને રૂ.૭૦૬.૪૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૭૬.૦૧ પોઈન્ટ વધીને ૩૭૨૧૨.૫૭ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં વેલ્યુબાઈંગ : કોટક બેંક રૂ.૬૬ વધીને રૂ.૨૧૩૮ : જેએમ ફાઈ, એમસીએક્સ, એક્સિસ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોનું આજે વેલ્યુબાઈંગ થયું હતું. કોટક મહિન્દ્રા બેંક રૂ.૬૬.૨૦ વધીને રૂ.૨૧૩૮.૫૦, ફેડરલ બેંક રૂ.૪.૮૦ વધીને રૂ.૨૧૨.૬૫, એક્સિસ બેંક રૂ.૨૪.૬૫ વધીને રૂ.૧૨૧૯.૮૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૨૦ વધીને રૂ.૮૨૦.૦૫ રહ્યા હતા. આ સાથે જેએમ ફાઈનાન્શિયલ રૂ.૧૨.૬૫ વધીને રૂ.૧૫૫.૨૦, આઈઆઈએફએલ રૂ.૩૬.૩૦ વધીને રૂ.૪૮૭.૩૫, એડલવેઈઝ રૂ.૭.૮૫ વધીને રૂ.૧૧૩.૪૫, એમસીએક્સને ઈલેક્ટ્રિસિટી ડેરિવેટીવ્ઝ શરૂ કરવા સેબીની મંજૂરીએ રૂ.૫૩૫.૬૫ વધીને રૂ.૭૯૫૫.૩૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૩૯.૨૫ પોઈન્ટ વધીને ૬૩૯૯૫.૬૧ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં સિલેક્ટિવ તેજી : ઓઈલ ઈન્ડિયા, આઈઓસી, અદાણી ટોટલ ગેસ, પેટ્રોનેટમાં મજબૂતી
ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોએ આજે સિલેક્ટિવ તેજી કરી હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૯.૪૫ વધીને રૂ.૪૩૪.૦૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૨.૬૦ વધીને રૂ.૧૪૩.૩૫, અદાણી ટોટલ ગેસ રૂ.૧૧.૭૫ વધીને રૂ.૬૯૧.૫૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૪.૫૫ વધીને રૂ.૩૧૦.૫૦, ઓએનજીસી રૂ.૨.૭૫ વધીને રૂ.૨૪૨.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૦૨.૯૭ પોઈન્ટ વધીને ૨૭૩૮૨.૭૧ બંધ રહ્યો હતો.
ચોમાસાના અંદાજોએ ઓટો શેરોમાં ભારત ફોર્જ, મધરસન, એક્સાઈડ, હીરો મોટોકોર્પ, મારૂતી વધ્યા
ચોમાસું ચાલુ વર્ષે પ્રોત્સાહક રહેવાના અંદાજોએ ફંડોની આજે ઓટોમોબાઈલ શેરોમાં પસંદગીની ખરીદી જળવાઈ હતી. ભારત ફોર્જ રૂ.૪૭.૩૫ વધીને રૂ.૧૩૪૩.૫૫, મધરસન રૂ.૩.૫૦ વધીને રૂ.૧૬૧, એક્સાઈડ રૂ.૭.૬૦ વધીને રૂ.૪૦૦.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૮૦.૦૫ વધીને રૂ.૪૩૪૮.૯૫, ટાટા મોટર્સ રૂ.૬.૫૦ વધીને રૂ.૭૧૭.૮૦, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૫.૧૦ વધીને રૂ.૧૦૦૬.૯૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૫૫.૬૫ પોઈન્ટ વધીને ૫૩૩૪૯.૮૦ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડોની તેજી : થેમીસ મેડી, ઈન્ડોકો રેમેડિઝ, કોન્કોર્ડ બાયો, લૌરસ, મેટ્રોપોલિસમાં તેજી
દેશમાં વિવિધ રાજયોમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો હોઈ હેલ્થકેર-ફાર્મા શેરોમાં લેવાલીએ મજબૂતી જોવાઈ હતી. થેમીસ મેડી રૂ.૧૦.૫૦ વધીને રૂ.૧૪૫.૯૫, ઈન્ડોકો રેમેડીઝ રૂ.૧૮.૫૦ વધીને રૂ.૨૯૩, ગુજરાત થેમીસ રૂ.૨૦.૯૦ વધીને રૂ.૩૪૩.૩૫, કોન્કોર્ડ બાયો રૂ.૮૬.૨૦ વધીને રૂ.૨૦૧૩.૪૫, લૌરસ લેબ રૂ.૨૪.૮૦ વધીને રૂ.૬૬૬.૬૦, મેટ્રોપોલિસ રૂ.૬૨.૧૫ વધીને રૂ.૧૭૧૩.૫૦,એસ્ટ્રાઝેનેકા રૂ.૨૪૩.૧૦ વધીને રૂ.૧૦,૦૩૫, બાયોકોન રૂ.૮ વધીને રૂ.૩૩૮.૧૦, પીપીએલ ફાર્મા રૂ.૪.૫૫ વધીને રૂ.૨૧૦.૯૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૬૮.૮૮ પોઈન્ટ વધીને ૪૩૪૯૧.૨૯ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક સંગીન તેજીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૭૯૮ શેરો પોઝિટીવ બંધ
સપ્તાહની શરૂઆત સાથે આજે સ્મોલ, મિડ કેપના ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ખરીદી મોટાપાયે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ વધુ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૭૯૮ અને ઘટનારની સંખ્યા ૧૪૦૯ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૩.૯૬ લાખ કરોડ વધીને રૂ.૪૫૫.૦૬ લાખ કરોડ રહ્યું
સેન્સેક્સ, નિફટી બેઝડ સતત મજબૂતી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક ખરીદીનું આકર્ષણ વધતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૩.૯૬ લાખ કરોડ વધીને રૂ.૪૫૫.૦૬ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની રૂ.૧૯૯૩ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની કેશમાં રૂ.૩૫૦૪ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે સોમવારે શેરોમાં કેશમાં રૂ.૧૯૯૨.૮૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૨,૭૭૮.૩૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૭૮૫.૪૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૩૫૦૩.૭૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.