મુંબઈ : અમેરિકા અને ચાઈનાના અધિકારીઓ લંડનમાં ટ્રેડ વાટાઘાટમાં સંમત થયાના અને હવે બન્ને દેશોના રાષ્ટ્ર પ્રમુખોની મંજૂરી પર ડિલની નિર્ભરતાના ડેવલપમેન્ટે આજે વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ હતી. ચાઈનાએ યુરોપમાં રેર અર્થની નિકાસને મંજૂરી આપી હોવા સાથે ભારતમાં કેસ બેઝ્ડ મંજૂરીના આપેલા સંકેત છતાં હજુ અનિશ્ચિતતા કાયમ રહી હોવા છતાં પોઝિટીવ ડેવલપમેન્ટની અપેક્ષાએ લોકલ ફંડોએ શેરોમાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ હેલ્થકેર, ઓઈલ-ગેસ શેરોમાં રિલાયન્સની આગેવાનીએ તેજી કરી હતી. સેન્સેક્સ ૧૨૩.૪૨ પોઈન્ટ વધીને ૮૨૫૧૫.૧૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૭.૧૫ પોઈન્ટ વધીને ૨૫૧૪૧.૪૦ બંધ રહ્યા હતા. લોકલ ફંડોની સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત ખરીદીના આંકડાએ હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની પણ શેરોમાં ખરીદી વધતી જોવાઈ હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું.
આઈટી ઈન્ડેક્સની ૪૭૧ પોઈન્ટની છલાંગ
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. સુબેક્ષ રૂ.૧.૦૯ ઉછળીને રૂ.૧૬.૭૧, નેલ્કો રૂ.૫૬.૯૦ ઉછળીને રૂ.૧૦૩૩.૫૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૪૫.૬૫ વધીને રૂ.૯૦૯.૧૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૫૩.૬૫ વધીને રૂ.૧૭૨૧.૬૦, યુનિઈકોમર્સ રૂ.૪ વધીને રૂ.૧૪૨.૨૫, સોનાટા સોફ્ટવેર રૂ.૧૦.૮૦ વધીને રૂ.૪૨૮.૨૫,ઈન્ફોસીસ રૂ.૩૪.૪૫ વધીને રૂ.૧૬૩૦.૭૦, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૯૨.૧૫ વધીને રૂ.૪૫૮૩.૨૫, વિપ્રો રૂ.૪.૧૦ વધીને રૂ.૨૫૮.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૭૦.૯૩ પોઈન્ટ ઉછળીને ૩૮૨૬૯.૮૯ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં તેજી
ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ મોટી ખરીદી કરી હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૨૮.૨૫ વધીને રૂ.૪૬૫.૫૫, બીપીસીએલ રૂ.૧૩.૯૫ વધીને રૂ.૩૩૩.૯૦, એચપીસીએલ રૂ.૯.૬૫ વધીને રૂ.૪૧૪.૭૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૪.૪૫ વધીને રૂ.૨૦૦.૧૦, આઈઓસી રૂ.૨.૯૫ વધીને રૂ.૧૪૫.૧૫, ઓએનજીસી રૂ.૨.૭૫ વધીને રૂ.૨૪૭.૩૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૧૫ વધીને રૂ.૧૪૪૮.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૦૨.૩૯ પોઈન્ટ વધીને ૨૭૯૦૩.૫૨ બંધ રહ્યો હતો.
કોરોનાના વધતાં કેસોએ હેલ્થકેર-ફાર્મા શેરોમાં વધતું આકર્ષણ
કોરોનાના કેસો વધતાં જતાં હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ફરી કંપનીઓના બિઝનેસમાં વૃદ્વિની અપેક્ષાએ અને ડ્રગ ડિસ્કવરીને લઈ ફંડોની આજે પસંદગીના શેરોમાં મોટી ખરીદી થઈ હતી. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૨૩.૧૧ પોઈન્ટ વધીને ૪૪૦૦૮.૧૭ બંધ રહ્યો હતો. વોખાર્ટ ડ્રગ ડિસ્કવરીના આકર્ષણે શેર રૂ.૨૮૫.૨૦ ઉછળીને રૂ.૧૮૩૨.૬૦ રહ્યો હતો. સિક્વેન્ટ રૂ.૧૦.૩૫ વધીને રૂ.૧૯૯.૬૦, યુનિકેમ લેબ રૂ.૩૩.૦૫ વધીને રૂ.૬૪૫.૦૫, બાયોકોન રૂ.૧૩.૯૦ વધીને રૂ.૩૫૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં ફંડો ફરી તેજીમાં આવ્યા
ઓટોમોબાઈલ શેરોમાં ફંડો ફરી તેજીમાં આવી પસંદગીની મોટી ખરીદી કરી હતી. હીરો મોટોકોર્પ રૂ.૩૨.૭૦ વધીને રૂ.૪૪૧૦.૬૫, ટાટા મોટર્સ રૂ.૪ વધીને રૂ.૭૩૬.૨૫, એક્સાઈડ રૂ.૧.૯૫ વધીને રૂ.૪૦૫.૬૦ રહ્યા હતા.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન નજીવું વધ્યું
સેન્સેક્સ, નિફટી બેઝડ મજબૂતી સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદીનું આકર્ષણ રહેતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧૬ હજાર કરોડ વધીને રૂ.૪૫૫.૫૭ લાખ કરોડ રહ્યું હતું.
DIIની કેશમાં રૂ.૧૫૮૫ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે બુધવારે શેરોમાં કેશમાં રૂ.૪૪૬.૩૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૫૮૪.૮૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.
એશીયાના બજારોમાં મજબૂતી : યુરોપમાં સાવચેતી
અમેરિકા અને ચાઈના વચ્ચે લંડનમાં ટ્રેડ ડિલની વાટાઘાટના પોઝિટીવ સંકેત અને બન્ને દેશોના અધિકારીઓ સમંત થતાં વૈશ્વિક બજારોમાં આજે એશીયાના બજારોમાં મજબૂતી જોવાઈ હતી. જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૨૧૦ પોઈન્ટ, ચાઈનાનો શાંઘાઈ ઈન્ડેક્સ ૨૯ પોઈન્ટ, હોંગકોંગન હેંગસેંગ ૨૦૪ પોઈન્ટ વધ્યો હતો. યુરોપના દેશોના બજારોમાં સાંકડી વધઘટ જોવાઈ હતી. અમેરિકાના બજારોમાં ખુલતાંમાં ડાઉ જોન્સમાં ૭૫ પોઈન્ટનો સુધારો અને નાસ્દાકમાં ૨૬ પોઈન્ટ જેટલો સુધારો બતાવાતો હતો.