– અમદાવાદની ઘટના બાદ બોઇંગ વિમાનો ધરાવતી એરલાઇન્સ વધુ એલર્ટ
– હોંગ કોંગ-દિલ્હી અને લંડન-ચેન્નાઇ ફ્લાઇટમાં ખામી જ્યારે જર્મની-હૈદરાબાદ ફ્લાઇટને બોમ્બની ધમકી બાદ પાછી વળાઇ
– એર ઇન્ડિયા એક્સપ્રેસની રાંચી જતી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા દિલ્હી ડાઇવર્ટ કરાઇ
નવી દિલ્હી : અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે વિમાન ક્રેશ થયું તે બોઇંગ ડ્રીમલાઇનર તરીકે ઓળખાય છે. છેલ્લા ૩૬ કલાકમાં આ બોઇંગ ડ્રીમલાઇનર સાથે વધુ ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં બોમ્બની અફવા કે કેટલીક ખામીને કારણે ત્રણ ફ્લાઇટોએ પરત ફરવુ પડયું હતું.