![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. ઉંચા મથાલે નવી માગ ધીમી રહેતાં નફારૂપી માનસ વેંચવાનું રહ્યું હતું. વિશ્વ બજારમાં જો કે સોનાના ભાવમાં તેજી આગળ વધ્યાના સમાચાર વચ્ચે ઘરઆંગણે ભાવ ઘટાડો સિમિત રહ્યો હતો. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૯૭૩ વાળા રૂ.૯૫૬૭૦ થઈ રૂ.૯૫૮૧૨ રહ્યા હતા.
જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૬૩૫૯ વાળા રૂ.૯૬૦૫૫ થઈ રૂ.૯૬૧૯૭ રહ્યા હતા. મુંબી ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૧૦૭૦૦૦ વાળા રૂ.૧૦૫૪૯૪ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશદીઠ ૩૩૩૭થી ૩૩૩૮ વાળા વધી ઉંચામાં ભાવ ૩૩૬૦ થઈ ૩૩૫૩થી ૩૩૫૪ ડોલર રહ્યા હતા.
ડોલ ર ઈન્ડેક્સની પીછેહટ તથા વૈશ્વિક ક્રૂડતેલમાં તેજીના પગલે વૈશ્વિકગ સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો મળ્યા હતા. ચીન તથા અમેરિકા વચ્ચેના વેપાર કરારની પ્રગતિ પર બજારની નજર રહી હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશદીઠ ૩૬.૬૯થી ૩૬.૭૦ વાળા ઘટી નીચામાં ભાવ ૩૬.૦૨ થઈ ૩૬.૪૫થી ૩૬.૪૬ ડોલર રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૧૦૪૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૯૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૫૦૦ રહ્યા હતા. અમેરિકામાં ફુગાવાનો વૃદ્ધી દર અપેક્ષાથી ઓછો આવ્યાના સમાચાર મળ્યા હતા.
વિશ્વ બજારમાં સોનામાં આર્જેન્ટીનાની ખરીદી વધ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ વધી ૬૮ ડોલ ર નજીક પહોંચી જતા સાત સપ્તાહની નવી ઉંચી ટોચ જોવા મળી હતી. વિશ્વ બજારમાં પ્લેૅટીમના ભાવ વધી ઉંચામાં ૧૨૭૬ થઈ ૧૨૬૭થી ૧૨૬૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૧૦૮૮ થઈ ૧૦૭૭થી ૧૦૭૮ ડોલર રહ્યા હતા.
જો કે વૈશ્વિક કોપરના ભાવ ૧.૧૪ ટકા માઈનસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બ્રેન્ટ ક્રૂડના વધી બેરલના ઉંચામાં ૬૭.૯૭ થઈ ૬૭.૮૧ ડોેલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૬.૩૭ થઈ ૬૬.૦૬ ડોલ ર રહ્યા હતા.
ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરારનો આશાવાદ વધતાં ક્રૂડમાં તેજી આગળ વધી હતી. અમેરિકા તથા ઈરાન વચ્ચે સમજૂતીની આશા ઘટતાં ઈરાનની ઓઈલ સપ્લાય વિશ્વ બજારમાં ઘટવાની ભીતિ વચ્ચે બજારમાં તેજી આગળ વધી હતી.










