Agricultural Fertilizer Subsidy : આજે કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટે ખરીફ પાક 2025 માટે ફૉસ્ફેટિક અને પોટેશિક ખાતર પરની પોષક આધારિત સબસિડી દરોને મંજૂરી આપી છે. હવે કેન્દ્ર સરકાર ખરીફ પાક 2025 (1 એપ્રિલ-2025થી 30 સપ્ટેમ્બર-2025) દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે 37,216.15 કરોડ રૂપિયાની સબસિડી પુરી પાડશે. આ રકમ રવી 2024-25 માટે નિર્ધારિત બજેટ કરતાં લગભગ 13,000 કરોડ રૂપિયા વધુ છે.