Indian Navy Agniveer admit card: દેશસેવા કરવાનું સ્વપ્ન જોનારા યુવાનો માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય નૌકાદળે અગ્નિવીર ભરતી 2025 હેઠળ સિનિયર સેકન્ડરી રિક્રુટ (SSR) અને મેટ્રિક રિક્રુટ (MR) ના સ્ટેજ-2 માટે એડમિટ કાર્ડ જારી કર્યું છે. જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં પાસ થયા છે, તેઓએ હવે સ્ટેજ -2માં સામેલ થવા માટે તેમનું એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ agniveernavy.cdac.in પરથી ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપ્સ દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.