gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈરાનના પૂર્ણ યુદ્વના એલાને વૈશ્વિક બજારોમાં એલર્ટ : સેન્સેક્સ 139 પોઈન્ટ ઘટીને 81445 | Iran’s declar…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2025
in Business
0 0
0
ઈરાનના પૂર્ણ યુદ્વના એલાને વૈશ્વિક બજારોમાં એલર્ટ : સેન્સેક્સ 139 પોઈન્ટ ઘટીને 81445 | Iran’s declar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્વ વકરવાના સ્પષ્ટ સંકેત આપીને ઈરાનના ખૌમેનીએ ઈઝરાયેલ સાથે પૂર્ણ યુદ્વનું એલાન કર્યાના અહેવાલે  વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્વની ચિંતામાં ગરકાવ થઈ જવા છતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ ઓપન માર્કેટ કમિટી(એફઓએમસી)ની બે દિવસીય મીટિંગના આજે બીજા દિવસે સાંજે નિર્ણય જાહેર થનાર હોઈ અને વ્યાજ દર એકંદર ૪.૨૫થી ૪.૫ ટકાના લેવલે જાળવી રાખવામાં આવે એવી શકયતા વચ્ચે વૈશ્વિક બજારોમાં આજે સાવચેતી રહી હતી. બીજી તરફ ભારતીય શેર બજારોમાં ગઈકાલે વિદેશી ફંડો અને લોકલ ફંડો બન્નેની શેરોમાં ખરીદી છતાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ નરમાઈ રહી હતી. ઈરાન-ઈઝરાયેલ યુદ્વમાં અમેરિકા પણ ઝુંકાવશે એવા અહેવાલોએ નવી મોટી ખરીદીના જોખમથી ફંડો, ઈન્વેસ્ટરો દૂર રહ્યા  હતા. અલબત શેરોમાં વેેચવાાલી મર્યાદિત રહી હતી. ઓટોમોબાઈલ અને કન્યુમર ડયુરેબલ્સ, હેલ્થકેર શેરોમાં ઘટાડે ખરીદી રહેતાં બજારને ઘટાડો સપોર્ટ મળ્યો હતો. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૪૧.૩૫ પોઈન્ટ ઘટીને ૨૪૮૧૨.૦૫  અને સેન્સેક્સ ૧૩૮.૬૪ પોઈન્ટ ઘટીને ૮૧૪૪૪.૬૬ બંધ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૨૮ ઉછળ્યો : વ્હર્લપુલ રૂ.૩૬, ટાઈટન રૂ.૬૮, ડિક્સન રૂ.૧૩૭ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદીએ બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૨૮.૧૯ પોઈન્ટ વધીને ૫૭૭૩.૭૦ બંધ રહ્યો હતો. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૬.૫૦ વધીને રૂ.૧૩૬૫.૯૫, ટાઈટન કંપની રૂ.૬૭.૬૦ વધીને રૂ.૩૪૭૨.૯૫, કલ્યાણ જવેલર્સ રૂ.૫.૩૫ વધીને રૂ.૫૧૯.૭૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૩૭.૪૫ વધીને રૂ.૧૪,૩૭૭.૮૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં  ઘટાડે સિલેક્ટિવ તેજી : મહિન્દ્રા રૂ.૩૭, મારૂતી સુઝુકી રૂ.૧૪૦, એમઆરએફ રૂ.૧૪૬૨ વધ્યા

ચોમાસાની સારી પ્રગતિ અને ક્રુડ ઓઈલના ભાવ વધતાં  અટકતાં ઓટોમોબાઈલ શેરોમાં આજે ઘટાડે સિલેક્ટિવ ખરીદી રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૭.૨૦ વધીને રૂ.૩૦૪૫, મારૂતી સુઝુકી રૂ.૧૪૦.૪૫ વધીને રૂ.૧૨,૭૩૫.૮૦, એમઆરએફ રૂ.૧૪૬૧.૯૫ વધીને રૂ.૧,૩૭,૭૮૮.૫૫, આઈશર મોટર્સ રૂ.૫૨.૧૦ વધીને રૂ.૫૨૯૨.૪૫, બોશ રૂ.૧૧૮.૯૦ વધીને રૂ.૩૨,૩૩૪.૧૫ રહ્યા હતા.  બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૯૧.૮૪ પોઈન્ટ વધીને ૫૨૨૭૩.૯૮ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો વેચવાલ : ગ્રાઈન્ડવેલ, ટીટાગ્રહ, સીજી પાવર, પાવર ઈન્ડિયા, કમિન્સ ઘટયા

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની સતત વેચવાલીએ બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૩૩.૯૭ પોઈન્ટ ઘટીને ૬૯૮૪૬.૭૨ બંધ રહ્યો હતો. ગ્રાઈન્ડવેલ રૂ.૪૩.૧૫ ઘટીને રૂ.૧૬૯૬.૨૦, ટીટાગ્રહ રૂ.૧૪.૬૫ ઘટીને રૂ.૮૬૯.૯૦, સીજી પાવર રૂ.૯.૪૦ ઘટીને રૂ.૬૮૩.૩૫, પાવર ઈન્ડિયા રૂ.૨૨૮.૬૦ ઘટીને રૂ.૧૮,૪૨૭.૭૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૩૭.૮૫ ઘટીને રૂ.૩૨૭૭.૩૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૫૧.૨૫ ઘટીને રૂ.૪૯૯૪.૫૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૨૩.૨૫ ઘટીને રૂ.૩૫૯૯.૭૦ રહ્યા હતા.

આઈટી શેરોમાં વેચવાલી : આઈકેએસ રૂ.૧૫૦ તૂટયો : બીએલએસઈ, કંટ્રોલ પ્રિન્ટ, હેપ્પિએસ્ટ માઈન્ડ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં નવી ખરીદીથી દૂર ફંડો વેચવાલ રહ્યા હતા. આઈકેએસ રૂ.૧૪૯.૬૦ ઘટીને રૂ.૧૭૦૪.૬૦, બીએલએસઈ રૂ.૯.૧૦ ઘટીને રૂ.૧૯૫.૬૦, કંટ્રોલ પ્રિન્ટ રૂ.૩૨.૯૦ ઘટીને રૂ.૭૮૬, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૧૯.૪૫ ઘટીને રૂ.૬૪૮.૨૦, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૧૮.૨૦ ઘટીને રૂ.૬૫૨.૫૫, રામકો સિસ્ટમ રૂ.૮.૬૫ ઘટીને રૂ.૩૯૩.૩૫, ટીસીએસ રૂ.૬૩.૦૫ ઘટીને રૂ.૩૪૫૨.૨૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૧૧.૭૫ ઘટીને રૂ.૬૬૪.૬૫, નેટવેબ રૂ.૨૯.૧૦ ઘટીને રૂ.૧૭૪૫, બ્લેક બોક્સ રૂ.૮.૦૫ ઘટીને રૂ.૪૯૦.૮૦ રહ્યા હતા.

વેદાન્તાના હોલ્ડિંગ વેચવાના સમાચારે હિન્દુસ્તાન ઝિંક રૂ.૩૩ ઘટીને રૂ.૪૫૩ : જિન્દાલ, એપીએલ ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. હિન્દુસ્તાન ઝિંકમાં વેદાન્તા દ્વારા ૧.૬ ટકા હોલ્ડિંગ વેચવાના ડેવલપમેન્ટે શેર રૂ.૩૩.૫૦ ઘટીને રૂ.૪૫૨.૯૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૬.૭૦ ઘટીને રૂ.૬૭૦.૮૦, એપીએલ અપોલો રૂ.૩૨.૭૫  ઘટીને રૂ.૧૮૦૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૧.૯૦ ઘટીને રૂ.૯૮૭.૮૫, વેદાન્તા રૂ.૨.૫૦ ઘટીને રૂ.૪૫૬.૪૦ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ : આરપીજી લાઈફ, ડીકાલ, મેક્સ હેલ્થ, એસ્ટ્રાઝેનેકા, બાયોકોન ઘટયા

હેેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓનના શેરોમાં પણ ફંડોનું પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. સિન્કોમ ૯૩ પૈસા ઘટી રૂ.૧૯.૩૩, ડીકાલ રૂ.૧૧.૫૫ ઘટીને રૂ.૨૪૯, આરપીજી લાઈફ રૂ.૧૦૦.૯૫ તૂટીને રૂ.૨૨૬૦.૩૦, મેક્સ હેલ્થ રૂ.૪૫.૨૦ ઘટીને રૂ.૧૧૮૦, એસ્ટ્રોઝેનેકા રૂ.૩૪૬.૯૫ ઘટીને રૂ.૯૭૩૪.૬૫, બ્લુજેટ રૂ.૨૭.૭૦ ઘટીને રૂ.૮૮૨.૪૦, બાયોકોન રૂ.૧૦.૪૦ ઘટીને રૂ.૩૪૨.૧૫, યુનિકેમ લેબ રૂ.૧૭.૧૦ ઘટીને રૂ.૫૭૨.૫૫ રહ્યા હતા.

ઝાયડસ વેલનેસ, જમના ઓટો, ઈન્ડસઈન્ડ બેંક, જીએમએમ ફોડલર, આરબીએલ બેંક, ડીમાર્ટમાં તેજી

એ ગુ્રપના પ્રમુખ વધનાર શેરોમાં ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયા રૂ.૨૫.૨૫ વધીને રૂ.૧૫૯.૬૫, ઝાયડસ વેલનેસ રૂ૧૦૮.૫૦ વધીને રૂ.૨૦૫૪.૭૫, જમના ઓટો રૂ.૪.૭૧ વધીને રૂ.૯૨.૨૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૧.૪૫ વધીને રૂ.૮૫૦.૬૦, જીએમએમ ફોડલર રૂ.૫૧.૨૫ વધીને રૂ.૧૧૬૨.૮૫, આરબીએલ બેંક રૂ.૯.૩૫ વધીને રૂ.૨૨૮.૪૫, ડીમાર્ટ રૂ..૧૭૨.૩૦ વધીને રૂ.૪૨૩૦.૨૦, ઈન્ડિગો પેઈન્ટસ રૂ.૪૨.૮૫ વધીને રૂ.૧૧૦૦.૫૫, માન્યાવર રૂ.૩૧.૪૦ વધીને રૂ.૮૧૧.૧૦, એસ્કોર્ટસ રૂ.૧૧૮.૪૦ વધીને રૂ.૩૨૭૨, આઈટીડી સિમેન્ટેશન રૂ.૨૪.૪૦ વધીને રૂ.૮૦૦.૩૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફંડો, ઓપરેટરોનું વધતું ઓફલોડિંગ : ૨૫૪૮ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ફંડો, ઓપરેટરોનું ઓફલોડિંગ વધતાં માર્કેટબ્રેડથ સતત નબળી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૪૮ અને વધનારની સંખ્યા ૧૫૩૨ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૮૯૧ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૦૯૧ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ અને એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૮૯૦.૯૩  કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૨,૧૧૮.૧૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૨૨૭.૨૧ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈઝે રૂ.૧૦૯૧.૩૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૧,૪૩૩.૮૪કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૩૪૨.૫૦ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૬૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૬.૨૮ લાખ કરોડ

શેરોમાં આજે વ્યાપક વેચવાલીએ રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૬૩  લાખ કરોડ ઘટીને રૂ.૪૪૬.૨૮ લાખ કરોડ રહી ગયું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…
Business

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…

July 7, 2025
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
Next Post
વૈશ્વિક સંઘર્ષો વચ્ચે રશિયાએ ભારતને આપ્યું વચન, આગામી વર્ષે S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી આપીશું

વૈશ્વિક સંઘર્ષો વચ્ચે રશિયાએ ભારતને આપ્યું વચન, આગામી વર્ષે S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી આપીશું

રેલવે ભરતી બોર્ડે જાહેર કર્યું RPF કોન્સ્ટેબલનું પરિણામ, સત્તાવાર વેબસાઈટ પર કરો ચેક

રેલવે ભરતી બોર્ડે જાહેર કર્યું RPF કોન્સ્ટેબલનું પરિણામ, સત્તાવાર વેબસાઈટ પર કરો ચેક

એર ઈન્ડિયાએ 15 જુલાઈ સુધી 3 આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ રદ કરી, 16 રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી

એર ઈન્ડિયાએ 15 જુલાઈ સુધી 3 આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ રદ કરી, 16 રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક અનિશ્ચિતતાઓ આર્થિક વિકાસ માટે ખતરા સમાન | Global uncertainties pose a threat to economic gro…

વૈશ્વિક અનિશ્ચિતતાઓ આર્થિક વિકાસ માટે ખતરા સમાન | Global uncertainties pose a threat to economic gro…

3 months ago
ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

4 months ago
અમેરિકા સાથે વિસ્તૃત વેપાર કરારથી ભારતની નિકાસમાં વધારો થવાની અપેક્ષા | Expanded trade agreement wit…

અમેરિકા સાથે વિસ્તૃત વેપાર કરારથી ભારતની નિકાસમાં વધારો થવાની અપેક્ષા | Expanded trade agreement wit…

1 day ago
શ્રીલંકામાં ભારતના સરંક્ષણથી લઈ ઉર્જા સુધી વિવિધ ક્ષેત્રે મહત્ત્વના કરાર | India in Sri Lanka signs …

શ્રીલંકામાં ભારતના સરંક્ષણથી લઈ ઉર્જા સુધી વિવિધ ક્ષેત્રે મહત્ત્વના કરાર | India in Sri Lanka signs …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News