Vadodara Railway Station : વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં મિલકત સબંધી ગુનામાં પકડાયેલ બે આરોપીઓની રેલવે એલસીબી દ્વારા પાસા હેઠળ અટક કરી રાજકોટ તથા જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી પ.રે.વડોદરા દ્વારા મુસાફરોના માલ-સમાનની સલામતી જણવાય તે હેતુથી ટ્રેનોમાં થયેલા ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ સાથે સંકળાયેલ ઇસમો વિરૂદ્ધ પાસા અધિનિયમ હેઠળ અટકાયતી પગલાઓ લઇ કડક કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે રેલવે એલસીબીની ટીમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સરવન ઉર્ફે બ્રજેશ ઉર્ફે સોનલ ઉર્ફે શ્યામસિંગ સ્વામી દયાલ યાદવ (રહે. દિલ્હી મુળ રહે.ઉત્તરપ્રદેશ) તથા ઉદેશ ઉર્ફે સુનિલ ઉર્ફે કમલેશ જાનકીદાસ ઉર્ફે કેશરી પ્રસાદ (રહે. ઉત્તરપ્રદેશ હાલ રહે. ન્યુ દિલ્હી ) વિરૂધ્ધમાં વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ગુનાઓ નોંધાયેલ હતા. જેથી આ ગુના બંને આરોપીની પાસા હેઠળ અટકાયત પોલીસ જાપ્તા સાથે સરકારી વાહનમાં રાજકોટ તથા જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.