AAP On BJP And Congress: દિલ્હીમાં થોડા સમય પહેલા થયેલી વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો એકવાર ફરી ગરમાયો છે. ચૂંટણીમાં મળેલી હારને લઈને આમ આદમી પાર્ટીએ ગંભીર આરોપ લગાવતાં મોટો દાવો કર્યો છે. AAP કહ્યું કે, આ ચૂંટણીમાં ભાજપા અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે મિલીભગત હતી. AAP નેતા અનુરાગ ઢાંડાએ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસે બીજેપીના ઈશારે કામ કર્યું છે. તેમણે દાન રુપે કોંગ્રેસને 44 કરોડ રુપિયા કેશ મળવા પર સવાલો ઉભા કર્યા છે.