NSE-BSE Derivatives Expiry: શેરબજાર પર મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વીકલી એક્સપાયરી પર અંતે સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં ડેરિવેટિવ્સ (ફ્યુચર એન્ડ ઓપ્શન્સ – F&O)ની એક્સપાયરીનો દિવસ બદલવામાં આવ્યો છે. BSE પર હવે એક્સપાયરી ગુરૂવારે હશે, અત્યારસુધી આ કોન્ટ્રાક્ટ્સ મંગળવારે સમાપ્ત થતા હતા. જ્યારે NSE પર વીકલી એક્સપાયરી હવે મંગળવારે હશે. આ નિયમ ક્યારથી લાગુ થશે તેની તારીખ જાહેર કરાઈ નથી. પરંતુ NSEએ પોતાની એક્સપાયરીને બદલવા માટે ભલામણ કરી હતી, જેને માર્કેટ એક્સચેન્જ રેગુલેટર ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા’ (SEBI) દ્વારા સ્વીકારવામાં આવી છે.
બાકી તમામ ડેરિવેટિવની ગુરૂવારે એક્સપાયરી થશે, પરંતુ તેની માત્ર મંથલી એક્સપાયરી હશે. એટલે કે તેમની એક્સપાયરી માત્ર મહિનાના છેલ્લા ગુરૂવારે હશે.
નોંધનીય છે કે, પહેલાથી જ લોન્ચ થયેલા ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી તારીખમાં કોઈ ફેરફાર નહીં થાય. જો કે, લાંબા ગાળાના ઇન્ડેક્સ ઑપ્શન્સ (Long-dated index options)ની એક્સપાયરી તારીખને જરૂરિયાત મુજબ ફરીથી બદલવામાં આવશે.
BSEએ રિલીઝમાં આપી માહિતી
NSE પર લિસ્ટેડ BSEએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે, SEBIએ 26 મે 2025ના રોજ એક સર્ક્યુલર જાહેર કર્યું છે, જેમાં BSE દ્વારા પ્રસ્તાવિત સૂચનો પર વિચાર કર્યા બાદ ડેરિવેટિવ્સની એક્સપાયરી ડેટને લઈને કેટલાક મહત્ત્વના ફેરફાર કરાયા છે.
1. એક્સપાયરી ડે હવે ગુરૂવારે થશે
SEBIએ BSEના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે કે ડેરિવેટિવ્સની એક્સપાયરી હવે દર ગુરૂવારે થશે. અત્યાર સુધી આ મંગળવારે થતી હતી.
2. પહેલા કરતા હાલના કોન્ટ્રાક્ટ્સ પર શું થશે અસર?
જે ડેરિવેટિવ્સ કોન્ટક્ટ્સ પહેલા જ લોન્ચ થઈ ચૂક્યા છે. તેની એક્સપાયરી ડેટમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.
જો કે, જે લોન્ગ-ડેટેડ ઇન્ડેક્સ ઓપ્શન હોય છે (એટલે કે લાંબા સમય માટે બનાવવામાં આવેલા), તેની એક્સપાયરી ડેટને પહેલાની જેમ રિઅલાઇન (ફેરફાર) કરાશે.
3. નવા કોન્ટ્રાક્ટ્સ માટે નવા નિયમો
• 31 ઓગસ્ટ 2025 સુધીના ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી અગાઉ મુજબ જ રહેશે તેમાં કોઇ ફેરફાર નહીં કરાશે.
• 1 સપ્ટેમ્બર 2025થી જે નવા કોન્ટ્રાક્ટ્સ આવશે, તે ગુરવારે સમાપ્ત થશે. અને મન્થલી કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી દર મહિનાના અંતિમ ગુરુવારે થશે.
• 1 જુલાઈ 2025 પછીથી કોઈ નવો વીકલી ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ લૉન્ચ નહીં થાય.